________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૦]
મોક્ષમાર્ગ પ્રકાશક
અસત્યતા સંભવે નહિ. માટે ધર્મપદ્ધતિમાં તો કુળ અપેક્ષા મહંતપણું સંભવતું નથી, પણ ધર્મસાધનથી જ મહંતપણું હોય છે. બ્રાહ્મણાદિ કુળોમાં જે મહંતતા છે, તે ધર્મપ્રવૃત્તિથી છે; ધર્મપ્રવૃત્તિ છોડી હિંસાદિક પાપપ્રવૃત્તિમાં પ્રવર્તતાં મહંતપણું કેવી રીતે રહે?
વળી કોઈ કહે છે કે “અમારા પૂર્વવડીલો મહાન ભક્ત થઈ ગયા છે, સિદ્ધ થયા છે, વા ધર્માત્મા થયા છે અને અમે તેની સંતતિ છીએ. માટે અમે ગુરુ છીએ.” પણ એ વડીલોના વડીલો તો એવા હતા નહિ, હવે તેમની સંતતિમાં આમને ઉત્તમ કાર્ય કરતાં જો ઉત્તમ માનો છો. તો એ ઉત્તમ પુરુષોની સંતતિમાં જે ઉત્તમ કાર્ય ન કરે, તેને શા માટે ઉત્તમ માનો છો? શાસ્ત્રોમાં વા લોકમાં પણ પ્રસિદ્ધ છે કે પિતા શુભ કાર્ય વડે ઉચ્ચપદ પામે છે, તથા પુત્ર અશુભ કાર્ય વડ નીચપદ પામે છે. વા પિતા અશુભ કાર્ય વડે નીચપદ પામે છે, ત્યારે પુત્ર શુભ કાર્ય વડે ઉચ્ચપદ પામે છે. માટે પૂર્વ-વડીલોની અપેક્ષાએ મહંતતા માનવી યોગ્ય નથી.
એ પ્રમાણે કુળ વડે ગુરુપણું માનવું, એ મિથ્યાભાવ સમજવો.
વળી કોઈ-પટ્ટા વડે ગુરુપણું માને છે. પૂર્વે કોઈ મહાન પુરુષ થયો હોય, તેની પાટે જે શિષ્ય-પ્રતિશિષ્ય ચાલ્યા આવતા હોય, તેમાં એ મહંતપુરુષ જેવા ગુણ ન હોય, તોપણ તેમાં ગુરુપણું માનવામાં આવે છે. જો એમ જ હોય, તો એ પાટમાં કોઈ ગાદીપતિ પરસ્ત્રીગમનાદિ મહાપાપકાર્ય કરશે, તે પણ ધર્માત્મા થશે તથા સુગતિને પ્રાપ્ત થશે, પણ એમ તો સંભવે નહિ. તથા જો તે મહાપાપી છે, તો તેને ગાદીનો અધિકાર જ કયાં રહ્યો? માટે જે ગુરુપદયોગ્ય કાર્ય કરે, તે જ ગુરુ છે.
વળી કોઈ-પહેલાં તો સ્ત્રી આદિના ત્યાગી હતા, પણ પાછળથી ભ્રષ્ટ થઈ વિવાહાદિ કાર્ય કરી ગૃહસ્થ થયા, તેમની સંતતિ પણ પોતાને ગુરુ માને છે, પણ ભ્રષ્ટ થયા પછી ગુરુપણું કયાં રહ્યું? ગૃહસ્થવત્ એ પણ થયા. હા! એટલું વિશેષ થયું કે-આ ભ્રષ્ટ થઈ ગૃહસ્થ થયા, તો તેમને મૂળગૃહસ્થધર્મી કેવી રીતે ગુરુ માને?
વળી કોઈ અન્ય તો બધાં પાપકાર્ય કરે, પણ માત્ર એક સ્ત્રી પરણે નહિ, અને એ જ અંગ વડે પોતાનામાં ગુરુપણું માને છે. હવે એક અબ્રહ્મચર્ય જ પાપ નથી, પરંતુ હિંસાપરિગ્રહાદિક પણ પાપ છે. એ કરવા છતાં પણ તેમને ધર્માત્મા-ગુરુ કેવી રીતે મનાય ? બીજું એ કાંઈ ધર્મબુદ્ધિથી વિવાહાદિકનો ત્યાગી થયો નથી, પણ કોઈ આજીવિકા વા લજ્જાદિ પ્રયોજન અર્થે વિવાહ કરતો નથી. જો ધર્મબુદ્ધિ હોત, તો હિંસાદિક શા માટે વધારત? વળી જેનામાં ધર્મબુદ્ધિ નથી, તેને શીલની દઢતા પણ રહે નહિ, અને વિચાર્યું કરે નહિ ત્યારે તે પરસ્ત્રીગમનાદિ મહાપાપ ઉપજાવે, તેથી એવી ક્રિયા હોવા છતાં તેનામાં ગુપણું માનવું એ મહા ભ્રમબુદ્ધિ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com