________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૨ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
કરે છે અને ઇચ્છાનુસાર વેષ બનાવે છે. અને એવા અનેક વેષ ધારવાથી પોતાનામાં ગુરુપણું માને છે, પણ એ મિથ્યા છે.
પ્રશ્નઃ- વેષ તો ઘણા પ્રકારના દેખાય છે, તો તેમાં સાચા-જૂઠા વેષની પિછાણ કેવી રીતે થાય ?
ઉત્તર:- જે વેષમાં વિષય-કષાયનો કાંઈ પણ લગાવ નથી, તે વેષ સાચો છે. એ સાચો વેષ ત્રણ પ્રકારનો છે, બાકીના સર્વવેષ મિથ્યા છે.
એ જ વાત પપાહુડમાં શ્રી કુંદકુંદાચાર્ય કહી છે:
एगं जिणस्स रूवं, वीयं उक्ट्ठिसावयाणं तु,
अवरट्ठियाण तइयं, चउत्थ पुण लिंग दंसणंणत्थि।। १८ ।। (दर्शनपाहुड) અર્થ:- એક તો જિનસ્વરૂપ-નિગ્રંથ દિગંબર મુનિલિંગ, બીજું ઉત્કૃષ્ટશ્રાવકરૂપ-દશમીઅગિયારમી પ્રતિમાધારક શ્રાવકલિંગ, અને ત્રીજું આર્થિકાઓનું રૂપ એ સ્ત્રીઓનું લિંગ, એ પ્રમાણે એ ત્રણ લિંગ તો શ્રદ્ધાનપૂર્વક છે, ચોથું લિંગ સમ્યકદર્શનસ્વરૂપ કોઈ નથી. ભાવાર્થ-એ ત્રણ લિંગ વિના અન્ય લિંગને જે માને છે તે શ્રદ્ધાની નથી. પણ મિથ્યાદષ્ટિ છે. વળી એ વેષોમાં કોઈ વેપી પોતાના વેષની પ્રતીતિ કરાવવા અર્થે કિંચિત ધર્મના અંગને પણ પાળે છે, જેમ કોઈ ખોટા રૂપિયા ચલાવવાવાળો તેમાં કંઈક રૂપાનો અંશ પણ રાખે છે, તેમ આ પણ ધર્મનું કોઈ અંગ બતાવી પોતાનું ઉચ્ચપદ મનાવે છે.
પ્રશ્ન:- જેટલું ધર્મસાધન કર્યું, તેનું તો ફળ થશે?
ઉત્તરઃ- જેમ કોઈ ઉપવાસનું નામ ધરાવી, કણમાત્ર પણ ભક્ષણ કરે તો તે પાપી છે; પણ એકાશનનું નામ ધરાવી, કોઈ કિંચિયૂન ભોજન કરે, તોપણ તે ધર્માત્મા છે; તેમ કોઈ ઉચ્ચપદનું નામ ધરાવી, તેમાં કિંચિત્ પણ અન્યથા પ્રવર્તે, તો તે મહાપાપી છે, પણ નીચાપદનું નામ ધરાવી, થોડું પણ ધર્મસાધન કરે, તો તે ધર્માત્મા છે. માટે ધર્મસાધન તો જેટલું બને તેટલું કરો, એમાં કાંઈ દોષ નથી, પણ ઉચ્ચ ધર્માત્મા નામ ધરાવી નીચી ક્રિયા કરતાં તો તે મહાપાપી જ થાય છે. પપાહુડમાં શ્રી કુંદકુંદાચાર્યે કહ્યું છે કે
जहजायरूवसरिसो, तिलतुसमेत्तं ण गिहदि हत्थेसु ,
जइ लेइ अप्प बहुयं, तत्तो पुण जइ णिग्गोयं ।। १८ ।। ( सूत्रपाहुड) અર્થ - મુનિપદ છે તે યથાજાતરૂપ સદેશ છે; જેવો જન્મ થયો હતો તેવું નગ્ન છે. એ મુનિ, અર્થ જે ધનવસ્ત્રાદિ વસ્તુને તિલતુસમાત્ર પણ ગ્રહણ કરે નહિ. કદાપિ તેને થોડીઘણી પણ ગ્રહણ કરે, તો તેથી તે નિગોદ જાય.
જુઓ! ગૃહસ્થપણામાં ઘણો પરિગ્રહ રાખી, કંઈક પ્રમાણ કરે, તોપણ તે સ્વર્ગ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com