________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
છઠ્ઠો અધિકાર
લક્ષણોને ધારણ કરે છે. એટલું વિશેષ છે કે-એ દ્રવ્યથી તો નગ્ન રહે છે, ત્યારે આ
[ ૧૯૧
હવે આહારના આશ્રયે રહેલા દશ પ્રકારના અશન દોષ કહે છે:
૧. શંકિતદોષ-આ વસ્તુ ગ્રહણ કરવા યોગ્ય છે કે અયોગ્ય ? આમાં શું કહ્યું છે? એવી શંકાયુક્ત વસ્તુને ગ્રહણ કરવી, તે શંકિતદોષસહિત આહાર છે.
૨. પિહિતદોષ-અપ્રાસુક વસ્તુ વડે અથવા પ્રાસુક પણ ભારે પદાર્થ દ્વારા ઢાંકેલી ભોજ્યસામગ્રીને ઉઘાડી પછી તેમાંથી આપેલું ભોજન, તે પિહિતદોષસહિત ભોજન છે.
૩. કૃક્ષિપ્તદોષ-સચ્ચીકણ હાથ, ચમચો કડછી આદિ દ્વારા આપેલી ભોજનસામગ્રી ગ્રહણ કરવી, તે કૃક્ષિપ્તદોષસહિત છે.
૪. નિક્ષિપ્તદોષ-સચિત્તપૃથ્વી, જલ, અગ્નિ, બીજ, હરિતકાય એ પાંચ ઉપ૨, અથવા બે ઇન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીના જીવો ૫૨ રાખેલી ભોજનસામગ્રી હોય, તેને ગ્રહણ કરવી, તે નિક્ષિપ્તદોષસહિત ભોજન છે.
૫. છોટિતદોષ-ઘણી ભોજન સામગ્રી વેરી નાખી અથવા છોડી દઈ, થોડી ભોજનસામગ્રી ગ્રહણ કરવી તે, પીરસવાવાળાના હાથપર છોડી દીધેલી પરંતુ છાશ આદિ દ્વારા ઝરતી વસ્તુ ગ્રહણ કરવી તે, ભોજન સામગ્રી ટપકી રહે છે એવા હાથ દ્વારા ભોજન કરવું તે, બે હાથને જુદા કરી ભોજન કરવું તે, તથા અનિષ્ટઆહાર છોડી ઇષ્ટ આહાર ગ્રહણ કરવો તે એ પાંચ પ્રકારનો આહાર છોટિતદોષસહિત આહાર છે.
૬. અપરિણતદોષ-જે આહારજળ ગરમ છતાં પાછળથી ઠંડા થઈ ગયાં હોય, કે જેનાં વર્ણ, રસ, ગંધ, સ્પર્શનું પરિવર્તન ન થયું હોય, તેવા આહારજળાદિ ગ્રહણ કરવાં, તે અપરિણત-દોષસહિત આહાર છે.
૭. સાધારણદોષ-આકુળતા વા ભયથી અથવા આદરપૂર્વક, વા વસ્ત્રાદિકનું સંકોચન કરી સારી રીતે પર્યાલોચન કર્યા વિના જ દાતારે આપેલાં આહાર-ઔષધાદિ ગ્રહણ કરવાં, તે સાધારણ-દોષસહિત આહાર છે.
૮. દાયકદોષ-રજસ્વતિ, ગર્ભવતી, આર્યિકા, રક્તપટીકાઆદિ સ્ત્રીઓ તથા સ્મશાનમાંથી મૃતકને અગ્નિદાહ કરી આવેલા, સુતયુક્ત, વ્યાધિયુક્ત, નપુંસકાદિપુરુષો, દાયાણી મધપાની, પ્રસુતા, રોગી, ભૂતપિશાચાદિથી મૂર્છિત, પંચશ્રમણિકા, તેલાદિસંસ્કારયુક્ત, અતિ નીચા વા ઊંચા સ્થાન પર ઊભેલી, અગ્નિને ટૂંકી, જલાવી, વધારી રાખમાં દબાવી, જળથી બૂઝાવી, વિખેરી નાંખી વા લાકડાં વગેરે કમ કરીને આવેલી હોય તેવી, વા ઘર, આગણું, દીવાલ લીંપતી હોય, સ્નાન કરતી હોય, બચ્ચાને દૂધ પીતું છોડીને આવી હોય, અતિશય બાલિકા હોય, વૃદ્ધા હોય, રોગી હોય, એવી સ્ત્રીઓ તથા ટટ્ટી-પેશાબ કરીને આવેલો હોય, આક્રાંત હોય, એવા પુરુષો દ્વારા આપેલો આહાર દાયકદોષ સહિત છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com