________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૮]
મોક્ષમાર્ગ પ્રકાશક
ગૃહસ્થોના બાળકોને પ્રસન્ન કરવા, સમાચાર કહેવા, મંત્ર-ઔષધિ-જ્યોતિષાદિ કાર્ય
ચાર ભેદ છે-૧ સર્વ સાધારાણના ઉદ્દેશથી કરેલો આહાર. ૨. પાખંડીઓના ઉદ્દેશથી કરેલો આહાર. ૩. પાર્શ્વસ્થના ઉદ્દેશથી કરેલો આહાર તથા ૪. સાધુઓના ઉદ્દેશથી કરેલો આહાર.
૨. સાધિકદોષ-દાતાર પોતાના માટે પાકતા ભાત, દાળ, જળ, ઇંધનમાં, મુનિઓને દાન દેવાના અભિપ્રાયથી “આજ તો હું મુનિને આહાર આપીશ” એવો સંકલ્પ કરી તેમાં બીજા નવા ચોખા, દાળ, પાણી, ઇંધન વગેરે ઉમેરે; તે સાધિકદોષ આહાર છે.
૩. પૂતિદોષ-પ્રાસુક વસ્તુમાં અપ્રાસુક વસ્તુ મેળવી દે, તે પૂતિદોષ છે, અથવા આ પાત્રમાંનું વા આ પાત્રમાં બનાવેલું અન્ન જ્યાં સુધી મુનિને ન આપવામાં આવે ત્યાં સુધી તેનો કોઈએ ઉપયોગ કરવો નહિ, એવો સંકલ્પ કરવો. તે પણ પૂતિદોષસહિત આહાર છે. પહેલાને અપ્રાસુક-મિશ્રદોષ તથા બીજાને પૂતિકર્મકલ્પનાદોષ કહે છે.
૪. મિશ્રદોષ-પાખંડીઓ તથા ગૃહસ્થોની સાથે સાથે મુનિઓને આપવા માટે બનાવેલા અચિત્તભોજનને, મિશ્રદોષસહિત ભોજન કહે છે.
૫. પ્રાભૃતદોષ-જે કાળમાં જે વસ્તુ આપવા યોગ્ય છે, તે તે કાળમાં નહિ આપતાં અન્ય કાળમાં આપે, તે પ્રાભૂત દોષ છે. તેના બે ભેદ છે, ૧. સ્થલપ્રાભૂત, ૨. સુક્ષ્મ પ્રાભૂત.
૬. બલિદોષ-યક્ષ, નાગ, માતા, કુળદેવી તથા પિત્રાદિક માટે બનાવેલા ભોજનમાંથી સંયમી સાધુઓને જે ભોજન આપવામાં આવે, તે બલિદોષસહિત ભોજન છે.
૭. ન્યસ્તદોષ-એક વાસણમાંથી બીજા વાસણમાં ફેરવી, પોતાના ઘરમાં વા બીજાના ઘરમાં રાખી મૂકેલું ભોજન હોય, તે ચુસ્તદોષસહિત ભોજન છે. તે એટલા માટે દોષિત છે કે-કોઈ અન્ય મનુષ્ય સાધુને ભોજન દે, તો તેમાં ગરબડ ના ભૂલ થાપ થવા સંભવ છે.
૮. પ્રાદુષ્કારદોષ-તેના બે ભેદ છે. ૧. સંક્રમ, ૨. પ્રકાશ. સાધુના આવ્યા પછી ભોજનના વાસણ આદિને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાં, તે સંક્રમપ્રાદુષ્કારદોષ છે, તથા સાધુના આવ્યા પછી કમાડમંડપાદિ દૂર કરવાં, ભસ્મજલાદિથી વાસણ માંજવાં, દીવોદેવતા સળગાવવો, તે પ્રકાશપ્રાદુષ્કાર દોષ છે.
૯. કિતદોષ-ભિક્ષા અર્થે સાધુ ઘરમાં આવ્યા પછી તેમને માટે બદલામાં અન્ય સામગ્રી આપી ભોજન સામગ્રી લાવવી, તે કિતદોષ છે, તથા ગાય ધન, વિધા આદિ આપી ભોજન સામગ્રી લાવવી, તે પણ કિતદોષસહિત આહાર છે.
૧૦. પ્રામિત્યદોષ-મુનિદાન માટે ઉધાર લાવેલા અન્નને પ્રામિત્યદોષસહિત આહાર કહે છે. જેથી અંતે દાતારને કલેશ પરિશ્રમ ઉઠાવવો પડે છે. કદર્શિત થવું પડે છે. તે દ્રવ્યભોજનના બે ભેદ છે-૧ વ્યાજવું ૨ ઉછીનું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com