________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
છઠ્ઠો અધિકાર
[૧૯૫
તેથી તેમની મહંતતા ઘટતી નથી. જે લોભી હોય તે જ હીનતા પામે છે. એ જ પ્રમાણે અન્ય જીવ જાણવા, માટે નિગ્રંથ જ સર્વપ્રકારથી મહંતતાયુક્ત છે, પણ નિગ્રંથ વિના અન્ય જીવ સર્વપ્રકારથી ગુણવાન નથી. ગુણોની અપેક્ષાએ મહંતતા, તથા દોષોની અપેક્ષાએ હીનતા ભાસે છે, તેથી તેની નિઃશંક સ્તુતિ પણ કરી શકાય નહિ.
વળી નિગ્રંથ વિના અન્ય જીવ જેવું ધર્મસાધન કરે છે, તેવું વા તેનાથી અધિક ધર્મસાધન ગૃહસ્થ પણ કરી શકે છે, તો ત્યાં ગુરુસંજ્ઞા કોને હોય? માટે બાહ્યાભ્યતર પરિગ્રહરહિત નિગ્રંથમુનિ છે તે જ ગુરુ છે.
પ્રશ્ન:- આ કાળમાં એવા ગુરુ તો અહીં નથી, તેથી જેમ અરહંતની સ્થાપના પ્રતિમા છે, તેમ ગુરુની સ્થાપના આ વેષધારીઓ છે?
ઉત્તર:- જેમ ચિત્રાદિવડે રાજાની સ્થાપના કરીએ, તો ત્યાં પ્રતિપક્ષી નથી, પણ કોઈ સામાન્ય મનુષ્ય પોતાને રાજા મનાવે, તો તે રાજાનો પ્રતિપક્ષી થાય છે. તેમ પાષાણાદિમાં અરહંતાદિની સ્થાપના બનાવે, તો ત્યાં તેનો કોઈ પ્રતિપક્ષી નથી, પણ કોઈ સામાન્ય મનુષ્ય પોતાને મુનિ મનાવે, તો તે મુનિજનોનો પ્રતિપક્ષી થયો. એ પ્રમાણે જ જો સ્થાપના થતી હોય તો પોતાને અરહંત પણ મનાવો! પણ તેમની સ્થાપના હોય તો બાહ્યમાં તો એ પ્રમાણે જ હોવી જોઈએ; પરંતુ તે નિગ્રંથ અને આ ઘણા પરિગ્રહનો ધારક છે, ત્યાં એમ કેવી રીતે બને?
પ્રશ્ન:- આ કાળમાં શ્રાવક પણ જેવા સંભવે તેવા નથી, તેથી જેવા શ્રાવક તેવા મુનિ?
ઉત્તર:- શાસ્ત્રમાં શ્રાવકસંજ્ઞા તો સર્વ ગૃહસ્થ જૈનોને છે. શ્રેણિક પણ અસંયમી હતો છતાં તેને ઉત્તરપુરાણમાં શ્રાવકોત્તમ કહ્યો. બારસભામાં શ્રાવક કહ્યા ત્યાં તેઓ બધા વ્રતધારી નહોતા, જો તેઓ સર્વ વ્રતધારી હોત તો અસંયમી મનુષ્યોની જુદી સંખ્યા કહેત, પણ તેમ કહી નથી; માટે ગૃહસ્થ જૈન તો શ્રાવક નામ પામે છે. પરંતુ મુનિસંજ્ઞા તો નિગ્રંથ વિના કોઈ પણ ઠેકાણે કહી નથી.
વળી મધ-માંસ-મધુ અને પંચ ઉદંબરાદિ ફળોનું ભક્ષણ શ્રાવકોને નથી, તેથી શ્રાવકને તો આઠ મૂળગુણ કહે છે, માટે તેનામાં કોઈ પ્રકાર વડે પણ શ્રાવકપણું તો સંભવે છે, પણ મુનિને અક્વીસ મૂળગુણ છે, તે આ વેષધારીઓમાં દેખાતા જ નથી, માટે તેમનામાં કોઈ પ્રકારથી પણ મુનિપણું સંભવતું નથી. વળી ગૃહસ્થ અવસ્થામાં તો પૂર્વે જંબુકમારાદિકે ઘણાં હિંસાદિ કાર્ય કર્યા સાંભળવામાં આવે છે, પણ મુનિ થઈને કોઈએ હિંસાદિ કાર્ય કર્યા નથી, પરિગ્રહ રાખ્યા નથી, તેથી એવી યુક્તિ કાર્યકારી નથી.
જુઓ! શ્રી આદિનાથજીની સાથે ચાર હજાર રાજાઓ દીક્ષા લઈ પાછળથી ભ્રષ્ટ થયા, ત્યારે દેવો તેમને કહેવા લાગ્યા કે-“જિનલિંગી બની અન્યથા પ્રવર્તશો તો અમે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com