________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
સાતમો અધિકાર
[ ૨૨૭
પ્રશ્ન:- એ કાર્યો જૈનધર્મમાં જેવાં છે, તેવાં અન્યમતમાં હોતાં નથી, તેથી ત્યાં અતિવ્યાપ્તિ દોષ નથી?
ઉત્તર:- એ તો સત્ય છે, એમ જ છે, પરંતુ જેવાં તું દયાદિક માને છે, તેવાં તો તેઓ પણ નિરૂપણ કરે છે. પરજીવોની રક્ષાને તું દયા કહે છે, ત્યારે તેઓ પણ તે જ કહે છે. એ જ પ્રમાણે અન્ય પણ જાણવાં.
ત્યારે તે કહે છે કે-તેમનામાં એ બરાબર નથી, કેમકે તેઓ કોઈ વખત દયા પ્રરૂપે છે, કોઈ વખત હિંસા પ્રરૂપે છે.
ઉત્તર:- ત્યાં દયાદિકનો અંશમાત્ર તો આવ્યો ! માટે એ લક્ષણોને અતિવ્યાપ્તિ-પણું હોય છે, તેથી એનાથી સાચી પરીક્ષા થાય નહિ.
તો કેવી રીતે થાય? જૈનધર્મમાં તો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને મોક્ષમાર્ગ કહ્યો છે, ત્યાં સત્ય દેવાદિક વા જીવાદિકનું શ્રદ્ધાન કરવાથી સમ્યગ્દર્શન થાય છે, તેને યથાર્થ જાણતાં સમ્યજ્ઞાન થાય છે, તથા ખરેખરા રાગાદિક મટતાં સમ્મચારિત્ર થાય છે. હવે તેના સ્વરૂપનું જેવું જૈનમતમાં નિરૂપણ કર્યું છે, તેવું કોઈપણ ઠેકાણે નિરૂપણ કર્યું નથી, તથા જૈન વિના અન્યમતીઓ એવાં કાર્યો કરી શકતા નથી. માટે એ જ જૈનમતનું સાચું લક્ષણ છે. એ લક્ષણને ઓળખીને જે પરીક્ષા કરે છે તે જ શ્રદ્ધાની છે, પણ એ વિના અન્ય પ્રકારથી જે પરીક્ષા કરે છે, તે મિથ્યાદષ્ટિ જ રહે છે.
વળી કેટલાક સંગતિ વડે જૈનધર્મ ધારે છે, કેટલાક મહાન પુરુષને જૈનધર્મમાં પ્રવર્તતા દેખી પોતે પણ તેમાં પ્રવર્તે છે, તથા કોઈ દેખાદેખી જૈનધર્મની શુદ્ધ અશુદ્ધ ક્રિયાઓમાં પ્રવર્તે છે, -ઇત્યાદિ અનેક પ્રકારના જીવો પોતે તો વિચારપૂર્વક જૈનધર્મનાં રહસ્યને પિછાણતા નથી, અને જૈન નામ ધરાવે છે, તે સર્વ મિથ્યાદષ્ટિ જ જાણવાં.
હા, એટલું ખરું કે જૈનમતમાં પાપપ્રવૃત્તિ વિશેષ થઈ શકતી નથી અને પુણ્યનાં નિમિત્ત ઘણાં છે, તથા સાચા મોક્ષમાર્ગનાં કારણ પણ ત્યાં બન્યાં રહે છે, તેથી જે કુળાદિકથી પણ જેની છે તેઓ બીજાઓ કરતાં તો ભલા જ છે.
[ સાંસારિક પ્રયોજન અર્થે ધર્મધારક વ્યવહારાભાસી]
જે જીવ આજીવિકા અર્થે, મોટાઈ માટે, વા કોઈ વિષય-કપાય સંબંધી પ્રયોજન વિચારી કપટથી જૈન થાય છે તે તો પાપી જ છે; કારણ કે-અતિ તીવ્રકષાય થતાં જ એવી બુદ્ધિ થાય છે; તેમનું સુલઝવું પણ કઠણ છે. જૈનધર્મ તો સંસારનાશના અર્થે સેવવામાં આવે છે, જે એ વડે સાંસારિક પ્રયોજન સાધવા ઇચ્છે છે તે મોટો અન્યાય કરે છે, માટે તે તો મિથ્યાષ્ટિ જ છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com