________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
સાતમો અધિકાર
અરહંતાદિકના નામાદિકથી શ્વાનાદિકે સ્વર્ગ પ્રાપ્ત કર્યું ત્યાં તે નામાદિનો જ અતિશય માને છે, પણ પરિણામ વિના નામ લેવાવાળાને પણ સ્વર્ગપ્રાપ્તિ ન થાય તો સાંભળવાવાળાને તો કયાંથી થાય? નામ સાંભળવાના નિમિત્તથી એ શ્વાનાદિકને જે મંદકષાયરૂપ ભાવ થયા, તેનું ફળ તેને સ્વર્ગપ્રાપ્તિ થઈ છે, ઉપચારથી ત્યાં નામની મુખ્યતા કરી છે.
૨૩૧
વળી અ૨હંતાદિના નામ-પૂજનાદિકથી અનિષ્ટ સામગ્રીનો નાશ તથા ઇષ્ટ સામગ્રીની પ્રાપ્તિ થવી માની, રોગાદિ મટાડવા વા ધનાદિની પ્રાપ્તિ અર્થે તેનું નામ લે છે વા પૂજનાદિ કરે છે. પણ ઇષ્ટ-અનિષ્ટના કારણ તો પૂર્વકર્મનો ઉદય છે, અરહંત તો કર્તા નથી, અ૨હંતાદિકની ભક્તિરૂપ શુભોપયોગ પરિણામોથી પૂર્વ પાપનું સંક્રમણાદિ થઈ જાય છે, માટે ત્યાં અનિષ્ટ નાશ અને ઇષ્ટ પ્રાપ્તિના કારણમાં ઉપચારથી અરહંતાદિની ભક્તિ કહીએ છીએ; પણ જે જીવ પહેલાંથી જ સાંસારિક પ્રયોજન સહિત ભક્તિ કરે છે તેને તો પાપનો જ અભિપ્રાય રહ્યો. કાંક્ષા, વિચિકિત્સારૂપ ભાવ થતાં એ વડે પૂર્વ પાપનું સંક્રમણાદિ કેવી રીતે થાય? તેથી તેનું કાર્ય સિદ્ધ થયું નહિ.
વળી કેટલાક જીવ ભક્તિને મોક્ષનું કારણ જાણી તેમાં અતિ અનુરાગી થઈ પ્રવર્તે છે, પણ તે તો જેમ અન્યમતી ભક્તિથી મુક્તિ માને છે તેવું આનું પણ શ્રદ્ધાન થયું; પરંતુ ભક્તિ તો રાગરૂપ છે અને રાગથી બંધ છે માટે તે મોક્ષનું કારણ નથી. રાગનો ઉદય આવતાં જો ભક્તિ ન કરે તો પાપાનુરાગ થાય એટલા માટે અશુભરાગ છોડવા અર્થે જ્ઞાની ભક્તિમાં પ્રવર્તે છે અને મોક્ષમાર્ગમાં બાહ્ય નિમિત્તમાત્ર પણ જાણે છે, પરંતુ ત્યાં જ ઉપાદેયપણું માની સંતુષ્ટ થતો નથી પણ શુદ્ધોપયોગનો ઉધમી રહે છે.
તે જ શ્રી પંચાસ્તિકાયની (ગાથા ૧૩૬ ની ) વ્યાખ્યામાં પણ કહ્યું છે કે-અયં હિ स्थूललक्ष्यतया केवलभक्तिप्राधान्यस्य ज्ञानिनो भवति। उपरितनभूमिकायालब्धास्पदस्यानस्थानरागनिषेधार्थं तीव्ररागज्वरविनोदार्थं वा कदाचिज्ज्ञानिनोऽपि भवतीति ।
અર્થ:- આ ભક્તિ, કેવળભક્તિ જ છે પ્રધાન જેને એવા અજ્ઞાની જીવોને જ હોય છે, તથા તીવ્ર રાગજ્વર મટાડવા અર્થે વા કુસ્થાનના રાગનો નિષેધ કરવાને અર્થે કદાચિત્ જ્ઞાનીને પણ હોય છે.
પ્રશ્ન:- જો એમ છે, તો જ્ઞાની કરતાં અજ્ઞાનીને ભક્તિની વિશેષતા થતી હશે ?
ઉત્તર:- યથાર્થપણાની અપેક્ષાએ તો જ્ઞાનીને સાચી ભક્તિ છે, અજ્ઞાનીને નહિ, તથા રાગભાવની અપેક્ષાએ અજ્ઞાનીને શ્રદ્ધાનમાં પણ ભક્તિને મુક્તિનું કારણ જાણવાથી અતિ અનુરાગ છે; જ્ઞાનીના શ્રદ્ધાનમાં તેને શુભબંધનું કારણ જાણવાથી તેવો અનુરાગ નથી. બાહ્યમાં કદાચિત્ જ્ઞાનીને ઘણો અનુરાગ હોય છે, કદાચિત્ અજ્ઞાનીને પણ હોય છે–એમ જાણવું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com