________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૬]
મોક્ષમાર્ગ પ્રકાશક
વળી તે કહ્યું કે જિનવચનમાં સંશય કરવાથી સમ્યકત્વમાં શંકા નામનો દોષ થાય છે, પણ “ન માલૂમ આ કેમ હશે? એવું માની નિર્ણય ન કરીએ ત્યાં શંકા નામનો દોષ થાય, તથા જો નિર્ણય કરવા માટે વિચાર કરતાં જ સમ્યકત્વમાં દોષ લાગે તો અસહસ્ત્રીમાં આજ્ઞાપ્રધાની કરતાં પરીક્ષાપ્રધાનને ઉત્તમ શામાટે કહ્યો? પૃચ્છના આદિને સ્વાધ્યાયનાં અંગ કેવી રીતે કહ્યાં? પ્રમાણ-નય વડ પદાર્થોનો નિર્ણય કરવાનો ઉપદેશ શામાટે આપ્યો? માટે પરીક્ષા કરી આજ્ઞા માનવી યોગ્ય છે.
પણ કેટલાક પાપી પુરુષે પોતાનું કલ્પિત કથન કર્યું છે અને જિનવચન ઠરાવ્યું છે તેને જૈનમતનાં શાસ્ત્ર જાણી પ્રમાણ ન કરવું, ત્યાં પણ પ્રમાણાદિથી પરીક્ષા કરી વા પરસ્પર શાસ્ત્રોથી તેની વિધિ મેળવી, વા “આ પ્રમાણે સંભવિત છે કે નહિ ?” એવો વિચાર કરી વિરુદ્ધ અર્થને મિથ્યા જ જાણવો.
જેમ કોઈ ઠગે પોતે પત્ર લખી તેમાં લખવાવાળાની જગ્યાએ કોઈ શાહુકારનું નામ લખ્યું હોય, ત્યાં તેના નામના ભ્રમથી કોઈ પોતાનું ધન ઠગાય તો તે દરિદ્રી જ થાય; તેમ કોઈ દુરાશયીએ પોતે ગ્રંથાદિક બનાવી તેમાં કર્તાનું નામ જિન, ગણધર અને આચાર્યોનું ધર્યું હોય ત્યાં એ નામના ભ્રમથી કોઈ જૂઠું શ્રદ્ધાન કરે, તો તે મિથ્યાષ્ટિ જ થાય.
પ્રશ્ન:- તો ગોમ્મસાર ગાથા ર૭માં એમ કહ્યું છે કે સમ્યગ્દષ્ટિ જીવ અજ્ઞાની ગુરુના નિમિત્તથી જૂઠું પણ શ્રદ્ધાન કરે તો આજ્ઞા માનવાથી સમ્યગ્દષ્ટિ જ છે”—એ કથન કેવી રીતે કર્યું
છે?
ઉત્તરઃ- જે પ્રત્યક્ષ અનુમાનાદિગોચર નથી, તથા સૂક્ષ્મપણાથી જેનો નિર્ણય ન થઈ શકે તેની અપેક્ષાએ એ કથન છે, પણ મૂળભૂત દેવ-ગુરુ-ધર્માદિક વા તત્ત્વાદિકનું અન્યથા શ્રદ્ધાન થતાં તો સમ્યગ્દર્શન સર્વથા રહે જ નહિ–એવો જ નિશ્ચય કરવો. માટે પરીક્ષા કર્યા વિના કેવળ આજ્ઞા વડે જ જે જૈની છે, તે પણ મિથ્યાષ્ટિ જાણવા.
વળી કેટલાક પરીક્ષા કરીને પણ જૈની થાય છે, પરંતુ મૂળ પરીક્ષા કરતા નથી, માત્ર દયા-શીલ-તપ-સંયમાદિ ક્રિયાઓ વડે, પૂજા-પ્રભાવનાદિ કાર્યો વડે, અતિશય-ચમત્કારાદિ વડે વા જૈનધર્મથી “ઇષ્ટપ્રાપ્તિ થવાના કારણે જૈનમતને ઉત્તમ જાણી પ્રીતિવાન થઈ જૈની થાય છે. પરંતુ અન્યમતમાં પણ એવાં કાર્યો તો હોય છે. તેથી એ લક્ષણોમાં તો અતિવ્યાતિ દોષ હોય છે.
१ सम्माइट्ठी जीवो उवइ8 पवयणं तु सद्दहदि।
સદ્દરિ મનભાવે નાળાસો ગુરુળિયો TT TT ર૭ | (જીવકાંડ)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com