________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૬]
મોક્ષમાર્ગ પ્રકાશક
કેવી રીતે હોય? જીવ-અજીવાદિ તત્ત્વોને શ્રદ્ધાન કરવાનું પ્રયોજન તો એ એટલું જ શ્રદ્ધાન છે.
વળી ભરતાદિ સમ્યગ્દષ્ટિઓને વિષય-કષાયોની પ્રવૃત્તિ જેવી રીતે હોય છે, તે પણ આગળ વિશેષરૂપ કહીશું; તું તેમના ઉદાહરણ વડે સ્વચ્છંદી થઈશ તો તને તીવ્ર આસ્રવ-બંધ થશે.
શ્રી સમયસારકળશમાં પણ એ જ કહ્યું છે કે-“મના જ્ઞાનનયેષિoોગવિ પતિત્ત્વછમન્વોન: (સમયસાર કળશ-૧૧૧)
અર્થ:- જ્ઞાનનયને અવલોકવાવાળા પણ જે સ્વચ્છંદી અને મંદ ઉધમી થાય છે તે પણ સંસારમાં બૂડે છે.
તથા ત્યાં અન્ય પણ “જ્ઞાનિન વર્મ ન નીતુ છÇ મુતિ” (સમયસાર કળશ-૧૫૧) ઇત્યાદિ કળશમાં વા “તથાપિ ન નિરતં ચરિતુષ્યિતે જ્ઞાનિના” (સમયસાર કળશ-૧૬૬ ) ઇત્યાદિ કળશમાં સ્વચ્છંદી થવાનો નિષેધ કર્યો છે. ઇચ્છા વિના જે કાર્ય થાય તે કર્મબંધનું કારણ નથી પણ પોતાના અભિપ્રાયથી કર્તા થઈ કરે, અને જ્ઞાતા રહે એમ તો બને નહિ, ઇત્યાદિ નિરૂપણ કર્યું છે.
માટે રાગાદિકને બૂરા-અહિતકારી જાણી તેના નાશને અર્થે ઉધમ રાખવો.
તેના અનુક્રમમાં પહેલાં તીવ્રરાગાદિ પણ છોડવા અર્થે અનેક અશુભકાર્યો છોડી શુભકાર્યમાં લાગવું, પછી મંદરાગાદિ પણ છોડવા અર્થે શુભને પણ છોડી શુદ્ધોપયોગરૂપ થવું.
વળી કેટલાક જીવો અશુભમાં કલેશ માનીને વ્યાપારાદિ વા સ્ત્રીસેવનાદિ કાર્યોને પણ ઘટાડે છે તથા શુભને હેય જાણી શાસ્ત્રાભ્યાસાદિ કાર્યોમાં પ્રવર્તતા નથી, અને વીતરાગભાવરૂપ શુદ્ધોપયોગને પ્રાપ્ત થયા નથી તેથી તે જીવો ધર્મ-અર્થ-કામ-મોક્ષરૂપ પુરુષાર્થથી રહિત થઈ આળસુ-નિરૂધમી થાય છે.
તેની નિંદા પંચાસ્તિકાયની વ્યાખ્યામાં કરી છે. ત્યાં દષ્ટાંત આપ્યું છે કે “જેમ
१. येऽत्र केवलनिश्चयावलम्बिनः सकलक्रियाकर्मकाण्डाडम्बरविरक्तबुद्धयोऽर्धमीलितविलोचनपुटाः किमपि स्वबुद्धयावलोक्य यथासुखमासते; ते खल्ववधीरितभिन्नसाध्यसाधनभावा अभिन्नसाध्यसाधनभावमलभमाना अन्तराल ऐव प्रमादकादम्बरीमदभरालसचेतसो मत्ता इव, मूर्छिता इव, सुषुप्ता इव, प्रभूतघृतसितोपलपायसासादितसाहित्या इव, समुल्बणबलसञ्जनितजाडया इव, दारुणमनोभ्रंशविहितमोह इव, मुद्रितविशिष्टचैतन्या वनस्पतय इव, मौनीन्द्रीं कर्मचेतनां पुण्यबन्धभयेनानवलम्बमाना अनासादितपरमनैष्कर्म्यरुपज्ञानचेतनाविश्रान्तयो व्यक्ताव्यक्तप्रमादतन्द्रा अरमागतकर्मफलचेतनाप्रधानप्रवृत्तयो वनस्पतय इव केवलं पापमेव વનન્તિ–
Please inform us of any errors on rajesh@AtmaDharma.com