________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
છઠ્ઠો અધિકાર
| [૧૮૯
બતાવવાં, અને કાર્યો-કરાવ્યો-અનુમોઘો આહાર લેવો, ઇત્યાદિ ક્રિયાનો નિષેધ કર્યો છે. પણ આજે કાળદોષથી એ જ દોષો લગાવી આહારાદિ ગ્રહણ કરે છે.
૧૧. પરિવર્તિતદોષ-એક ચીજને બદલામાં આપીને બીજી ચીજ દાન અર્થે લાવવામાં આવે, તેવી ભોજનસામગ્રી પરિવર્તિત દોષરહિત છે. કારણ તેથી પણ દાતારને સંકલેશ, પરિશ્રમ અને સંકોચ થાય છે.
૧૨. નિષિદ્ધદોષ-કોઈએ મના કરેલી વસ્તુ પણ મુનિને આપવામાં આવે, તો તે નિષિદ્ધદોષસહિત આહાર છે. તેના બે ભેદ છે. ૧ માલિકની નિષેધ કરેલી તથા બીજી પોતે તે વસ્તુનો માલિક તો નથી, પણ પોતાને તે માલિક સમજે છે, તેવાએ નિષેધ કરેલી.
૧૩. અભિહતદોષ-એક સરલપંક્તિમાં આવેલ ત્રણ અથવા સાત મકાનો છોડીને બાકી સર્વજગ્યાએથી મુનિના ભોજન માટે લાવેલી અયોગ્ય અનાદિ ભોજનસામગ્રીને અભિહતદોષસહિત ભોજન કહે છે.
૧૪. ઉભિન્નદોષ-એવી કોઈ પણ ઘી, ખાંડ, ગોળ, આદિ વસ્તુ કે જે કર્દમ વ લાખ આદિથી ઢાંકેલી હોય. અથવા કોઈ પ્રકારની નામની સીલ-મહોર કરેલી હોય તેવી વસ્તુ ખોલીને સાધુને આપવામાં આવે, તો તે ઉભિન્નદોષરહિત છે.
૧૫. આડેધદોષ-રાજા વા મંત્રી આદિના ભયથી સાધુને ગૃહસ્થ જે આહાર આપે, તે આધદોષરહિત છે.
૧૬. માલારોહણદોષ-નીસરણી-દાદર આદિ ઉપર ચઢી, માળ પરથી ભોજન લાવી સાધુને આપવામાં આવે, તે માલારોહણદોષસહિત આહાર છે. એમ કરતાં દાતારને હરક્ત, મુશ્કેલી થાય છે, તેથી તે પણ સદોષ આહાર છે.
હવે મુનિ આશ્રયે સોળ પ્રકારના ઉત્પાદન દોષ કહે છે:
૧. ધાત્રીદોષ-ધાત્રી પાંચ પ્રકારની છે : માર્જન, ખેલન, સ્થાપન, મંડન અને ક્ષીર. એમાંથી એક યા અનેક કાર્યોનો સંયમી સાધુ પ્રયોગ કરે, જેથી અનુરાગી થઈ ગૃહસ્થ ભોજન આપે, તેને સંયમી ગ્રહણ કરે, તે ધાત્રીદોષસહિત ભોજન છે. આ પાંચ પ્રકારનું ધાત્રીકર્મ સંયમી પોતે કરે, કરાવે વા ઉપદેશે, તેથી મેળવેલું ભોજન પણ સદોષ છે.
૨. દૂતદોષ-સંબંધીઓનાં વચનો, વૃત્તાન્તો, સંદેશાઓ સ્થાનાંતરે પહોંચાડી, દાતારને સંપુષ્ટઅનુરાગી કરી, તે દ્વારા નિપજાવેલા ભોજનને દૂતદોષસહિત ભોજન કર્યું છે.
૩. નિમિત્તદોષ-અષ્ટાંગનિમિત્ત (લાચ્છન, અંગ, સ્વર, છેદ, ભીમ, અંતરિક્ષ, લક્ષણ તથા સ્વપ્ન) દ્વારા ગૃહસ્થને સંતુષ્ટ કરી ભોજન કરે, તે નિમિત્તદોષસહિત ભોજન છે.
૪. વનિપકવચનદોષ-દાતારના અનુકુલવચન બોલી આહારાદિ ગ્રહણ કરે. તે વનિપકવચન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com