________________
૧૯૮ ]
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષમાર્ગ પ્રકાશક
શ્રી ૨યણસારશાસ્ત્રમાં પણ કહ્યું છે કે
કુધર્મ છે.
सप्पुरिसाणं दाणं, कप्पतरुणं फलाण सोहं वा; लोहीणं दाणं जइ, विमाणसोहा सवस्स जाणेह ।। २६ ।।
અર્થ:- સત્પુરુષોને દાન આપવું, એ કલ્પવૃક્ષોના લની શોભા જેવું તથા સુખદાયક છે, પણ લોભી પુરુષોને દાન આપવું થાય છે, તે શબ અર્થાત્ મડદાની ઠાઠડીની શોભાસમાન જાણવું. શોભા તો થાય. પરંતુ ધણીને પરમ દુ:ખદાયક થાય છે, માટે લોભી પુરુષને દાન આપવામાં ધર્મ નથી.
વળી દ્રવ્ય તો એવું આપીએ કે જેનાથી તેનો ધર્મ વધે, પણ સુવર્ણ, હાથી વગેરે આપવાથી એ વડે હિંસાદિ ઊપજે વા માન-લોભાદિ વધે, અને તેથી મહાપાપ થાય; તેથી એવી વસ્તુઓ આપવાવાળાને પુણ્ય કયાંથી થાય?
વળી વિષયાસક્ત જીવ રતિદાનાદિમાં પુણ્ય ઠરાવે છે. પણ પ્રત્યક્ષ કુશીલાદિ પાપ જ્યાં થાય ત્યાં પુણ્ય કેવી રીતે થાય? તથા યુક્તિ મેળવવા તે કહે છે કે-“તે સ્ત્રી સંતોષ પામે છે. પણ સ્ત્રી વિષયસેવન કરવાથી સુખ અવશ્ય પામે, તો પછી શીલનો ઉપદેશ શામાટે આપ્યો ? રતિસમય વિના પણ તેના મનોરથાનુસાર ન પ્રવર્તે તો તે દુ:ખ પામે છે; માત્ર એવી અસત્ યુક્તિ બનાવી તેઓ વિષય પોષવાનો ઉપદેશ આપે છે.
એ પ્રમાણે દયા દાન અને પાત્રદાન વિના અન્ય દાન આપી ત્યાં ધર્મ માનવો, તે સર્વ
વળી કોઈ, વ્રતાદિ કરીને ત્યાં હિંસાદિક વા વિષયાદિક વધારે છે; પણ વ્રતાદિક તો એ હિંસા-વિષયાદિ ઘટાડવા માટે કરવામાં આવે છે. જ્યાં અન્નનો તો ત્યાગ કરે પણ કંદમૂળાદિકોનું ભક્ષણ કરે, તો ત્યાં હિંસા વિશેષ થઈ, તથા સ્વાદાદિ વિષયની વિશેષતા થઈ.
વળી કોઈ, દિવસમાં તો ભોજન કરે નહિ, પણ રાત્રિમાં ભોજન કરે છે; હવે ત્યાં દિવસભોજનથી રાત્રિભોજનમાં વિશેષ હિંસા પ્રત્યક્ષ દેખાય છે, તથા પ્રમાદ વિશેષ થાય છે.
વળી કોઈ, વ્રતાદિક કરીને નાનાપ્રકારના શૃંગાર બનાવે છે, કુતૂહલ કરે છે, તથા જુગાર આદિરૂપ પ્રવર્તે છે, ઇત્યાદિ પાપક્રિયા કરે છે. તથા કોઈ, વ્રતાદિકના ફળમાં લૌકિક ઇષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટનો નાશ ઇચ્છે, પણ ત્યાં તો કષાયની તીવ્રતા વિશેષ થઈ.
એ પ્રમાણે વ્રતાદિક વડે ધર્મ માને, તે કુધર્મ છે.
વળી કોઈ, ભક્તિ આદિ કાર્યોમાં હિંસાદિ પાપ વધારે છે ગીત-નૃત્ય-ગાનાદિ, વા ઇષ્ટ ભોજનાદિક વા અન્ય સામગ્રીઓ વડે વિષયોને પોષણ કરે છે-કુતૂહલ-પ્રમાદાદિરૂપ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com