________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૯૪ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
રાગ વા વૈષ કરે છે તથા જેનાથી દ્વષ છે તેના કારણે વા ઘાતક અન્ય પદાર્થોમાં વૈષ વા રાગ કરે છે. એ જ પ્રમાણે રાગ-દ્વેષની પરંપરા પ્રવર્તે છે. વળી કોઈ બાહ્યપદાર્થ શરીરની અવસ્થાને કારણ નથી છતાં તેમાં પણ તે રાગદ્વેષ કરે છે. જેમ ગામ આદિને પુત્રાદિકથી શરીરનું કાંઈ ઇષ્ટ થતું નથી તો પણ તેમાં તે રાગ કરે છે, તથા શ્વાનાદિકને બિલાડી આદિ આવતાં શરીરનું કાંઈ અનિષ્ટ થતું નથી તો પણ તેમાં તે દ્વેષ કરે છે. કોઈ વર્ણ-ગંધ-શબ્દાદિના અવલોકનાદિથી શરીરનું કાંઈ ઇષ્ટ થતું નથી તોપણ તેમાં રાગ કરે છે, તથા કોઈ વર્ણાદિકના અવલોકનાદિથી શરીરનું કાંઈ અનિષ્ટ થતું નથી તોપણ તેમાં વૈષ કરે છે, એ પ્રમાણે ભિન્ન-ભિન્ન બાહ્ય પદાર્થોમાં રાગ-દ્વેષ કરે છે. વળી તેમાં પણ જેનાથી રાગ કરે છે તેના કારણ વા ઘાતક અન્ય પદાર્થોમાં રાગ વા ઢષ કરે છે તથા જેનાથી ઢષ કરે છે તેના કારણે વા ઘાતક અન્ય પદાર્થોમાં દ્વષ વા રાગ કરે છે. એ પ્રમાણે ત્યાં પણ રાગ-દ્વેષની જ પરંપરા પ્રવર્તે છે.
પ્રશ્ન:- અન્ય પદાર્થોમાં તો રાગદ્વેષ કરવાનું પ્રયોજન જાણું, પરંતુ પ્રથમ મૂળભૂત શરીરની અવસ્થામાં વા શરીરની અવસ્થાને કારણરૂપ નથી એવા પદાર્થોમાં ઈષ્ટ-અનિષ્ટપણું માનવાનું શું પ્રયોજન છે?
ઉત્તર- પ્રથમ મૂળભૂત શરીરની અવસ્થાદિક છે તેમાં પણ જો પ્રયોજન વિચારી રાગદ્વેષ કરે તો મિથ્યાચારિત્ર નામ શા માટે પામે ? પરંતુ તેમાં પ્રયોજન વિના જ રાગદ્વેષ કરે છે, તથા તેના અર્થે અન્યની સાથે પણ રાગ-દ્વેષ કરે છે, તેથી સર્વ રાગ-દ્વેષ પરિણતિનું નામ મિથ્યાચારિત્ર કહ્યું છે.
પ્રશ્ન- શરીરની અવસ્થા વા બાહ્ય પદાર્થોમાં ઇષ્ટ-અનિષ્ટપણું માનવાનું પ્રયોજન તો ભાસતું નથી અને ઇષ્ટ-અનિષ્ટ માન્યા વિના રહ્યું જતું નથી તેનું શું કારણ?
ઉત્તર:- આ જીવને ચારિત્રમોહના ઉદયથી રાગ-દ્વેષભાવ થાય છે અને તે ભાવ કોઈ પદાર્થના આશ્રય વિના થઈ શકતા નથી. જેમ રાગ થાય તો કોઈ પદાર્થમાં થાય છે, અને દ્વેષ થાય તે પણ કોઈ પદાર્થમાં જ થાય છે, એ પ્રમાણે એ પદાર્થોને તથા રાગ-દ્વેષને નિમિત્તનૈમિત્તિક સંબંધ છે. તેમાં વિશેષતા એ છે કે કોઈ પદાર્થ તો મુખ્યપણે રાગનું કારણ છે તથા કોઈ પદાર્થ મુખ્યપણે વૈષનું કારણ છે, કોઈ પદાર્થ કોઈને કોઈ કાળમાં રાગનું કારણ થાય છે ત્યારે કોઈને કોઈ કાળમાં વૈષનું કારણ થાય છે. અહીં એટલું સમજવું કે એક કાર્ય થવામાં અનેક કારણોની આવશ્યકતા હોય છે. રાગાદિક થવામાં અંતરંગ કારણ તો મોહનો ઉદય છે, તે તો બળવાન છે તથા બાહ્ય કારણ પદાર્થ છે તે બળવાન નથી. મહામુનિને મોહ મંદ હોવાથી બાહ્ય પદાર્થોનાં નિમિત્ત હોવા છતાં પણ તેમને રાગ-દ્વેષ ઊપજતો નથી તથા પાપી જીવોને તીવ્ર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com