________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
સાતમો અધિકાર
[૨૪૩
ઉત્તરઃ- જે ધર્મસાધનનું ફળ સ્વર્ગ માને છે તે જ ધર્મસાધનનું ફળ તે મોક્ષ માને છે. કોઈ જીવ ઈંદ્રાદિપદ પામે તથા કોઈ મોક્ષ પામે ત્યાં એ બંનેને એકજાતિના ધર્મનું ફળ થયું માને છે. એવું તો માને છે કે-જેને થોડું સાધન હોય છે તે ઇંદ્રાદિપદ પ્રાપ્ત કરે છે તથા જેને સંપૂર્ણ સાધન હોય છે તે મોક્ષ પ્રાપ્ત કરે છે, પરંતુ ત્યાં તે ધર્મની જાતિ એક જાણે છે, હવે જે કારણની જાતિ એક જાણે છે તેને કાર્યની પણ એક જાતિનું શ્રદ્ધાન અવશ્ય હોય. કારણ કે-કારણવિશેષતા થતાં જ કાર્યવિશેષતા થાય છે, તેથી અમે નિશ્ચય કર્યો કે તેના અભિપ્રાયમાં ઇંદ્રાદિસુખ અને સિદ્ધસુખની જાતિમાં એક જાતિનું શ્રદ્ધાન છે.
વળી કર્મનિમિત્તથી આત્માને પાધિ ભાવ હતા તેનો અભાવ થતાં પોતે શુદ્ધ સ્વભાવરૂપ કેવળ આત્મા થયો; જેમ પરમાણુ સ્કંધથી છૂટતાં શુદ્ધ થાય છે તેમ આ કર્માદિકથી ભિન્ન થઈને શુદ્ધ થાય છે પણ તેમાં વિશેષતા એટલી છે કે-તે (પરમાણુ) બંને અવસ્થામાં દુઃખી-સુખી નથી, પરંતુ આત્મા અશુદ્ધ અવસ્થામાં દુઃખી હતો, હવે તેનો અભાવ થવાથી નિરાકુળલક્ષણ અનંતસુખની પ્રાપ્તિ થઈ.
ઇંદ્રાદિકોને જે સુખ છે તે તો કપાયભાવોથી આકુળતારૂપ છે તેથી તે પરમાર્થથી દુઃખ જ છે; એટલા માટે તેની અને આની એક જાતિ નથી. વળી સ્વર્ગસુખનું કારણ તો પ્રશસ્તરાગ છે ત્યારે મોક્ષસુખનું કારણ વીતરાગભાવ છે તેથી કારણમાં પણ ભેદ છે; પરંતુ એવો ભાવ તેને ભાસતો નથી.
તેથી મોક્ષનું પણ તેને સાચું શ્રદ્ધાન નથી.
એ પ્રમાણે તેને સાચું તત્ત્વશ્રદ્ધાન નથી, તેથી શ્રી સમયસાર ગાથા ર૭૬-૭૭ ની ટીકામાં પણ કહ્યું છે કે-“અભવ્યને તત્ત્વશ્રદ્ધાન થવા છતાં પણ મિથ્યાદર્શન જ રહે છે, X
x अभव्यो हि नित्यकर्मफलचेतनारूपं वस्तु श्रद्धत्ते, नित्यज्ञानचेतनामात्रं न तु श्रद्धत्ते नित्यमेव भेदविज्ञानहत्वात्। ततः स कर्ममोक्षनिमित्तं ज्ञानमात्रं भूतार्थं धर्मं न श्रद्धत्ते भोगनिमित्तं शुभकर्ममात्रमभूतार्थमेव श्रद्धत्ते।। तत एवासौ अभूतार्थधर्मश्रद्धानप्रत्ययनरोचनस्पर्शनैरुपरितनग्रैवेयकभोगमात्रमारकंदन्न पुनः कदाचनापि विमुच्यते, ततोऽस्य भूतार्थधर्मश्रद्धानाभावात् श्रद्धानमपि नास्ति। एवं सति तु निश्चयनयस्य व्यवहारनयप्रतिषेधो युज्यत एव।।
અર્થ- અભવ્ય જીવ નિત્યકર્મફલચેતનારૂપ વસ્તુનું શ્રદ્ધાન કરે છે. પરંતુ નિત્યજ્ઞાનચેતનામાત્ર વસ્તુનું શ્રદ્ધાન કરતો જ નથી; કારણ અભવ્ય જીવ સદાય સ્વ-પરના ભેદજ્ઞાનને યોગ્ય જ નથી તેથી તે અભવ્ય જીવ જ્ઞાનમાત્ર સત્યાર્થધર્મ કે જે કર્મક્ષયનો હેતુ છે તેને શ્રદ્ધાન કરતો નથી પરંતુ શુભ કર્મમાત્ર અસત્યાર્થધર્મ કે જે ભોગનો હેતુ છે તેનું જ શ્રદ્ધાન કરે છે તેથી તે અભવ્ય જીવ અભૂતાર્થ ધર્મના શ્રદ્ધાન-પ્રતીતિ-રુચિ અને સ્પર્શન એ વડે અંતિમરૈવેયક સુધીના ભોગમાત્રને પ્રાપ્ત થાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com