________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
છઠ્ઠો અધિકાર
[ ૧૮૭
चिल्लाचिल्ली पुत्थियहिं तूसइ मूदु णिभंतु, एयहिं लज्जइ णाणियउ, बंधहं हेउ मुणंतु।। २१५ ।।
અર્થ - ચેલા-ચેલી અને પુસ્તકો વડે તો મૂઢ સંતુષ્ટ થાય છે, પણ ભ્રાંતિરહિત એવો જ્ઞાની, તેને બંધનું કારણ જાણી, તેનાથી લક્ઝાયમાન થાય છે.
केणवि अप्पउ वंचियउ सिरुलूचिवि छारेण; सयलवि संग ण परिहरिय, जिणवरलिंगधरेण ।। २१७ ।।
અર્થ- જે જીવ વડે પોતાનો આત્મા ઠગાયો, તે જીવ કયો? કે જે જીવે જિનવરનું લિંગ ધાર્યું, રાખ વડે માથાનો લોચ કર્યો, પણ સમસ્ત પરિગ્રહું છોડયો નહિ.
जे जिणलिंगु धरेवि मुणि, इट्ठपरिग्गह लिंति; छद्दि करेविणु ते जि जिय, सा पुणु छद्दि गिलंति।। २१८ ।।
અર્થ- હે જીવ! જે મુનિલિંગધારી ઇષ્ટપરિગ્રહને ગ્રહણ કરે છે, તે ઊલટી કરીને તે જ ઊલટીને પાછો ભક્ષણ કરે છે, અર્થાત્ તે નિંદનીય છે; ઈત્યાદિ ત્યાં કહ્યું છે.
એ પ્રમાણે શાસ્ત્રોમાં પણ કુગુરુ, તેનાં આચરણ, અને તેની સુશ્રુષાનો નિષેધ કર્યો છે, તે જાણવો.
વળી જ્યાં મુનિને ધાત્રી-દૂત આદિ છેતાલીસ દોષ* આહારાદિમાં કહ્યાં છે, ત્યાં
१. गृहस्थो मोक्षमार्गस्थो, निर्मोहो नैव मोहवान्।
अनगारो गृही श्रेयान् निर्मोहो मोहिनो मुनेः।।
અર્થ - દર્શનમોહવિનાનો ગૃહસ્થ તો મોક્ષમાર્ગમાં છે, પણ મોહવાન એવો અણગાર અર્થાત ગૃહરહિત મુનિ મોક્ષમાર્ગી નથી, તેથી મોહિ મુનિ કરતાં દર્શનમોહરહિત ગૃહસ્થ સર્વોત્કૃષ્ટ છે. ભાવાર્થજેને મોહ અર્થાત્ મિથ્યાત્વ નથી, એવો અવ્રતસમ્યગ્દષ્ટિ મોક્ષમાર્ગી છે. કારણ કે-સાત આઠ ભવ દેવમનુષ્યના ગ્રહણ થઈ નિયમથી તે મોક્ષ જશે, પણ મુનિવ્રતધારી મિથ્યાદષ્ટિ સાધુ થયો છે, તોપણ મરીને ભવનયાદિકમાં ઊપજી સંસારમાં જ પરિભ્રમણ કરશે. (શ્રીરત્નહર્તુશ્રાવ|વીર)
-સંગ્રાહક-અનુવાદક
* એ છેતાલીસ દોષ આ પ્રમાણે છે:દાતાર આશ્રયી સોળ પ્રકારના ઉદ્ગમ દોષનું વર્ણન
૧. ઔદેશિકદોષ-અઠ્ઠાવીસ મૂલગુણોને ધારવાવાળા નિગ્રંથને સાધુ કહે છે. તેમના નિમિત્તથી જે આહાર બનાવવામાં આવે. તે ઔદેશિકદોષવાળો આહાર છે. એ ઔદેશિકદોષસહિત આહારના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com