________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૦]
મોક્ષમાર્ગ પ્રકાશક
અર્થ:- આ ભેદવિજ્ઞાન ત્યાં સુધી નિરંતર ભાવવું કે જ્યાં સુધી પરથી છૂટી જ્ઞાન જ્ઞાનમાં સ્થિર થાય, માટે ભેદવિજ્ઞાન છૂટતાં પરનું જાણવું મટી જાય છે, કેવળ પોતે પોતાને જ જાણ્યા કરે છે.”
હવે ત્યાં તો આમ કહ્યું છે કે પૂર્વે સ્વ-પરને એક જાણતો હતો, પછી એ બંને જુદાં જાણવા માટે ભેદવિજ્ઞાનને ત્યાં સુધી જ ભાવવું યોગ્ય છે કે જ્યાં સુધી જ્ઞાન પરરૂપને ભિન્ન જાણી પોતાના જ્ઞાનસ્વરૂપમાં જ નિશ્ચિત થાય, પણ તે પછી ભેદવિજ્ઞાન કરવાનું પ્રયોજન રહેતું નથી; પરને પરરૂપ અને આપને આપરૂપ સ્વયં જાણ્યા જ કરે છે; પણ અહીં એમ નથી કેપરદ્રવ્યને જાણવાનું જ મટી જાય છે. કારણ કે-પરદ્રવ્યને જાણવાં વા સ્વદ્રવ્યના વિશેષો જાણવાનું નામ વિકલ્પ નથી.
તો કેવી રીતે છે? તો કહીએ છીએ-રાગ-દ્વષવશથી કોઈ જ્ઞયને જાણવામાં ઉપયોગ લગાવવો, વા કોઈ જ્ઞયને જાણતાં ઉપયોગને છોડાવવો, એ પ્રમાણે વારંવાર ઉપયોગને ભમાવવો તેનું નામ વિકલ્પ છે. તથા જ્યાં વીતરાગરૂપ થઈ જેને જાણે છે તેને યથાર્થ જાણે છે, અન્ય અન્ય જ્ઞયને જાણવા માટે ઉપયોગને ભમાવતો નથી ત્યાં નિર્વિકલ્પદશા જાણવી.
પ્રશ્ન:- છમસ્થનો ઉપયોગ તો નાના શેયમાં અવશ્ય ભમે, તો ત્યાં નિર્વિકલ્પતા કેવી રીતે સંભવે ?
ઉત્તર:- જેટલો કાળ એક જાણવારૂપ રહે, તેટલો કાળ નિર્વિકલ્પતા નામ પામે, સિદ્ધાંતમાં ધ્યાનનું લક્ષણ એવું જ કહ્યું છે.
પુણાવિંતાનિરોધો ધ્યાનમ (મોક્ષશાસ્ત્ર અ. ૮ સૂત્ર-૨૭)
એકનું મુખ્ય ચિંતવન હોય તથા અન્ય ચિંતવન રોકાય તેનું નામ ધ્યાન છે. સૂત્રની સર્વાર્થસિદ્ધિ ટીકામાં તો આમ વિશેષ કહ્યું છે કે “જો સર્વ ચિંતા રોકવાનું નામ ધ્યાન હોય તો અચેતનપણું થઈ જાય.” વળી એવી પણ વિવિક્ષા છે કે સંતાન અપેક્ષા નાના શયનું પણ જાણવું થાય છે, પરંતુ જ્યાંસુધી વીતરાગતા રહે, રાગાદિક વડે પોતે ઉપયોગને ભમાવે નહિ ત્યાંસુધી નિર્વિકલ્પદશા કહીએ છીએ.
પ્રશ્ન:- જો એમ છે, તો પરદ્રવ્યથી છોડાવી ઉપયોગને સ્વરૂપમાં લગાવવાનો ઉપદેશ શા માટે આપ્યો છે?
ઉત્તર:- જે શુભ-અશુભ ભાવોનાં કારણરૂપ પરદ્રવ્ય છે, તેમાં ઉપયોગ લાગતાં જેને રાગ-દ્વેષ થઈ આવે છે તથા સ્વરૂપચિંતવન કરે તો જેને રાગ-દ્વેષ ઘટે છે, એવા નીચલી અવસ્થાવાળા જીવોને પૂર્વોક્ત ઉપદેશ છે. જેમ-કોઈ સ્ત્રી વિકારભાવથી કોઈના ઘરે જતી હતી, તેને મનાઈ કરી કે પરઘરે ન જા, ઘરમાં બેસી રહે; તથા જે સ્ત્રી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com