________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
સાતમો અધિકાર
[ ૨૨૧
નિર્વિકારભાવથી કોઈના ઘરે જાય, અને યથાયોગ્ય પ્રવર્તે તો કાંઈ દોષ નથી; તેમ ઉપયોગરૂપ પરિણતિ રાગ-દ્વેષભાવથી પરદ્રવ્યોમાં પ્રવર્તતી હતી, તેને મના કરી કહ્યું કે “પદ્રવ્યોમાં ન પ્રવર્ત, સ્વરૂપમાં મગ્ન રહે; પણ જે ઉપયોગરૂપ પરિણતિ વીતરાગભાવથી પરદ્રવ્યોને જાણી યથાયોગ્ય પ્રવર્તે તો તેને કાંઈ દોષ નથી.
પ્રશ્ન:- જો એમ છે, તો મહામુનિ પરિગ્રાદિના ચિંતવનનો ત્યાગ શામાટે કરે છે?
ઉત્તર:- જેમ વિકારરહિત સ્ત્રી કુશીલના કારણરૂપ પરઘરોનો ત્યાગ કરે છે, તેમ વીતરાગ પરિણતિ રાગ-દ્વેષના કારણરૂપ પરદ્રવ્યોનો ત્યાગ કરે છે; પણ જે વ્યભિચારનાં કારણ નથી એવાં પરઘર જવાનો ત્યાગ નથી; તેમ જે રાગ-દ્વેષનાં કારણ નથી એવાં પરદ્રવ્ય જાણવાનો ત્યાગ નથી.
ત્યારે તે કહે છે કે જેમ સ્ત્રી પ્રયોજન જાણી પિતાદિકના ઘરે જાય તો ભલે જાય પણ પ્રયોજન વિના જેના–તેના ઘરે જવું તે યોગ્ય નથી; તેમ પરિણતિને પ્રયોજન જાણી સપ્ત તત્ત્વોનો વિચાર કરવો તો યોગ્ય છે, પરંતુ વિના પ્રયોજન ગુણસ્થાનાદિકનો વિચાર કરવો યોગ્ય નથી.
સમાધાન:- જેમ સ્ત્રી પ્રયોજન જાણી પિતાદિ વા મિત્રાદિકના ઘરે પણ જાય, તેમ પરિણતિ તત્ત્વોનાં વિશેષ જાણવા માટે ગુણસ્થાનાદિક અને કર્માદિકને પણ જાણે. અહીં એમ જાણવું કે-જેમ શીલવતી સ્ત્રી ઉધમ કરીને તો વિટપુરુષના સ્થાનમાં જતી નથી, પણ પરવશતાથી ત્યાં જવું બની જાય, અને ત્યાં કુશીલ ન સેવે, તો તે સ્ત્રી શીલવતી જ છે; તેમ વીતરાગ પરિણતિ ઉપાય કરીને તો રાગાદિક માટે પરદ્રવ્યોમાં લાગે નહિ. પણ સ્વયં તેનું જાણવું થઈ જાય, અને ત્યાં રાગાદિક ન કરે તો તે પરિણતિ શુદ્ધ જ છે. તેથી શ્રી આદિનો પરિષહું મુનિજનોને હોય અને તેને તેઓ જાણે જ નહિ, માત્ર પોતાના સ્વરૂપનું જાણવું જ રહે એમ માનવું મિથ્યા છે; તેને તેઓ જાણે તો છે, પરંતુ રાગાદિક કરતા નથી.
એ પ્રમાણે પરદ્રવ્યોને જાણવા છતાં પણ વીતરાગભાવ હોય છે, એવું શ્રદ્ધાન કરવું.
પ્રશ્ન:- જો એમ છે, તો શાસ્ત્રમાં એક શામાટે કહ્યું છે કે-આત્માનું શ્રદ્ધાન-જ્ઞાનઆચરણ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે?
ઉત્તર:- અનાદિકાળથી પરદ્રવ્યોમાં પોતારૂપે શ્રદ્ધાન-જ્ઞાન-આચરણ હતું તેને છોડાવવા માટે એ ઉપદેશ છે. પોતાનામાં જ પોતારૂપ શ્રદ્ધાન-જ્ઞાન-આચરણ થવાથી પરદ્રવ્યમાં રાગદ્વષાદિ પરિણતિ કરવાનું શ્રદ્ધાન-જ્ઞાન વા આચરણ મટી જાય ત્યારે સમ્યગ્દર્શનાદિ થાય છે; પણ જો પરદ્રવ્યનું પરદ્રવ્યરૂપ શ્રદ્ધાનાદિ કરવાથી સમ્યગ્દર્શનાદિ ન થતાં હોય, તો કેવળીભગવાનને પણ તેનો અભાવ થાય, જ્યાં પરદ્રવ્યને બૂરાં જાણવા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com