________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
છઠ્ઠો અધિકાર
[૧૭૩
વળી ઘણા જીવો શત્રુનાશાદિક, રોગાદિનાશ, ધનાદિપ્રાપ્તિ તથા પુત્રાદિની પ્રાપ્તિ ઇત્યાદિક આ પર્યાય સંબંધી દુ:ખ મટાડવા, વા સુખ પામવાના અનેક પ્રયોજનપૂર્વક એ કુદેવાદિનું સેવન કરે છે. હનુમાનાદિક, ભૈરવ, દેવીઓ, ગણગૌર, સાંઝી, ચોથ, શીતલા, દહાડી, ભૂત, પિતૃ, વ્યંતરાદિક, સૂર્ય, ચંદ્ર, શનીશ્ચરાદિ જ્યોતિષીઓને, પીર-પેગંબરાદિકોને, ગાય-ઘોડાદિ તિર્યંચોને, અગ્નિ-જળાદિને તથા શાસ્ત્રાદિકને પૂજે છે. ઘણું શું કહીએ! રોડાં ઇત્યાદિકને પણ પૂજે
એવા કુદેવોનું સેવન મિથ્યાષ્ટિથી જ થાય છે. કારણ કે પ્રથમ તો તે જેનું સેવન કરે છે તેમાંથી કેટલાક તો કલ્પનામાત્ર જ દેવ છે. એટલે તેમનું સેવન કેવી રીતે કાર્યકારી થાય ? વળી કોઈ વ્યતરાદિક છે, પણ તે કોઈનું ભલું-બૂર કરવા સમર્થ નથી, જો તેઓ સમર્થ હોય, તો તેઓ જ કર્તા ઠરે, પણ તેમનું કર્યું થતું કાંઈ દેખાતું નથી; તેઓ પ્રસન્ન થઈ ધનાદિક આપી શકતા નથી, તથા ઢષી થઈ બૂરું કરી શકતા નથી.
અહીં કોઈ કહે કે-તેઓ દુઃખ દેતા તો જોઈએ છીએ, તથા તેમને માનતાં દુઃખ આપતા અટકી પણ જાય છે.
ઉત્તર:- આને પાપનો ઉદય હોય, ત્યારે તેમને એવી જ કુતૂહલબુદ્ધિ થાય, જે વડે તેઓ ચેષ્ટા કરે છે; અને ચેષ્ટા કરતાં આ દુઃખી થાય છે. વળી કુતૂહલથી તે કંઈ કહે, અને આ તેનું કહ્યું ન કરે, ત્યારે તે ચેષ્ટા કરતાં પોતાની મેળે જ અટકી જાય છે, આને શિથિલ જાણીને જ તે કુતૂહલ કર્યા કરે છે. તથા જો આને પુણ્યનો ઉદય હોય, તો તેઓ કંઈ પણ કરી શકતા નથી.
એ અહીં દર્શાવીએ છીએ-કોઈ જીવ તેમને પૂજે નહિ, અથવા તેમની નિંદા કરે, તો તે પણ આનાથી દ્વેષ કરે, પરંતુ આને દુઃખ દઈ શકે નહિ. અથવા એમ પણ કહેતા જોવામાં આવે છે કે-“અમને ફ્લાણો માનતો નથી, પણ તે અમારા વશ નથી, માટે વ્યંતરાદિક કાંઈ પણ કરવા સમર્થ નથી, પણ આના પુણ્ય-પાપથી જ સુખ-દુઃખ થાય છે. એટલે તેમને માનવાપૂજવાથી તો ઊલટો રોગ થાય છે, પણ કાંઈ કાર્યસિદ્ધિ થતી નથી.
અહીં એમ જાણવું કે-જે કલ્પિત દેવ છે, તેમનો પણ કોઈ ઠેકાણે અતિશય-ચમત્કાર થતો જોવામાં આવે છે, પણ તે યંતરાદિવડે કરેલો હોય છે કોઈ પૂર્વપર્યાયમાં આનો સેવક હતો, અને તે પાછળથી મરીને વ્યંતરાદિ થયો, ત્યાં જ કોઈ નિમિત્તથી તેને એવી બુદ્ધિ થઈ, ત્યારે તે લોકમાં તેને સેવવાની પ્રવૃત્તિ કરાવવા અર્થે, કોઈ ચમત્કાર દેખાડે છે. ભોળા લોક કિંચિત્ ચમત્કાર દેખી તે કાર્યમાં લાગી જાય છે. જેમ-જિન-પ્રતિમાદિકનો પણ અતિશય થતો સાંભળીએ જોઈએ છીએ, તે જિનકૃત નથી, પણ જૈની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com