________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૬ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
કુતૂહલાદિક જ કરે છે, પણ કોઈ વિશેષ પ્રયોજન રાખતાં નથી. જે તેમને માને-પૂજે તેનાથી કુતૂહલ કર્યા કરે, તથા જે ન માને-પૂજે તેને કાંઈ કહે નહિ. જો તેમને પ્રયોજન જ હોય, તો ન માનવા-પૂજવાવાળાને તેઓ ઘણા દુઃખી કરે, પણ જેને ન માનવા-પૂજવાનો નિશ્ચય છે, તેને તેઓ કાંઈ પણ કહેતા દેખાતા નથી. વળી પ્રયોજન તો સુધાદિકની પીડા હોય તો હોય, પણ તે તો તેમને વ્યક્ત થતી નથી, જો થતી હોય તો તેમના અર્થે નૈવેધાદિક આપીએ છીએ, તેને તેઓ કેમ ગ્રહણ કરતા નથી? અથવા બીજાઓને જમાડવા આદિ કરવાનું શા માટે કહે છે? તેથી તેમની ક્રિયા કુતૂહલમાત્ર છે. અને પોતાને તેમને કુતૂહલનું સ્થાન થતાં દુઃખ જ થાય, હીનતા થાય, માટે તેમને માનવા-પૂજવા યોગ્ય નથી.
પ્રશ્ન:- એ વ્યંતરો એમ કહે છે કે “ગયા આદિમાં પિંડદાન કરો, તો અમારી ગતિ થાય, અમે ફરીથી આવીએ નહિ.” એ શું છે?
ઉત્તરઃ- જીવોને પૂર્વભવના સંસ્કાર તો રહે જ છે, અને વ્યંતરોને પૂર્વભવના સ્મરણાદિથી વિશેષ સંસ્કાર છે, તેથી પૂર્વભવમાં તેને એવી જ વાસના હતી કે “ગયાદિકમાં પિંડદાનાદિ કરતાં ગતિ થાય છે, તેથી તેઓ એવાં કાર્ય કરવાનું કહે છે. મુસલમાન વગેરે મરીને વ્યંતર થાય છે, તેઓ એ પ્રમાણે કહેતા નથી. તેઓ પોતાના સંસ્કારરૂપ જ વાકય કહે છે. જો સર્વ શ્રેતરોની ગતિ એ જ પ્રમાણે થતી હોય, તો બધા સમાન પ્રાર્થના કરે, પણ એમ તો નથી, એમ સમજવું.
એ પ્રમાણે વ્યંતરાદિનું સ્વરૂપ સમજવું.
વળી સૂર્ય, ચંદ્ર, ગ્રહાદિક જ્યોતિષીને પૂજે છે, તે પણ ભ્રમ છે. સૂર્યાદિકને પણ પરમેશ્વરનો અંશ માની પૂજે છે, પણ તેમનામાં તો એક પ્રકાશની જ અધિકતા ભાસે છે, હવે પ્રકાશમાન તો અન્ય રત્નાદિક પણ છે, તેનામાં અન્ય કોઈ એવું લક્ષણ નથી, કે જેથી તેને પરમેશ્વરનો અંશ માનીએ. ચંદ્રમાદિકને પણ ધનાદિની પ્રાપ્તિ અર્થે પૂજે છે. પણ તેને પૂજવાથી જ જો ધન થતું હોય, તો સર્વ દરિદ્રીએ કાર્ય કરે છે, તેથી એ પણ મિથ્યાભાવ છે. વળી જ્યોતિષના વિચારથી ખોટા ગ્રહાદિક આવતાં તેનું પૂજનાદિક કરે છે, તેના અર્થે દાનાદિક આપે છે, પણ તે તો જેમ હરણાદિક પોતાની મેળે ગમનાદિક કરે છે, હવે તે પુરુષને જમણી–ડાબી બાજુએ આવતાં આગામી સુખ-દુઃખના જ્ઞાનનું કારણ થાય છે, પણ કાંઈ સુખ-દુ:ખ આપવા તે સમર્થ નથી; તેમ ગ્રહાદિક સ્વયં ગમનાદિક કરે છે, અને તે પ્રાણીને યથાસંભવ યોગ પ્રાપ્ત થતાં; આગામી સુખ-દુ:ખ થવાના જ્ઞાનનું કારણ થાય છે. પણ કાંઈ સુખ-દુ:ખ આપવા નથી. કોઈ તેમનું પુજનાદિક કરે છે. તેને પણ ઇષ્ટ થતું નથી, તથા કોઈ નથી કરતાં. છતાં તેને ઇષ્ટ થાય છે, માટે તેમનું પૂજનાદિ કરવું તે મિથ્યાભાવ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com