________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૬]
મોક્ષમાર્ગ પ્રકાશક
તમને દંડ આપીશું; જિનલિંગ છોડી તમારી ઇચ્છા હોય તેમ કરો.' માટે જિનલિંગી કહેવડાવી જો અન્યથા પ્રવર્તે તે તો દંડ યોગ્ય છે, તો વંદનાદિ યોગ્ય કેવી રીતે હોય?
ઘણું શું કહીએ! જે જૈનમતમાં કુવેષ ધારણ કરે છે, તે મહાપાપ ઉપજાવે છે. તથા જે અન્ય જીવો તેમની સેવાદિ કરે છે, તે પણ પાપી થાય છે, પદ્મપુરાણમાં એક કથા છે કે-કોઈ શ્રેષ્ઠીધર્માત્માએ ચારણમુનિઓને ભ્રમથી ભ્રષ્ટ જાણીને આહાર ન આપ્યો, તો આ પ્રત્યક્ષ ભ્રષ્ટને દાનાદિક આપવા કેમ સંભવે ?
પ્રશ્ન:- અમારા અંતરંગમાં શ્રદ્ધાન તો સત્ય છે, પરંતુ બાહ્ય લજ્જાદિ વડે માત્ર શિષ્ટાચાર કરીએ છીએ, ફળ તો અંતરંગનું થશે?
ઉત્તર- પાહુડગ્રર્થમાં લજાદિ વડ પણ વંદનાદિકનો નિષેધ બતાવ્યો છે, જે અમે પહેલાં જ કહી ગયા. વળી કોઈ બળાત્કારથી મસ્તક નમાવી હાથ જોડાવતો હોય ત્યારે તો એમ સંભવે કે અમારું અંતરંગ નહોતું,” પણ પોતે જ જ્યાં માનાદિ વડે નમસ્કારાદિ કરે, ત્યાં અંતરંગશ્રદ્ધા કેમ ન કહેવાય? જેમ કોઈ પોતાના અંતરંગમાં તો માંસને બૂરું જાણે છે, પણ રાજાદિકને ભલે મનાવવા અર્થે માંસ ભક્ષણ કરે, તો તેને વ્રતી કેવી રીતે મનાય ? તેમ કોઈ પોતાના અંતરંગમાં તો કુગુરુ સેવનને બૂરું જાણે છે, પણ તેને વા લોકોને ભલે મનાવવા અર્થે તેનું સેવન કરે, તો તેને સાચો શ્રદ્ધાની કેવી રીતે મનાય? માટે બાહ્યથી તેનો ત્યાગ કરતાં જ અંતરંગ ત્યાગ સંભવે છે, તેથી જે શ્રદ્ધાનસહિત જીવ છે તેમણે તો કોઈ પ્રકારથી પણ એ કુગુરુઓની સેવા-સુશ્રુષાદિ કરવી યોગ્ય નથી.
એ પ્રમાણે કુગુરુ સેવનનો અહીં નિષેધ કર્યો.
પ્રશ્નઃ- કોઈ તત્ત્વશ્રદ્ધાનીને એ કુગુરુસેવનથી કેવી રીતે મિથ્યાત્વ થયું?
ઉત્તર:- જેમ શીલવતી સ્ત્રી પોતાના ભર્તારની માફક પરપુરુષની સાથે રમણક્રિયા સર્વથા કરે નહિ, તેમ તત્ત્વશ્રદ્ધાની પુરુષ સુગુરુની માફક કુગુરુને નમસ્કારાદિ ક્રિયા સર્વથા કરે નહિ. કારણ કે-તે જીવાદિતત્ત્વોનો શ્રદ્ધાની થયો છે, તેથી ત્યાં રાગાદિકનો નિષેધ કરનારી શ્રદ્ધા કરે છે, વીતરાગભાવને શ્રેષ્ઠ માને છે, તેથી જેનામાં વીતરાગતા
१. भयाशास्नेहलोभाश्च कुदेवागमलिंगिनाम्; પ્રણામ વિનાં ચૈવ ન કર્યું. શુદ્ધદયા (શ્રી રત્નકરંડશ્રાવકાચાર-૩૮)
અર્થ - શુદ્ધદષ્ટિવાન જીવે ભય-આશા-સ્નેહ અને લોભથી પણ કુદેવ, કુઆગમ અને કુલિંગીને પ્રણામ-વિનયાદિ કરવા યોગ્ય નથી.
-સંગ્રાહક-અનુવાદક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com