________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
સાતમો અધિકાર
[૨૨૯
જો ભક્તિ કરે છે તો ચિત્ત તો કયાંય છે, દષ્ટિ ફર્યા કરે છે, તથા મુખેથી પાઠાદિક વા નમસ્કારાદિક કરે છે, પરંતુ તે ઠીક નથી. તેમને હું કોણ છું, કોની સ્તુતિ કરું છું, શું પ્રયોજન અર્થે સ્તુતિ કરું છું, તથા આ પાઠનો શો અર્થ છે?” એ આદિનું કાંઈ ભાન નથી.
કદાચિત્ કુદેવાદિકની પણ સેવા કરવા લાગી જાય છે, ત્યાં સુદેવ-ગુરુ-શાસ્ત્રાદિમાં અને કુદેવ-ગુરુ-શાસ્ત્રાદિમાં વિશેષતાની પિછાણ નથી.
વળી તે દાન આપે છે તો પાત્ર-અપાત્રના વિચારરહિત જેમ પોતાની પ્રશંસા થાય તેમ આપે છે.
તપ કરે છે તો ભૂખ્યા રહેવાથી જેમ પોતાનું મહંતપણું થાય તે કાર્ય કરે છે; પણ પરિણામોની પિછાણ નથી.
વ્રતાદિક ધારે છે તો બાહ્યક્રિયા ઉપર જ દષ્ટિ છે; તેમાં પણ કોઈ સાચી ક્રિયા કરે છે તો કોઈ જૂઠી કરે છે, પણ અંતરંગ રાગાદિકભાવ થાય છે તેનો તો વિચાર જ નથી; અથવા બાહ્ય સાધન પણ રાગાદિક પોષવા કરે છે.
વળી પૂજા-પ્રભાવનાદિ કાર્ય કરે છે તો ત્યાં લોકમાં પોતાની જેમ મોટાઈ થાય ના વિષયકષાય પોષાય તેમ એ કાર્યો કરે છે, તથા ઘણાં હિંસાદિક ઉપજાવે છે.
પણ એ કાર્યો તો પોતાના વા અન્ય જીવોના પરિણામ સુધારવા માટે કહ્યાં છે, વળી ત્યાં કિંચિત્ હિંસાદિક પણ થાય છે, પરંતુ ત્યાં થોડો અપરાધ થાય અને ઘણો ગુણ થાય તે કાર્ય કરવું કહ્યું છે; હવે પરિણામોની તો ઓળખાણ નથી કે-અહીં અપરાધ કેટલો થાય છે, અને ગુણ કેટલો થાય છે, એ પ્રમાણે નફા-તોટાનું કે વિધિ-અવિધિનું જ્ઞાન નથી.
વળી શાસ્ત્રાભ્યાસ કરે છે તો ત્યાં પદ્ધતિરૂપ પ્રવર્તે છે, જો વાંચે છે તો બીજાઓને સંભળાવી દે છે, ભણે છે તો પોતે ભણી જાય છે તથા સાંભળે છે તો કહે છે તે સાંભળી લે છે; પણ શાસ્ત્રાભ્યાસનું જે પ્રયોજન છે, તેને પોતે અંતરંગમાં અવધારતો નથી. ઇત્યાદિક ધર્મકાર્યોના મર્મને પિછાણતો નથી.
કોઈ તો કુળમાં જેમ વડીલો પ્રવર્તે તેમ અમારે પણ કરવું, અથવા બીજાઓ કરે છે તેમ અમારે પણ કરવું, વા આ પ્રમાણે કરવાથી અમારા લોભાદિકની સિદ્ધિ થશે. ઇત્યાદિ વિચારપૂર્વક અભૂતાર્થધર્મને સાધે છે.
વળી કેટલાક જીવો એવા હોય છે કે જેમને કંઈક તો કુળાદિરૂપ બુદ્ધિ છે તથા કંઈક ધર્મબુદ્ધિ પણ છે, તેથી તેઓ કંઈક પૂર્વોક્ત પ્રકારે પણ ધર્મનું સાધન કરે છે,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com