________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
ર૧ર ]
મોક્ષમાર્ગ પ્રકાશક
તપને તે ભલું જાણે છે, અને તેના સાધનનો ઉદ્યમ રાખે છે; પણ તારું તો શ્રદ્ધાન જ એવું છે. કે-“તપ કરવો કલેશ છે,” તથા તપનો તને ઉદ્યમ પણ નથી, તો તને સમ્યગ્દર્શન કયાંથી હોય?
પ્રશ્ન:- તો શાસ્ત્રમાં એમ કહ્યું છે કે–તપ આદિ કલેશ કરે છે તો કરો, પરંતુ જ્ઞાન વિના સિદ્ધિ નથી, તેનું શું કારણ?
ઉત્તરઃ- જે જીવો તત્ત્વજ્ઞાનથી પરાભુખ છે, તથા તપથી જ મોક્ષ માને છે, તેમને એવો ઉપદેશ આપ્યો છે કે “તત્ત્વજ્ઞાન વિના કેવળ તપથી જ મોક્ષ ન થાય.” પણ તત્ત્વજ્ઞાન થતાં રાગાદિક મટાડવા માટે તપ કરવાનો તો ત્યાં નિષેધ નથી, જો નિષેધ હોય તો ગણધરાદિક શા માટે તપ કરે? માટે પોતાની શક્તિ અનુસાર તપ કરવું યોગ્ય છે.
વળી તું વ્રતાદિકને બંધન માને છે, પણ સ્વચ્છેદવૃત્તિ તો અજ્ઞાન અવસ્થામાં પણ હતી જ, જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પરિણતિને તે રોકે જ છે, તથા એ પરિણતિ રોકવા માટે બાહ્યહિંસાદિકના કારણોનો ત્યાગી અવશ્ય થવો જોઈએ.
પ્રશ્ન:- અમારા પરિણામ તો શુદ્ધ છે, બાહ્ય ત્યાગ ન કર્યો તો ન કર્યો?
ઉત્તર:- જો એ હિંસાદિ કાર્ય તારા પરિણામ વિના સ્વયં થતાં હોય તો અમે એમ જ માનીએ, પણ તું પોતાના પરિણામ વડે કાર્ય કરે છે, તો ત્યાં તારા પરિણામ શુદ્ધ કેવી રીતે કહીએ? વિષયસેવનાદિક ક્રિયા વા પ્રમાદગમનાદિક ક્રિયા પરિણામ વિના કેવી રીતે હોય? એ ક્રિયા તો તું પોતે ઉદ્યમી થઈ કરે છે તથા ત્યાં હિંસાદિક થાય છે તેને તો તું ગણતો નથી. અને પરિણામ શુદ્ધ માને છે, પણ એવી માન્યતાથી તારા પરિણામ અશુદ્ધ જ રહેશે.
પ્રશ્ન:- પરિણામોને રોકવા, બાહ્યહિંસાદિક પણ ઘટાડવાં, પરંતુ પ્રતિજ્ઞા કરવામાં તો બંધ થાય છે, માટે પ્રતિજ્ઞારૂપ વ્રત અંગીકાર કરવાં નહિ ?
ઉત્તર:- જે કાર્ય કરવાની આશા રહે તેની પ્રતિજ્ઞા લેવાતી નથી, અને આશા રહે તેનાથી રાગ પણ રહે છે. તથા એ રાગભાવથી કાર્ય કર્યા વિના પણ અવિરતિનો બંધ થયા જ કરે છે, માટે પ્રતિજ્ઞા અવશ્ય કરવી યોગ્ય છે, વળી કાર્ય કરવાનું બંધન થયા વિના પરિણામ કેવી રીતે રોકાશે? પ્રયોજન પડતાં તદ્રુપપરિણામ અવશ્ય થઈ જાય, વા પ્રયોજન પડયા વિના પણ તેની આશા રહે છે, માટે પ્રતિજ્ઞા કરવી યોગ્ય છે.
પ્રશ્ન:- પ્રતિજ્ઞા કર્યા પછી ન જાણે કેવો ઉદય આવશે અને તેથી પાછળથી પ્રતિજ્ઞાભંગ થાય તો મહાપાપ લાગે, માટે પ્રારબ્ધાનુસાર જે કાર્ય બને તે બનો, પણ પ્રતિજ્ઞાનો વિકલ્પ ન કરવો?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com