________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
સાતમો અધિકાર
[ ૨૧૫
જાણી કોઈ વેળા એકાંતમાં બેસી ધ્યાનમુદ્રા ધારી “હું સર્વકર્મઉપાધિરહિત સિદ્ધ-સમાન આત્મા છું.” ઇત્યાદિ વિચાર વડે તે સંતુષ્ટ થાય છે; પણ એ વિશેષણ કેવી રીતે સંભવિત છે તેનો વિચાર નથી. અથવા અચલ, અખંડિત અને અનુપમાદિ વિશેષણોવડ આત્માને ધ્યાવે છે; પણ
એ વિશેષણો તો અન્ય દ્રવ્યોમાં પણ સંભવે છે. વળી એ વિશેષણો કઈ અપેક્ષાએ છે, તેનો વિચાર નથી. કોઈ વેળા સૂતા-બેસતાં જે-તે અવસ્થામાં એવો વિચાર રાખી પોતાને જ્ઞાની માને
જ્ઞાનીને આસ્રવ-બંધ નથી,'—એમ આગમમાં કહ્યું છે. તેથી કોઈ વેળા વિષય-કપાયરૂપ થાય છે ત્યાં બંધ થવાનો ભય નથી, માત્ર સ્વચ્છંદી બની રાગાદિરૂપ પ્રવર્તે છે.
સ્વ-પરને જાણ્યાનું ચિહ્ન તો વૈરાગ્યભાવ છે. શ્રી સમયસાર નિર્જરા અધિકાર કળશમાં પણ કહ્યું છે કે-સભ્યપદDર્મવતિ નિયતં જ્ઞાનવૈરાગ્યશ$િ: (કળશ-૧૩૬ )
અર્થ – સમ્યગ્દષ્ટિને નિશ્ચયથી જ્ઞાન-વૈરાગ્યશક્તિ હોય છે.
તથા ત્યાં એમ પણ કહ્યું છે કે
सम्यग्दृष्टि: स्वयमयमहं जातु बन्धो न मे स्यादित्युत्तानोत्पुलकवदना रागिणोऽप्याचरन्तु। आलम्बन्तां समितिपरतां ते यतोऽद्यापि पापा, आत्मानात्मावगमविरहात्सन्ति सम्यक्त्वरिक्ताः।। १६७।।
અર્થ:- પોતાની મેળે જ “હું સમ્યગ્દષ્ટિ છું, મને કદીપણ બંધ નથી” એ પ્રમાણે ઊંચું ફુલાવ્યું છે મુખ જેણે, એવા રાગી, વૈરાગ્યશક્તિરહિત પણ આચરણ કરે છે તો કરો, તથા કોઈ પાંચ સમિતિની સાવધાનતાને અવલંબે છે તો અવલંબો, પરંતુ જ્ઞાનશક્તિ વિના હજુ પણ તે પાપી જ છે; એ બંને આત્મા-અનાત્માના જ્ઞાન-રહિતપણાથી સમ્યકત્વરહિત જ છે.
વળી અમે પૂછીએ છીએ કે-પરને પણ જાણ્યું, તો પરદ્રવ્યમાં રાગાદિ કરવાનું શું પ્રયોજન રહ્યું? મોહના ઉદયથી રાગાદિ થાય છે, પૂર્વે ભરતાદિ જ્ઞાની થયા તેમને પણ વિષયકષાયરૂપ કાર્ય થયાં સાંભળીએ છીએ ?
ઉત્તર:- જ્ઞાનીને પણ મોહના ઉદયથી રાગાદિક થાય છે એ સત્ય છે, પરંતુ બુદ્ધિપૂર્વક રાગાદિક થતાં નથી, તેનું વિશેષ વર્ણન આગળ કરીશું.
જેને રાગાદિ થવાનો કંઈપણ ખેદ નથી–તેના નાશનો ઉપાય નથી, તેને “રાગાદિક બૂરા છે” એવું શ્રદ્ધાન પણ સંભવતું નથી. અને એવા શ્રદ્ધાન વિના સમ્યગ્દષ્ટિ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com