________________
૧૯૦ ]
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષમાર્ગ પ્રકાશક
વળી પાર્શ્વસ્થ અને કુશીલાદિ ભ્રષ્ટચારી મુનિઓનો નિષેધ કર્યો છે, તેમનાં જ
દોષસહિત ભોજન છે એમાં સાધુની દીનતા જ થાય છે. પોતાની સત્ય સમજ વિરુદ્ધ બોલાય છે, તે જ દીનતા.
૫. આજીવદોષ-હસ્તરેખા, શિલ્પશાસ્ત્રાદિજ્ઞાન વા (પોતાનાં) કુળ, જાતિ, ઐશ્વર્ય, તપ, અનુષ્ઠાન આદિ પ્રગટ કરી ભોજન ગ્રહણ કરવું. તે આજીવદોષસહિત ભોજન છે.
૬. ક્રોધદોષ-ક્રોધિત થઈ ભોજનાદિ ગ્રહણ કરવું, તે ક્રુદ્ધદોષસહિત ભોજન છે.
૭. માનદોષ-અભિમાનવશ થઈ ભોજન લેવું, તે માનદોષસહિત ભોજન છે.
૮. માયાદોષ–સમાનઆચાર-વેષ ધારણ કરી ભોજન ગ્રહણ કરવું, તે માયાદોષસહિત ભોજન છે.
૯. લોભદોષ-આસક્તતાપૂર્વક ભોજન ગ્રહણ કરવું, તે લોભદોષસહિત ભોજન છે.
૧૦. પૂર્વસ્તુતિદોષ-દાતારની પ્રશંસા કરી, વા તેના પિતા-પ્રપિતા આદિના દાન-ગુણોની દાતારની આગળ પ્રશંસા કરી, દાતારને દાનનું સ્મરણ કરાવી, પછી ભોજન કરવું. તે પુર્વસ્તુતિદોષ છે.
૧૧. પશ્ચાત્સ્તુતિદોષ-ભોજન લીધા પછી ઉ૫૨ પ્રમાણે દાતારની સ્તુતિ કરવી તે પશ્ચાત્સ્તુતિદોષ છે.
૧૨. ચિકિત્સાદોષ-રસાયણ, વિષ, ક્ષાર, બાળ, શરીર, ભૂત, શલ્ય તથા શલાકા એ ચિકિત્સાનાં આઠ અંગ છે. એ વડે દાતારની વ્યાધિ-બાધાનો પોતે જ પ્રતિકાર કરી, વા તેના નિરાકરણનો ઉપદેશ દઈ, દાતારને પ્રસન્ન કરી ભોજન કરવું, તે ચિકિત્સાદોષસહિત ભોજન છે.
૧૩. વિધાદોષ-જલ, સ્થલ, આકાશગામિની આદિ વિદ્યાઓનું માહાત્મ્ય બતાવી તે વિદ્યાઓ સિદ્ધ કરાવી આપી વા ‘અમુક વિદ્યાઓ હું આપીશ' એવું આશ્વાસન આપી, દાતારને પ્રસન્ન કરી ભોજન લેવું, તે વિધાદોષસહિત ભોજન છે.
૧૪. મંત્રદોષ-એ જ પ્રમાણે મંત્રનું મહાત્મ્યાદિ બતાવી, આપી વા આપવાનું આશ્વાસન આપી, ભોજન લેવું તે મંત્રદોષસહિત ભોજન છે.
૧૫. ચૂર્ણદોષ-ભૂસાચૂર્ણ, અંજનચૂર્ણ એ બે પ્રકારનાં ચૂર્ણ આપી, વા આપવાનું આશ્વાસન આપી ભોજન લેવું, તે ચૂર્ણદોષસહિત ભોજન છે.
૧૬. મૂલકર્મદોષ-કોઈને તાબે થવાનો ઉપાય બતાવી વા તેમ થવાની યોજના કરી, વિરહી સ્ત્રી-પુરુષનો મેળ કરાવી, વા તેનો ઉપાય બતાવી, ગૃહસ્થને પ્રસન્ન કરી ભોજન લેવું, તે મૂલકર્મદોષસહિત ભોજન છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com