________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૦ ]
તથા કંઈક આગમમાં કહ્યું તેમનામાં મિશ્રપણું હોય છે.
મોક્ષમાર્ગ પ્રકાશક
તે પ્રમાણે પણ પોતાના પરિણામોને સુધારે છે; એ પ્રમાણે
[ધર્મબુદ્ધિથી ધર્મધા૨ક વ્યવહા૨ાભાસી ]
વળી કેટલાક ધર્મબુદ્ધિથી ધર્મ સાધે છે પરંતુ નિશ્ચયધર્મને જાણતા નથી, તેથી તેઓ અભૂતાર્થરૂપ ધર્મને સાધે છે, અર્થાત્ માત્ર વ્યવહારસમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને મોક્ષમાર્ગ જાણી તેનું સાધન કરે છે.
સમ્યગ્દર્શનનું અન્યથારૂપ
શાસ્ત્રમાં દેવ-ગુરુ-ધર્મની પ્રતીતિ કરવાથી સમ્યક્ત્વ હોવું કહ્યું છે, એવી આજ્ઞા માની અરહંતદેવ, નિગ્રંથગુરુ તથા જૈનશાસ્ત્ર વિના બીજાઓને નમસ્કારાદિ કરવાનો ત્યાગ કર્યો છે, પરંતુ તેના ગુણ-અવગુણની પરીક્ષા કરતા નથી અથવા પરીક્ષા પણ જો કરે છે તો તત્ત્વજ્ઞાનપૂર્વક સાચી પરીક્ષા કરતા નથી પણ માત્ર બાહ્યલક્ષણો વડે પરીક્ષા કરે છે, અને એવી પ્રતીતિ વડે તેઓ સુદેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિમાં પ્રવર્તે છે. તે અહીં કહીએ છીએ
દેવભક્તિનું અન્યથારૂપ
અદ્ભુતદેવ ઇન્દ્રાદિ દ્વારા પૂજ્ય છે, અનેક અતિશય સહિત છે, ક્ષુધાદિદોષ રહિત છે, શરીરની સુંદરતાને ધારણ કરે છે. સ્ત્રીસંગમાદિથી રહિત છે, દિવ્યધ્વનિ વડે ઉપદેશ આપે છે, કેવલજ્ઞાન વડે લોકાલોકને જાણે છે. તથા જેણે કામ-ક્રોધાદિ નાશ કર્યા છે-ઇત્યાદિ વિશેષણ કહે છે; તેમાં કેટલાંક વિશેષણ તો પુદ્દગલાશ્રિત છે તથા કેટલાંક વિશેષણ જીવાશ્રિત છે, તેને ભિન્નભિન્ન ઓળખતો નથી. જેમ કોઈ અસમાનજાતીય મનુષ્યાદિ પર્યાયોમાં ભિન્નતા ન જાણી મિથ્યાદષ્ટિને ધારણ કરે છે તેમ આ પણ અસમાનજાતીય અરહંતપર્યાયમાં જીવ-પુદ્દગલનાં વિશેષણોને ભિન્ન ન જાણી મિથ્યાદષ્ટિપણું ધા૨ણ કરે છે.
વળી બાહ્ય વિશેષણો છે તેને તો જાણી તેનાથી અરહંતદેવનું મહાનપણું વિશેષ માને છે, અને જે જીવનાં વિશેષણો છે તેને યથાવત્ ન જાણતાં એ વડે અર ંતદેવનું મહાનપણું આજ્ઞાનુસાર માને છે, અથવા અન્યથા માને છે. જો જીવનાં યથાવત્ વિશેષણો જાણે તો મિથ્યાદષ્ટિ રહે નહિ.
વળી તે અરહંતોને સ્વર્ગ-મોક્ષદાતા દીનદયાળ, અધમોદ્ધારક અને પતિત-પાવન માને છે, તે તો જેમ અન્યમતીઓ કર્તૃત્વબુદ્ધિથી ઇશ્વરને માને છે, તેમ આ પણ અરહંતને માને છે, પણ એમ નથી જાણતો કે-ફળ તો પોતાના પરિણામોનું લાગે છે. તેને અરહંત તો નિમિત્તમાત્ર છે, તેથી ઉપચારથી એ વિશેષણો સંભવે છે.
પોતાના પરિણામ શુદ્ધ થયા વિના અરહંત પણ સ્વર્ગ-મોક્ષાદિ દાતા નથી. વળી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com