________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
છઠ્ઠો અધિકાર
| [ ર૦૧
શ્રી પાહુડમાં (ભાવપાહુડમાં) પણ કહ્યું છે કે
कुच्छियधम्मम्मिरओ, कुच्छियपाखंडिभत्तिसंजुत्तो;
कुच्छियतवं कुणतो, कुच्छियगइभायणो होइ।। १४०।। અર્થ:- જે કુત્સિતધર્મમાં લીન છે, કુત્સિત્ પાખંડીઓની ભક્તિ વડે સંયુક્ત છે, તથા કુત્સિત્ તપ કરે છે, તે જીવ કુત્સિત્ અર્થાત્ માઠીંગતિ ભોગવવાવાળો થાય છે.
હે ભવ્ય! કિંચિત્માત્ર લોભ વા ભયથી પણ એ કુદેવાદિનું સેવન ન કર! કારણ કે તેનાથી અનંતકાળ સુધી મહાદુઃખ સહન કરવું થાય છે, માટે એવો મિથ્યાત્વભાવ કરવો યોગ્ય નથી.
જૈનધર્મમાં તો એવી આમ્નાય છે કે પહેલાં મોટું પાપ છોડાવી પછી નાનું પાપ છોડાવવામાં આવે છે. તેથી એ મિથ્યાત્વને સાતવ્યસનાદિથી પણ મહાન પાપ જાણી પહેલાં છોડાવ્યું છે. માટે જે પાપના ફળથી ડરતો હોય, તથા પોતાના આત્માને દુઃખસમુદ્રમાં ડુબાવવા ન ઇચ્છતો હોય, તે જીવ આ મિથ્યાત્વપાપને અવશ્ય છોડો, નિંદા-પ્રશંસાદિના વિચારથી શિથિલ થવું યોગ્ય નથી. નીતિશાસ્ત્રમાં પણ એમ કહ્યું છે કે
निन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु, लक्ष्मी: समाविशतु गच्छतु वा यथेष्टम्; अद्यैव वा मरणमस्तु युगान्तरे वा,
ન્યાયાત્પથ: પ્રવિન્તિ પર્વ ન ધીરT: (નીતિશતક-૮૪) કોઈ નિંદે છે તો નિંદો, સ્તુતિ કરે છે તો સ્તુતિ કરો, લક્ષ્મી આવો વા ગમે ત્યાં જાઓ, તથા મરણ આજે જ થાઓ વા યુગાંતરે થાઓ! પરંતુ નીતિમાં નિપુણ પુરુષો ન્યાયમાર્ગથી એક પગલું પણ ચલિત થતા નથી.
એવો ન્યાય વિચારી, નિંદા-પ્રશંસાદિના ભયથી વા લોભાદિકથી પણ અન્યાયરૂપ મિથ્યાત્વપ્રવૃત્તિ કરવી યોગ્ય નથી.
અહો ! દેવ-ગુરુ-ધર્મ તો સર્વોત્કૃષ્ટ પદાર્થ છે, એના આધારે તો ધર્મ છે, તેમાં શિથિલતા રાખે તો અન્ય ધર્મ કેવી રીતે થાય? તેથી ઘણું શું કહેવું, સર્વથા પ્રકારે એ કુદેવ-કુગુરુ-કુધર્મના ત્યાગી થવું યોગ્ય છે.
કુદેવાદિનો ત્યાગ ન કરવાથી મિથ્યાત્વભાવ ઘણો પુષ્ટ થાય છે. અને આ કાળમાં અહીં તેની પ્રવૃત્તિ વિશેષ જોવામાં આવે છે, માટે અહીં તેના નિષેધરૂપ નિરૂપણ કર્યું છે. તેને જાણી મિથ્યાત્વભાવ છોડી પોતાનું કલ્યાણ કરો ! એ પ્રમાણે શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક નામના શાસ્ત્રમાં કુદેવ-કુગુરુ
કુધર્મ નિષેધ વર્ણનરૂપ છઠ્ઠો અધિકાર સમાસ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com