________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૧૮૧
છઠ્ઠો અધિકાર વળી કોઈ-કોઈ પ્રકારના વેષ ધારવાથી ગુરુપણું માને છે. પણ માત્ર વેષ ધારવામાં શો ધર્મ થયો, કે જેથી ધર્માત્મા તેને ગુરુ માને? તેમાં કોઈ ટોપી પહેરે છે, કોઈ ગૂદરી (ગોદડી ) રાખે છે, કોઈ ચોળો પહેરે છે, કોઈ ચાદર ઓઢે છે, કોઈ લાલ વસ્ત્ર રાખે છે, કોઈ શ્વેતવસ્ત્ર રાખે છે, કોઈ ભગવાં રાખે છે, કોઈ ટાટ પહેરે છે, કોઈ મૃગછાલા પહેરે છે, તથા કોઈ રાખ લગાવે છે, ઇત્યાદિ અનેક સ્વાંગ બનાવે છે. પણ જો શીત-ઉષ્ણાદિક સહન થતાં નથી, તથા લજા છૂટી નથી. તો પાઘડી અને અંગરખાદિ પ્રવૃત્તિરૂપ વસ્ત્રાદિકનો શામાટે ત્યાગ કર્યો ? તથા એને છોડી આવા સ્વાંગ બનાવવામાં કયું ધર્મનું અંગ થયું? પણ માત્ર ગૃહસ્થોને ઠગવા માટે જ એવા વેષો છે, એમ જાણવું. કારણ કે જો તેઓ ગૃહસ્થ જેવો પોતાનો સ્વાંગ રાખે, તો ગૃહસ્થ કેવી રીતે ઠગાય? પણ તેમને આવા વેષ દ્વારા આ ગૃહસ્થો પાસેથી આજીવિકા, ધનાદિક તથા માનાદિક પ્રયોજન સાધવું છે. તેથી તેઓ એવા સ્વાંગ બનાવે છે, અને ભોળું જગત એ સ્વાંગને જોઈ ઠગાય છે, ધર્મ થયો માને છે, પણ એ ભ્રમ છે. “ઉપદેશ-સિદ્ધાંતરત્ન'માં કહ્યું છે કે
जइ कुवि वेस्सारत्तो, मुसिज्जमाणो विमण्णए हरिसं, तह मिच्छवेसमुह्यिा गयं पि ण मुणंति धम्मणिहिं।। ५।।
(ઉપદેશસિદ્ધાંતરત્નમાળા)
અર્થ:- જેમ કોઈ વેશ્યાસક્ત પુરુષ ધનાદિ ઠગાવતો હોવા છતાં પણ હર્ષ માને છે, તેમ મિથ્યાવેષ વડે ઠગાતા જીવો, નાશ પામતા ધર્મધનને જાણતા નથી. ભાવાર્થ-એ મિથ્યાવેષવાળા
જીવોની સુશ્રુષાદિથી પોતાનું ધર્મધન નાશ થાય છે, તેનો તો તેમને ખેદ નથી, પણ ઊલટા મિથ્થાબુદ્ધિથી હર્ષ કરે છે.
ત્યાં કોઈ તો-મિથ્યાશાસ્ત્રોમાં નિરૂપણ કરેલા વેષને ધારણ કરે છે; એ શાસ્ત્રોના રચવાવાળા પાપાશયીઓએ સુગમક્રિયાથી, ઉચ્ચપદપ્રાતિના પ્રરૂપણથી “અમારી માન્યતા થશે, વા અન્ય ઘણા જીવો આ માર્ગમાં જોડાશે,” એવા અભિપ્રાયથી મિથ્યા ઉપદેશ આપ્યો. અને તેની પરંપરાવડે વિચારરહિત જીવો, એટલો પણ વિચાર કરતા નથી કે સુગમક્રિયાથી ઉચ્ચપદપ્રાતિ બતાવે છે, ત્યાં કંઈક દગો છે! પણ માત્ર ભ્રમપૂર્વક તેમના કહેલા માર્ગમાં તેઓ પ્રવર્તે છે.
વળી કોઈ–શાસ્ત્રોમાં નિરૂપણ કરેલા કઠણ માર્ગ તો પોતાનાથી સધાય નહિ, અને પોતાનું ઉચ્ચ નામ ધરાયા વિના લોક માને પણ નહિ, એ અભિપ્રાયથી યતિ, મુનિ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, ભટ્ટારક, સંન્યાસી, યોગી, તપસ્વી અને નગ્ન, ઇત્યાદિ નામ તો ઉચ્ચ ધરાવે છે, પણ તેવા આચરણોને સાધી શકતા નથી, તેથી ઇચ્છાનુસાર નાના પ્રકારના વેષ બનાવે છે, તથા કેટલાક તો પોતાની ઇચ્છાનુસાર જ નવીન નામ ધારણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com