________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
છઠ્ઠો અધિકાર
[ ૧૮૫
दसणमूलो धम्मो, उवइट्ठो जिणवरेहिं सिस्साणं,
तं सोउण सकण्णे, दंसणहीणो ण वंदिव्वो।। २।। અર્થ- સમ્યગ્દર્શન છે મૂળ જેનું, એવો જિનવર દ્વારા ઉપદેશેલો ધર્મ સાંભળી, હે કર્ણસહિત પુરુષો ! તમે એમ માનો કે સમ્યત્વરહિત જીવ વંદન યોગ્ય નથી. જે પોતે કુગુરુ છે. અને કુગુરુના શ્રદ્ધાન સહિત છે, તે સમ્યગ્દષ્ટિ કયાંથી હોય? તથા સમ્યક્ત્વ વિના અન્ય ધર્મ પણ ન હોય, તો તે ધર્મ વિના વંદન યોગ્ય ક્યાંથી હોય?
जे दंसणेसु भट्ठा; णाणे भट्ठा चरित्तभट्ठा य; एदे भट्ठविभट्ठा, सेसं पि जणं विणासंति।। ८ ।। ( दर्शनापाहुड)
અર્થ - જે શ્રદ્ધાનમાં ભ્રષ્ટ છે, જ્ઞાનમાં ભ્રષ્ટ છે, તથા ચારિત્રમાં ભ્રષ્ટ છે. તે જીવ ભ્રષ્ટમાં પણ ભ્રષ્ટ છે, અન્ય જીવો કે જેઓ તેનો ઉપદેશ માને છે, તે જીવોનો પણ તે નાશ કરે છે-બૂરું કરે છે.
વળી કહે છે કે
जे दंसणेसु भट्ठा, पाए पाडंति दंसणधराणं;
ते होंति लल्लमूआ , बोही पुण दुल्लहा तेसिं।। १२ ।। ( दर्शनपाहुड) અર્થ - જે પોતે તો સમ્યકત્વથી ભ્રષ્ટ છે, છતાં સમ્યકત્વધારકોને પોતાના પગે પડાવવા ઇચ્છે છે, તે લૂલા, ગંગા, વા સ્થાવર થઈ જાય છે, તથા તેને બોધિની પ્રાપ્તિ મહાદુર્લભ થઈ જાય છે.
जे वी पडंति च तेसिं, जाणंता लज्जागारवभयेण; तेसिं पि णत्थि बोही, पावं अणमोअमाणाणं ।। १३ ।। (दर्शनपाहुड)
અર્થ- જે જાણતો હોવા છતાં પણ, લજ્જા, ગારવ અને ભયથી તેના પગે પડે છે, તેને પણ બોધિ અર્થાત્ સમ્યકત્વ નથી. કેવા છે એ જીવો? માત્ર પાપની અનુમોદના કરે છે. પાપીઓનું સન્માનાદિ કરતાં પણ તે પાપની અનુમોદનાનું ફળ લાગે છે. વળી કહે છે કે
जस्स परिग्गहगहणं, अप्पं बहुयं च हवइ लिंगस्स;
सो गरहिउ जिणवयणे, परिगहररिओ णिरायारो।। १९ ।। ( सूत्रपाहुड) અર્થ:- જે લિંગમાં થોડો વા ઘણો પરિગ્રહનો અંગીકાર છે, તે લિંગ જિનવચનમાં નિંદા યોગ્ય છે. પરિગ્રહરહિત જ અણગાર હોય છે. કહે છે કે
धम्मम्मि निप्पवासो दोसावासो य इच्छुफुल्लसमो; निष्फलनिग्गुणयारो, णडसवणो णग्गरूवेण।। ७१।। ( भावपाहुड)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com