________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૬ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
તથા બાહ્યચેષ્ટા થાય તેને યોગ જાણે, પણ શક્તિભૂત યોગોને ન જાણે.
એ પ્રમાણે તે આગ્નવોનું સ્વરૂપ અન્યથા જાણે છે.
વળી રાગ-દ્વેષ-મોહરૂપ જે આગ્નવભાવ છે, તેનો તો નાશ કરવાની ચિંતા નથી, અને બાહ્યક્રિયા વા બાહ્યનિમિત્ત મટાડવાનો ઉપાય રાખે છે, પણ એ મટવાથી કાંઈ આસ્રવ મટતા નથી. કારણ કે દ્રવ્યલિંગી મુનિ અન્યદેવાદિકની સેવા કરતા નથી, હિંસા વા વિષયોમાં પ્રવર્તતા નથી, ક્રોધાદિ કરતા નથી, તથા મન-વચન-કાયાને રોકે છે, તો પણ તેને મિથ્યાત્વાદિ ચારે આસ્રવ હોય છે, બીજું એ કાર્યો તેઓ કપટ વડ પણ કરતા નથી, જો કપટથી કરે તો તે રૈવેયક સુધી કેવી રીતે પહોંચે ? માટે અંતરંગ અભિપ્રાયમાં મિથ્યાત્વાદિરૂપ રાગાદિભાવ છે તે જ આસ્રવ છે.
તેને ઓળખતો નથી તેથી તેને આસ્રવતત્ત્વનું પણ સાચું શ્રદ્ધાન નથી.
બંધતત્ત્વનું અન્યથારૂપ
વળી બંધતત્ત્વમાં જે અશુભભાવોથી નરકાદિરૂપ પાપબંધ થાય તેને તો બૂરો જાણે અને શુભભાવ વડે દેવાદિરૂપ પુણ્યબંધ થાય તેને ભલો જાણે; પણ એ પ્રમાણે દુઃખ સામગ્રીમાં વૈષ અને સુખ સામગ્રીમાં રાગ તો બધા જીવોને હોય છે, તેથી તેને પણ રાગ-દ્વેષ કરવાનું શ્રદ્ધાન થયું. જેવો આ પર્યાયસંબંધી સુખ-દુઃખસામગ્રીમાં રાગ-દ્વેષ કરવો થયો, તેવો જ ભાવી પર્યાયસંબંધી સુખ-દુઃખસામગ્રીમાં રાગ-દ્વેષ કરવો થયો.
વળી શુભાશુભભાવો વડે પુણ્ય-પાપનાં વિશેષો તો અઘાતિકર્મોમાં થાય છે, પણ અઘાતિકર્મો આત્મગુણનાં ઘાતક નથી. બીજું શુભાશુભભાવોમાં ઘાતિકર્મોનો તો નિરંતર બંધ થાય છે, જે સર્વ પાપરૂપ જ છે અને એ જ આત્મગુણનો ઘાતક છે; માટે અશુદ્ધ (શુભાશુભ ) ભાવો વડે કર્મબંધ થાય છે તેમાં ભલો-બૂરો જાણવો એ જ મિથ્યાશ્રદ્ધાન છે.
એવા શ્રદ્ધાનથી બંધતત્ત્વનું પણ તેને સત્યશ્રદ્ધાન નથી.
સંવરતવનું અન્યથારૂપ
વળી સંવરતત્ત્વમાં અહિંસાદિરૂપ શુભાસૂવભાવને સંવર માને છે, પરંતુ એક જ કારણથી પુણ્યબંધ પણ માનીએ તથા સંવર પણ માનીએ એમ બને નહિ.
પ્રશ્ન:- મુનિને એક કાળમાં એક ભાવ થાય છે, ત્યાં તેમને બંધ પણ થાય છે તથા સંવર-નિર્જરા પણ થાય છે, તે કેવી રીતે?
ઉત્તર - એ ભાવ મિશ્રરૂપ છે, કંઈક વીતરાગ થયા છે તથા કંઈક સરાગ રહેલ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com