________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૮]
મોક્ષમાર્ગ પ્રકાશક
માનો, પણ “હું આવો છું”—એમ શામાટે માનો છો? માટે પોતાને શુદ્ધરૂપ ચિંતવન કરવો એ ભ્રમ છે, કારણ કે તમે પોતાને સિદ્ધસમાન માન્યો તો આ સંસારઅવસ્થા કોની છે? તથા તમને કેવલજ્ઞાનાદિ છે, તો આ મતિજ્ઞાનાદિ કોને છે? તમે દ્રવ્યકર્મ-નોકર્મ રહિત છો, તો જ્ઞાનાદિકની વ્યક્તતા તમને કેમ નથી? તમે પરમાનંદ છો, તો હવે કર્તવ્ય શું રહ્યું છે? તથા જન્મ મરણાદિ દુઃખ નથી, તો દુઃખી શામાટે થાઓ છો? માટે અન્ય અવસ્થામાં અન્ય અવસ્થા માનવી એ ભ્રમ છે.
પ્રશ્ન:- તો શાસ્ત્રમાં શુદ્ધ ચિંતવન કરવાનો ઉપદેશ શા માટે આપ્યો છે?
ઉત્તર:- એક દ્રવ્યઅપેક્ષાએ શુદ્ધપણું છે, તથા એક પર્યાયઅપેક્ષાએ શુદ્ધપણું છે, ત્યાં દ્રવ્યઅપેક્ષાએ તો પરદ્રવ્યથી ભિનપણું તથા પોતાના ભાવોથી અભિન્નપણું તેનું નામ શુદ્ધપણું છે, તથા પર્યાયઅપેક્ષાએ પાધિકભાવોનો અભાવ થવો, તેનું નામ શુદ્ધપણું છે. હવે શુદ્ધચિંતવનમાં તો દ્રવ્યઅપેક્ષાએ શુદ્ધપણું ગ્રહણ કર્યું છે. શ્રી સમયસાર વ્યાખ્યામાં પણ એ જ કહ્યું છે:
प्रमत्तोऽप्रमत्तश्च न भवत्येष एवाशेषद्रव्यांतरभावेभ्यो भिन्नत्वेनोपास्यमानः शुद्ध इत्यभिलप्येत्'
(ગાથા ૬ ની ટીકા)
અર્થ - “આત્મા પ્રમત્ત-અપ્રમત્ત નથી; એ જ સર્વ પરદ્રવ્યોના ભાવોથી ભિન્નપણા વડે સેવતાં “શુદ્ધ' એવો કહીએ છીએ.” વળી ત્યાં જ એમ કહ્યું છે કે-સમસ્તવIRવપ્રઝિયોત્તીર્ણનિર્મનાનુભૂતિમા–વાચ્છુદ્ધ:
(ગાથા ૭૩ ની ટીકા)
અર્થ - સમસ્ત જ કર્તા-કર્મ આદિ કારકોના સમૂહની પ્રક્રિયાથી પારંગત એવી છે નિર્મળ અનુભૂતિ, અભેદજ્ઞાનતનાત્ર છે, તેથી શુદ્ધ છે.” માટે શુદ્ધ શબ્દનો અર્થ એ પ્રમાણે જાણવો.
કેવળશબ્દનો અર્થ પણ આ જ પ્રમાણે જાણવો કે “પરભાવથી ભિન્ન નિ કેવળ પોતે જ' તેનું નામ કેવળ છે. એ જ પ્રમાણે અન્ય પણ યથાર્થ અર્થ અવધારવા.
પર્યાય અપેક્ષાએ શુદ્ધપણું માનવાથી વા પોતાને કેવળી માનવાથી મહાવિપરીતતા થાય છે, માટે પોતાને દ્રવ્યપર્યાયરૂપ અવલોકવો. દ્રવ્યથી તો સામાન્યસ્વરૂપ અવલોકવું, તથા પર્યાયથી અવસ્થાવિશેષ અવધારવી.
એ જ પ્રમાણે ચિંતવન કરવાથી સમ્યગ્દષ્ટિ થાય છે, કારણ કે સત્ય અવલોકયા વિના સમ્યગ્દષ્ટિ નામ કેવી રીતે પામે ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com