________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
ર૩ર]
મોક્ષમાર્ગ પ્રકાશક
એ પ્રમાણે દેવભક્તિનું સ્વરૂપ બતાવ્યું.
ગુરુભક્તિનું અન્યથારૂપ
હવે તેને ગુરુભક્તિ કેવી હોય છે તે કહીએ છીએઃ
કેટલાક જીવ આજ્ઞાનુસારી છે તેઓ તો “આ જૈનના સાધુ છે, અમારા ગુરુ છે, માટે તેમની ભક્તિ કરવી ' એમ વિચારી તેમની ભક્તિ કરે છે, તથા કેટલાક જીવ પરીક્ષા પણ કરે છે તો ત્યાં “આ મુનિ દયા પાળે છે, શીલ પાળે છે, ધનાદિ રાખતા નથી, ઉપવાસાદિ તપ કરે છે, સુધાદિપરિષહુ સહન કરે છે, કોઈથી ક્રોધાદિ કરતા નથી, ઉપદેશ આપી બીજાઓને ધર્મમાં લગાવે છે -ઇત્યાદિ ગુણ વિચારી તેમાં ભક્તિભાવ કરે છે, પણ એવા ગુણો તો પરમહંસાદિ અન્યમતીઓમાં તથા જૈનીમિથ્યાષ્ટિઓમાં પણ હોય છે, માટે એમાં અતિવ્યાયિપણું છે, એ વડ સાચી પરીક્ષા થાય નહિ; વળી તે જે ગુણોનો વિચાર કરે છે તેમાં કેટલાક જીવાશ્રિત છે તથા કેટલાક પુદગલાશ્રિત છે, તેની વિશેષતા નહિ જાણવાથી અસમાનજાતીય મુનિપર્યાયમાં એકત્વબુદ્ધિથી તે મિથ્યાષ્ટિ જ રહે છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતારૂપ મોક્ષમાર્ગ એ જ મુનિઓનું સાચું લક્ષણ છે તેને ઓળખતો નથી. જો એ ઓળખાણ થાય તો તે મિથ્યાદષ્ટિ રહે નહિ. એ પ્રમાણે મુનિનું સાચું સ્વરૂપ જ ન જાણે તો તેને સાચી ભક્તિ કેવી રીતે હોય? માત્ર પુણ્યબંધના કારણભૂત શુભક્રિયારૂપ ગુણોને ઓળખી તેની સેવાથી પોતાનું ભલું થવું જાણી તેનામાં અનુરાગી થઈ ભક્તિ કરે છે.
શાસ્ત્રભક્તિનું અન્યથાપણું
હવે શાસ્ત્રભક્તિનું સ્વરૂપ કહીએ છીએ:
કેટલાક જીવ તો આ કેવળી ભગવાનની વાણી છે માટે કેવળીના પૂજ્યપણાથી આ પણ પુજ્ય છે–એમ જાણી ભક્તિ કરે છે, તથા કેટલાક આ પ્રમાણે પરીક્ષા કરે કે-આ શાસ્ત્રોમાં વૈરાગ્યતા, દયા, ક્ષમા, શીલ, સંતોષાદિકનું નિરૂપણ છે માટે તે ઉત્કૃષ્ટ છે. એમ જાણી તેની ભક્તિ કરે છે, પણ એવાં કથન તો અન્ય શાસ્ત્ર-વેદાન્તાદિકમાં પણ હોય છે.
વળી આ શાસ્ત્રોમાં ત્રિલોકાદિનું ગંભીર નિરૂપણ છે માટે ઉત્કૃષ્ટતા જાણી ભક્તિ કરે છે; પરંતુ અહીં અનુમાનાદિકનો તો પ્રવેશ નથી તેથી સત્ય-અસત્યનો નિર્ણય કરીને મહિમા કેવી રીતે જાણે ? માટે એ પ્રમાણે તો સાચી પરીક્ષા થાય નહિ. અહીં તો અનેકાન્તરૂપ સાચા જીવાદિતત્ત્વોનું નિરૂપણ છે તથા સાચો રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ દર્શાવ્યો છે તેથી જૈનશાસ્ત્રોની ઉત્કૃષ્ટતા છે તેને ઓળખતો નથી. કેમકે જો એ ઓળખાણ થઈ જાય તો તે મિથ્યાષ્ટિ રહે નહિ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com