________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૪ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
પ્રશ્ન:- જૈનશાસ્ત્રોમાં આ કાળમાં કેવળીનો તો અભાવ કહ્યો છે, પણ કાંઈ મુનિનો અભાવ કહ્યો નથી ?
ઉત્તર:- એવું તો કહ્યું નથી કે-આ દેશમાં સદ્ભાવ રહેશે, પણ ભરતક્ષેત્રમાં રહેશે, એમ કહ્યું છે. હવે ભરતક્ષેત્ર તો ઘણું જ મોટું છે, તેમાં કોઈ ઠેકાણે સદ્દભાવ હશે, તેથી તેનો અભાવે કહ્યો નથી. જો તમે રહો છો તે જ ક્ષેત્રમાં સદ્દભાવ માનશો, તો જ્યાં આવા પણ ગુરુ (મુનિ ) નહિ દેખો ત્યાં તમે જશો, ત્યારે કોને ગુરુ માનશો? વળી જેમ આ કાળમાં હંસોનો સદ્ભાવ કહ્યો છે, પણ હંસ દેખાતા નથી, તો તેથી અન્ય પક્ષીઓમાં (કાગાદિમાં) કાંઈ હંસપણું મનાતું નથી, તેમ આ કાળમાં મુનિનો સદ્ભાવ કહ્યો છે, હવે મુનિ દેખાતા નથી, તો તેથી બીજાઓને તો મુનિ મનાય નહિ.
પ્રશ્ન:- એક અક્ષરદાતાને ગુરુ માનવામાં આવે છે, તો જે શાસ્ત્ર શિખવાડે, સંભળાવે તેમને ગુરુ કેમ ન માનીએ ?
ઉત્તર:- ગુરુનામ મહાનનું છે, હવે જેનામાં જે પ્રકારની મહંતતા સંભવ હોય તેને તે પ્રકારથી ગુરુસંજ્ઞા સંભવે. જેમ કુળઅપેક્ષાએ માતાપિતાને ગુરુસંજ્ઞા છે, તેમ વિઘા ભણાવવાવાળાને પણ વિધા અપેક્ષાએ ગુરુસંજ્ઞા છે, પરંતુ અહીં તો ધર્મનો અધિકાર છે, તેથી જેનામાં ધર્મ અપેક્ષાએ મહંતતા સંભવિત હોય તે જ ગુરુ જાણવો. હવે ધર્મ નામ ચારિત્રનું છે, યથા-* ‘ ચરિત્ત વસ્તુ ધો' એમ શાસ્ત્રમાં કહ્યું છે, તેથી ચારિત્રધારકને જ ગુરુસંજ્ઞા છે. વળી જેમ ભૂતાદિનું નામ પણ દેવ છે, તોપણ અહીં દેવના શ્રદ્ધાનમાં અરહંતદેવનું જ ગ્રહણ છે, તેમ અન્યનું નામ પણ ગુરુ છે, તોપણ અહીં ગુરુના શ્રદ્ધાનમાં નિગ્રંથ ગુરુનું જ ગ્રહણ છે. જૈનધર્મમાં તો અ૨હંતદેવ, નિગ્રંથગુરુ એવું પ્રસિદ્ધ વચન છે.
પ્રશ્ન:- ‘નિગ્રંથ વિના અન્યને ગુરુ ન માનવા’ તેનું શું કારણ ?
ઉત્ત૨:- નિગ્રંથ વિના અન્ય જીવ સર્વ પ્રકારથી મહંતતા ધારતો નથી. જેમ કોઈ લોભી શાસ્ત્રવ્યાખ્યાન કરે, ત્યાં તે આને શાસ્ત્ર સંભળાવવાથી મહંત થયો, અને આ તેને ધનવસ્ત્રાદિ આપવાથી મહંત થયો. જોકે બાહ્યથી શાસ્ત્ર સંભળાવવાવાળો મહંત રહે છે, તોપણ અંતરંગમાં લોભી હોય તેથી (દાતારને ઉચ્ચ માને, તથા દાતાર લોભીને નીચો જ માને, માટે) તેનામાં સર્વથા (બિલકુલ ) મતતા ન થઈ.
પ્રશ્ન:- નિગ્રંથ પણ આહાર તો લે છે?
ઉત્તર:- લોભી બની દાતારની સુશ્રુષા કરી, દીનતા પૂર્વક તે આહાર લેતા નથી,
* શ્રી પ્રવચનસાર ગાથા ૭.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com