________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
છઠ્ઠો અધિકાર
[ ૧૯૯
પ્રવર્તે છે, ત્યાં તે પાપ તો ઘણું ઉપજાવે પણ ધર્મનું કિંચિત્ સાધન નથી, છતાં ત્યાં ધર્મ માને તે સર્વ કુધર્મ છે.
વળી કોઈ, શરીરને તો કલેશ ઉપજાવે, હિંસાદિક નિપજાવે વા કષાયાદિરૂપ પ્રવર્તે છે. જેમ કોઈ પંચાગ્નિ તાપે છે, પણ ત્યાં અગ્નિ વડે નાના મોટા જીવો સળગી જઈ હિંસાદિક વધે છે, એમાં ધર્મ શો થયો? કોઈ અધોમુખ ઝૂલે તથા કોઈ ઊર્ધ્વબાહુ રાખે, ઇત્યાદિ સાધનથી તો ત્યાં કલેશ જ થાય; તેથી એ કાંઈ ધર્મનાં અંગ નથી.
વળી કોઈ, પવનસાધન કરે છે. ત્યાં નેતી-ધોતી આદિ કાર્યોમાં જલાદિ વડે હિંસાદિ ઊપજે છે, કોઈ ચમત્કાર ત્યાં ઊપજે તો તેથી માનાદિક વધે છે, પણ ત્યાં કિંચિત્ ધર્મસાધના નથી; ઇત્યાદિક કલેશ તો કરે છે, પણ વિષય-કષાય ઘટાડવાનું કાંઈ સાધન કરતો નથી, અંતરંગ ક્રોધ-માન-માયા-લોભનો અભિપ્રાય છે, છતાં નિરર્થક કલેશ કરી ત્યાં ધર્મ માને છે, પણ એ કુધર્મ છે.
વળી કોઈ, આ લોકનાં દુ:ખ સહન ન થવાથી, પરલોકમાં ઇષ્ટની ઇચ્છાથી, તથા પોતાની પૂજા વધારવા અર્થે પ્રવર્તે છે, વા કોઈ ક્રોધાદિકથી આપઘાત કરે છે; જેમ કોઈ પતિવિયોગથી અગ્નિમાં બળી સતી કહેવડાવે છે, કોઈ હિમાલયમાં ગળી જાય છે, કોઈ કાશીમાં જઈ કરવત લે છે, તથા કોઈ જીવતાં મરણ લે છે, -ઇત્યાદિ કાર્ય કરી ત્યાં ધર્મ માને છે, પણ આપઘાત એ તો મહાન પાપ છે. જો શરીરાદિથી અનુરાગ ઘટયો હતો, તો તપશ્ચરણાદિ કરવું હતું પણ મરણ પામવામાં કયું ધર્મનું અંગ થયું? કારણ કે-આપઘાત કરવો એ કુધર્મ છે.
એ જ પ્રમાણે અન્ય પણ ઘણાં કુધર્મનાં અંગ છે. અહીં કયાં સુધી કહીએ? ટૂંકામાં જ્યાં વિષય-કષાય વધવા છતાં ધર્મ માનવામાં આવે છે, તે સર્વ કુધર્મ જાણવા.
જુઓ! કાળદોષથી જૈનધર્મમાં પણ કુધર્મની પ્રવૃત્તિ થઈ રહી છે. જૈનમતમાં જે ધર્મપર્વ કહ્યાં છે, તેમાં તો વિષય-કષાય છોડી સંયમરૂપ પ્રવર્તવું યોગ્ય છે, છતાં સંયમને તો આદરતા નથી, અને વ્રતાદિ નામ ધરાવી ત્યાં નાના પ્રકારનાં શૃંગાર બનાવે છે. ઈષ્ટ ભોજનાદિક કરે છે, કુતૂહલાદિ કરે છે, તથા કષાય વધારવાનાં કાર્ય કરે છે, જુગાર આદિ મહાપાપરૂપ પ્રવર્તે છે.
વળી પૂજનાદિ કાર્યોમાં ઉપદેશ તો એ હતો કે “સાવદ્યશો વહુપુષ્યરશો તોષાય નાનં -ઘણાં પુણ્યસમૂહમાં પાપનો અંશ દોષના અર્થ નથી.” પણ એ છલ વડે પૂજા
१-पूज्यं जिनं त्वाऽर्चयतो जनस्य, सावद्यलेशो बहुपुण्यराशौ। दोषाय नालं कणिका विषस्य न दूषिका शीत शिवाम्बु राशौ।। ५८।।
(વૃ૦ સ્વયંભૂસ્તોત્ર)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com