________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
છઠ્ઠો અધિકાર
શિથિલાચા૨ની પોષક યુક્તિ અને તેમનું નિરાક૨ણ
પ્રશ્ન:- ગુરુ વિના તો નગુરા કહેવાય. હવે એવા ગુરુ આ કાળમાં દેખાતા નથી તેથી આમને જ ગુરુ માનવા જોઈએ ?
[ ૧૯૩
ઉત્ત૨:- નગુરો તો એનું નામ કે જે ગુરુ જ માને નહિ. હવે જે ગુરુને તો માને છે, પણ આ ક્ષેત્રમાં ગુરુનું લક્ષણ ન દેખાવાથી. કોઈને ગુરુ ન માને, તો તે શ્રદ્ધાનથી તો નગુરો થતો નથી. જેમ-નાસ્તિક તો તેનું નામ, કે જે પરમેશ્વરને માને જ નહિ. હવે જે પરમેશ્વરને તો માને છે, પણ આ ક્ષેત્રમાં પરમેશ્વરનું લક્ષણ ક્યાંય ન દેખાવાથી કોઈને પરમેશ્વર ન માને, તો નાસ્તિક થતો નથી. એ જ પ્રમાણે અહીં જાણવું.
તેથી કાંઈ
પાંચ પ્રકારની વૃત્તિપૂર્વક સાધુઓએ ગૃહસ્થના ઘેર આહાર લેવો ઘટે છે, તે પાંચેનું સ્વરૂપ નીચે પ્રમાણે
૧. ગાય જંગલમાં ચારો ચરે છે, પણ તેનો લક્ષ જંગલની શોભા નિહાળવા તરફથી નથી, તેમ સાધુ ગૃહસ્થના ઘે૨ ૪૬ દોષ, ૩૨ અંતરાય અને ૧૪ મળદોષ ટાળી શુદ્ધ ભોજન અનાસક્ત ભાવે લે પણ તેનો લક્ષ ગૃહસ્થની શ્રીમંતાઈ, ગરીબાઈ, મકાનાદિની શોભા કે સ્ત્રી આદિ તરફ ન રાખે તે ગોચરીવૃત્તિ છે.
૨. ભ્રમર જંગલમાં જઈ અનેક પુષ્પાદિક ઉપર બેસી એ કોમળપુષ્પના રસને ચૂસી એકઠો કરે, પણ તે પુષ્પને કિંચિત્માત્ર પણ હરકત કે દુ:ખ ન પહોંચવા દે. (જોકે શક્તિ તો પાટડાને પણ કોચી નાખવાની છે.) તેમ સાધુ, ગૃહસ્થના ઘેર આહાર લે, પણ પોતાના નિમિત્તે ગૃહસ્થના આખા કુટુંબને કિંચિત્ પણ દુ:ખ પહોંચવા દે નહિ. એવી તેની દયામય કોમળ વૃત્તિને ભ્રામરીવૃત્તિ કહે છે.
૩. ખેડૂત, ગાડાની ધરીમાં દીવેલ ભરેલાં ચીંથરાં પ્રમાણસર–પ્રયોજન પૂરતાં ઘાલે, પણ તેનો લક્ષ બીજો કોઈ ન હોય તેમ સાધુ પોતાનાં હાડકાં આદિ આપસમાં ન ઘસાય એટલા જ પ્રયોજન પૂરતો ગૃહસ્થના ઘેર આહાર લે. તેને અક્ષમૃક્ષણવૃત્તિ કહે છે.
૪. જેમ એક ખાડો, માટી-પથ્થર-રોડાં-ધૂળ આદિ જે નિર્મૂલ્ય વસ્તુઓ મળે તેનાથી પૂરવામાં આવે છે. પણ તેને પૂરવા માટે મૂલ્યવાન પદાર્થોની જરૂર નથી; તેમ સાધુ પોતાનો ઉદરૂપ ખાડો નિર્દોષ રસ કે નિરસ ભોજન વડે પૂરે. પરંતુ તે ઉદરૂપી ખાડાને પૂરવા સારા સારા પુષ્ટ અને રસવાન પદાર્થો તરફ વૃત્તિ ન રાખે, તે ગર્તપૂરણવૃત્તિ છે.
૫. જેમ ભંડારમાં અગ્નિ લાગ્યો હોય, તો તેને બુઝાવવા કોઈ અમુક ખાસ જળની આવશ્યકતા નથી, પણ જેવું અને જ્યાંનું પાણી મળે, તેથી તેને બુઝાવવામાં આવે છે; તેમ સાધુ પોતાની ઉદારાગ્નિને ખોરાકના રસાદિ તરફ લક્ષ નહિ રાખતાં જે નિર્દોષ રસનિરસ પ્રાસુકઆહાર મળે, તેથી શમાવી, ગુણરૂપ રત્નભંડારની રક્ષા કરે તેને અગ્નિપ્રશમનવૃત્તિ કહે છે.
–એ પ્રમાણે પાંચ ભ્રામરી આદિ વૃત્તિપૂર્વક સાધુ દાતારને કાંઈ પણ હરકત પહોંચાડયા સિવાય
આહાર લે.
-સંગ્રાહક-અનુવાદક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com