________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૮]
મોક્ષમાર્ગ પ્રકાશક
કાંઈ ચિંતવન જેવું કરે છે, કોઈ વેળા વાતો બનાવે છે, તથા કોઈ વેળા ભોજનાદિ કરે છે; પણ પોતાનો ઉપયોગ નિર્મળ કરવા માટે તું શાસ્ત્રાભ્યાસ, તપશ્ચરણ અને ભક્તિ આદિ કાર્યોમાં પ્રવર્તતો નથી; માત્ર શુન્ય જેવો પ્રમાદી થવાનું નામ શુદ્ધોપયોગ ઠરાવી, ત્યાં કલેશ થોડો થવાથી જેમ કોઈ આળસુ બની પડયા રહેવામાં સુખ માને, તેમ તું આનંદ માને છે.
અથવા જેમ કોઈ સ્વપ્નમાં પોતાને રાજા માની સુખી થાય તેમ તું પોતાને ભ્રમથી સિદ્ધસમાન શુદ્ધ માની પોતાની મેળે જ આનંદિત થાય છે, અથવા જેમ કોઈ ઠેકાણે રતિ માની કોઈ સુખી થાય, તેમ કાંઈક વિચાર કરવામાં રતિ માની સુખી થાય તેને તે અનુભવજનિત આનંદ કહે છે. વળી જેમ કોઈ, કોઈ ઠેકાણે અરતિ માની ઉદાસ થાય છે, તેમ વ્યાપારાદિક અને પુત્રાદિકને ખેદનું કારણ જાણી તેનાથી ઉદાસ રહે છે તેને તું વૈરાગ્ય માને છે; પણ એવા જ્ઞાનવૈરાગ્ય તો કષાયગર્ભિત છે. વીતરાગરૂપ ઉદાસીનદશામાં તો જે નિરાકુળતા થાય છે તે સાચો આનંદ, જ્ઞાન, વૈરાગ્ય જ્ઞાની જીવોને ચારિત્રમોહની હીનતા થતાં પ્રગટ થાય છે.
વળી તે વ્યાપારાદિ કલેશ છોડી ઇચ્છાનુસાર ભોજનાદિ વડે સુખી થતો પ્રવર્તે છે, અને પોતાને ત્યાં કષાયરહિત માને છે, પરંતુ એ પ્રમાણે આનંદરૂપ થતાં તો રૌદ્રધ્યાન હોય છે, અને
જ્યાં સુખસામગ્રી છોડી દુખસામગ્રીનો સંયોગ થતાં સંકલેશ ન થાય, રાગ-દ્વેષ ન ઊપજે ત્યાં નિષ્કપાયભાવ હોય છે.
એ પ્રમાણે ભ્રમરૂપ પ્રવૃત્તિ તેમની હોય છે.
એ પ્રકારે જે જીવો કેવળ નિશ્ચયાભાસના અવલંબી છે, તે મિથ્યાદષ્ટિ જાણવા. જેમ વેદાંતી વા સાંખ્યમતવાળા જીવ કેવળશુદ્ધાત્માના શ્રદ્ધાની છે, તેમ આ પણ જાણવા; કારણ કેશ્રદ્ધાનની સમાનતાથી તેમનો ઉપદેશ આમને ઇષ્ટ લાગે છે, અને આનો ઉપદેશ તેમને ઈષ્ટ લાગે
વળી તે જીવોને એવું શ્રદ્ધાન છે કે-કેવળ શુદ્ધાત્માના ચિંતવનથી તો સંવર-નિર્જરા થાય છે, વા ત્યાં મુક્તાત્માના સુખનો અંશ પ્રગટ થાય છે; તથા જીવના ગુણસ્થાનાદિ અશુદ્ધભાવોનું અને પોતાના સિવાય અન્ય જીવ-પુદ્ગલાદિનું ચિંતવન કરવાથી આગ્નવ-બંધ થાય છે, માટે તે અન્ય વિચારથી પરાભુખ રહે છે.
એ પણ સત્ય શ્રદ્ધાન નથી; કારણ કે-શુદ્ધ સ્વદ્રવ્યનું ચિંતવન કરો અથવા અન્ય ચિંતવન કરો, પણ જો વીતરાગસહિત ભાવ હોય, તો ત્યાં સંવર-નિર્જરા જ છે અને જ્યાં રાગાદિરૂપ ભાવ હોય, ત્યાં આસ્રવ-બંધ જ છે, જો પરદ્રવ્યને જાણવાથી જ આસવ-બંધ થાય તો કેવળીભગવાન સમસ્ત પરદ્રવ્યને જાણે છે તેથી તેમને પણ આસ્રવ-બંધ થાય.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com