________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
સાતમો અધિકાર
[ ૨૧૭
ઘણી ખીર-ખાંડ ખાઈ પુરુષ આળસુ થાય છે, વા જેમ વૃક્ષ નિરુધમી છે, તેમ તે જીવો આળસુ-નિરુદ્યમી થયા છે.”
હવે તમને પૂછીએ છીએ કે તમે બાહ્ય તો શુભ-અશુભ કાર્યોને ઘટાડ્યાં, પણ ઉપયોગ તો આલંબન વિના રહેતો નથી, તો તમારો ઉપયોગ કયાં રહે છે? તે કહો.
જો તે કહે કે “આત્માનું ચિંતવન કરીએ છીએ,” તો શાસ્ત્રાદિ વડે અનેક પ્રકારના આત્માના વિચારોને તો તે વિકલ્પ ઠરાવ્યા, તથા કોઈ વિશેષણથી આત્માને જાણવામાં ઘણો કાળ લાગે નહિ. કારણ કે-વારંવાર એકરૂપ ચિંતવનમાં છદ્મસ્થનો ઉપયોગ લાગતો નથી. શ્રી ગણધરાદિકનો પણ ઉપયોગ એ પ્રમાણે રહી શકતો નથી, તેથી તેઓ પણ શાસ્ત્રાદિ કાર્યોમાં પ્રવર્તે છે, તો તારો ઉપયોગ શ્રી ગણધરાદિથી પણ શુદ્ધ થયો કેમ માનીએ? તેથી તારું કહેવું પ્રમાણ નથી.
જેમ કોઈ વ્યાપારાદિકમાં નિરુદ્યમી થઈ વ્યર્થ જેમ તેમ કાળ ગુમાવે, તેમ તું ધર્મમાં નિરુદ્યમી થઈ પ્રમાદસહિત એ જ પ્રમાણે વ્યર્થ કાળ ગુમાવે છે. કોઈ વેળા
અર્થ:- જે જીવો કેવલ નિશ્ચયનયના અવલંબી છે, વ્યવહારરૂપ સ્વસમયમય ક્રિયાકર્મકાંડને આડંબર જાણી વ્રતાદિકમાં વિરાગી બની રહ્યા છે, તેઓ અર્ધ-ઉન્મીલિત લોચનથી ઊર્ધ્વમુખી બની સ્વચ્છેદવૃત્તિને ધારણ કરે છે. કોઈ કોઈ પોતાની બુદ્ધિથી એવું માને છે કે “ અમે સ્વરૂપને અનુભવીએ છીએ” એવી સમજણથી સુખરૂપ પ્રવર્તે છે, તેઓ ભિન્ન સાધ્યસાધનભાવરૂપ વ્યવહારને તો માનતા નથી પણ નિશ્ચયરૂપ અભિન્ન સાધ્ય-સાધનને પોતાનામાં માનતા છતા એમ જ બ્રેકી રહ્યા છે, વસ્તુતત્ત્વને પામતા નથી. એવા જીવો ન નિશ્ચયપદને પ્રાપ્ત થાય છે કે ન વ્યવહારપદને પ્રાપ્ત થાય છે, પરંતુ ડુતોશ્રણ હતોશ્રણ બની અધવયમાં જ પ્રમાદરૂપી મદિરાના પ્રભાવથી ચિત્તમાં મતવાલા બની મૂચ્છિત જેવા થઈ રહ્યા છે જેમ કોઈ ઘણાં ઘી-સાકર-દૂધ આદિ ગરિષ્ટ (ભારે) વસ્તુના ભોજન-પાનથી સુથિર-આળસુ બની રહે છે, અર્થાત્ પોતાની ઉત્કૃષ્ટ દેહના બળથી જડ જેવા બની રહે છે તેમ તેઓ મહા ભયાનક ભાવથી સમજો કે-મનની ભ્રષ્ટતાથી મોહિત-વિક્ષિપ્ત થઈ રહ્યા છે, ચૈતન્યભાવથી રહિત જાણે વનસ્પતિ જ છે. મુનિપદ પ્રાપ્ત કરનારી કર્મચેતનાને પુણ્યબંધના ભયથી અવલંબન કરતા નથી તથા પરમ નિષ્ફર્મદશારૂપ જ્ઞાનચેતનાને પણ અંગીકાર કરી જ નથી, તેથી તેઓ અતિશય ચંચળભાવોને ધારી રહ્યા છે, પ્રગટ અને અપ્રગટરૂપ પ્રમાદના આધીન થઈ રહ્યા છે; એવા જીવો મહા અશુદ્ધોપયોગથી આગામીકાળમાં કર્મફળચેતનાથી પ્રધાન થતા થકા વનસ્પતિ સમાન જડ બની કેવળ પાપને જ બાંધવાવાળા છે. કહ્યું છે કે
“णिच्छयमालम्बता णिच्छयदो णिच्छयं अयाणंता; णसंति चरणकरणं बाहरिचरणालसा केई।"
(શ્રી પંચાસ્તિકાય ગાથા ૧૭ર ની વ્યાખ્યામાંથી) અનુવાદક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com