________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૦]
મોક્ષમાર્ગ પ્રકાશક
પ્રભાવનાદિ કાર્યોમાં રાત્રિમાં દીપકાદિ વડે, વા અનંતકાયાદિના સંગ્રહ વડે, વા યત્નાચારપ્રવૃત્તિ વડે, હિંસાદિરૂપ પાપ તો ઘણું ઉપજાવે, પણ સ્તુતિ-ભક્તિ આદિ શુભ પરિણામોમાં પ્રવર્તે નહિ, વા થોડો પ્રવર્તે તો ત્યાં તોટો તો ઘણો અને નફો થોડો વા કાંઈ નહિ. એટલે એવાં કાર્ય કરવામાં તો બૂરું જ દેખાય છે.
વળી જિનમંદિરમાં તો ધર્મનું સ્થાન છે, છતાં ત્યાં નાનાપ્રકારની કુકથાઓ કરવી, શયન કરવું ઇત્યાદિ પ્રમાદરૂપ કોઈ પ્રવર્તે છે, વળી ત્યાં બાગબગીચાદિ બનાવી, પોતાના વિષય-કષાય પોષે છે, લોભી પુરુષને ગુરુ માની દાનાદિ આપી તેમની અસત્ય સ્તુતિ વડે પોતાનું મહંતપણું માને છે, ઇત્યાદિ પ્રકાર વડે પોતાના વિષય કષાયને તો વધારે છે, અને ધર્મ માને છે, પણ જૈનધર્મ તો વીતરાગભાવરૂપ છે, તેમાં આવી વિપરીત પ્રવૃત્તિ માત્ર કાળદોષથી જ જોવામાં આવે છે.
એ પ્રમાણે કુધર્મસેવનનો નિષેધ કર્યો. હવે તેમાં મિથ્યાત્વભાવ કેવી રીતે છે, તે અહીં કહીએ છીએ
તત્ત્વશ્રદ્ધાનમાં પ્રયોજનભૂત તો એક એ છે કે-“રાગાદિક છોડવા,’ એ જ ભાવનું નામ ધર્મ છે. જો રાગાદિભાવો વધારીને ધર્મ માને, તો ત્યાં તત્ત્વશ્રદ્ધાન ક્યાં રહ્યું? ત્યાં તો તે જિનઆજ્ઞાથી પ્રતિકૂલ થયો. રાગાદિભાવ તો પાપ છે, તેને ધર્મ માન્યો એ જ જાઠ શ્રદ્ધાન થયું. માટે કુધર્મસેવનમાં મિથ્યાત્વભાવ છે.
એ પ્રમાણે કુદેવ-કુગુરુ-કુશાસ્ત્ર સેવનમાં મિથ્યાત્વભાવની પુષ્ટતા થતી જાણી, અહીં તેનું નિરૂપણ કર્યું.
શ્રી પટપાહુડમાં પણ કહ્યું છે કે
कुच्छियदेवं धम्मं कुच्छियलिंगं च वंदए जो दु; ।
નનામયTRવો, મિચ્છાદ્દિી હવે સો દુI ૧૨ (મોક્ષપાહુડ) અર્થ:- જે કોઈ લજ્જા, ભય અને મોટાઈથી પણ કુત્સિત્ દેવ-ધર્મ-લિંગને વંદન કરે છે; તે મિથ્યાદષ્ટિ છે.
માટે જે મિથ્યાત્વનો ત્યાગ કરવા ઇચ્છે છે, તે પ્રથમ જ કુદેવ-કુગુરુકુધર્મનો ત્યાગી થાય, સમ્યકત્વના પચ્ચીસ મળદોષોના ત્યાગમાં પણ અમૂઢદષ્ટિ વા છ આયતનમાં પણ તેનો જ ત્યાગ કરાવ્યો છે. માટે તેનો અવશ્ય ત્યાગ કરવો.
વળી એ કુવાદિના સેવનથી જે મિથ્યાત્વભાવ થાય છે, તે હિંસાદિપાપોથી પણ મહાપાપ છે, કારણ કે એના ફળથી નિગોદ-નરકાદિ પર્યાય પ્રાપ્ત થાય છે, ત્યાં અનંત-કાળ સુધી મહાસંકટ પામે છે, તથા સમ્યજ્ઞાનની પ્રાપ્તિ પણ મહાદુર્લભ થઈ જાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com