________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૬ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
અર્થ:- જે ધર્મમાં નિરુધમી અને દોષોનું ઘર છે, તે ઈક્ષુફૂલ સમાન નિષ્ફળ છે; જે ગુણોના આચરણથી રહિત છે, તે માત્ર નગ્નરૂપ વડે નટશ્રમણ છે-ભાંડસમાન વેષધારી છે. હવે નગ્ન થતાં તો ભાંડનું દષ્ટાંત સંભવે છે, પણ પરિગ્રહ રાખે તો એ દષ્ટાંત પણ બને નહિ. કહ્યું છે કે
जे पावमोहियमई, लिंगं घेत्तूण ण जिणवरिंदाणं;
पावं कुणंति पावा, ते चत्ता मोक्खमग्गम्मि ।। ७८ ।। ( मोक्षपाहुड )
અર્થ:
:- પાપ વડે મોહિત થઈ છે બુદ્ધિ જેની, એવા જે જીવો જિનવરનું લિંગ ધારી પાપ કરે છે, તે પાપમૂર્તિ મોક્ષમાર્ગમાં ભ્રષ્ટ જાણવા.
વળી કહ્યું છે કે
जे पंचचेलसत्ता, गंथग्गाहींय जायणासीला;
आधाकम्मम्मिरया, ते चत्ता मोक्खमग्गम्मि ।। ७९ ।। ( मोक्षपाहुड)
અર્થ:- જે પાંચ પ્રકારના વસ્ત્રોમાં આસક્ત છે, પરિગ્રહને ગ્રહણ કરવાવાળા છે, યાચના સતિ છે, તથા આધાકર્માદિ દોષોમાં લીન છે, તે મોક્ષમાર્ગમાં ભ્રષ્ટ જાણવા.
બીજી પણ ગાથા ત્યાં તે શ્રદ્ધાનને દઢ કરવા માટે કહેલ છે તે ત્યાંથી જાણવું.
શ્રી કુંદકુંદાચાર્ય કૃત લિંગપાહુડમાં, જેઓ મુનિલિંગધારી હિંસા, આરંભ, યંત્ર-મંત્રાદિ કરે છે, તેનો ઘણો નિષેધ કર્યો છે.
શ્રી ગુણભદ્રાચાર્યકૃત આત્માનુશાસનમાં પણ કહ્યું છે કેइतस्ततश्च त्रस्यन्तो, विभावर्य्या यथा मृगाः; वनाद्विशन्त्युपग्रामं, कलौ कष्ट तपस्विनः।। १९७।।
અર્થ:- જેમ રાત્રિ વિષે મૃગ જ્યાંત્યાંથી ભયવાન બની વનમાંથી નગરની સમીપ આવીને વસે છે, તેમ આ કળિકાળમાં તપસ્વી પણ મૃગની માફક જ્યાંત્યાંથી ભયભીત બની, વનમાંથી નગરની સમીપ આવી વસે છે, એ મહાખેદકારક કાર્ય છે. અહીં નગરસમીપ જ રહેવું નિષેધ્યું તો નગ૨માં રહેવું તો સ્વયં નિષેધ થયું. વળી એ જ ગ્રંથમાં કહ્યું છે કે
वरं गार्हस्थ्यमेवाद्य, तपसोभाविजन्मनः; सुस्त्रीकटाक्षलुण्टाकैर्लुप्तवैराग्य संपदः ।। २०० ।।
અર્થ:- જેનાથી અનંત સંસાર થવા યોગ્ય છે, એવા તપ કરતાં તો ગૃહસ્થપણું જ ભલું છે, કેવું છે એ તપ ? પ્રભાત થતાં જ સ્ત્રીઓના કટાક્ષરૂપ લુંટારાઓ વડે જેની વૈરાગ્યસંપદા લુંટાઈ ગઈ છે.
શ્રી યોગેન્દ્રદેવકૃત ૫૨માત્મપ્રકાશમાં કહ્યું છે કે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com