________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૪ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
વ્યતરાદિકૃત થાય છે, તેમ કુદેવોનો કોઈ ચમત્કાર થાય છે તે તેમના અનુચર વ્યંતરાદિકો દ્વારા કર્યો હોય છે.
વળી અન્યમતમાં “ભક્તોને પરમેશ્વરે સહાય કરી, વા પ્રત્યક્ષ દર્શન આપ્યાં,” ઇત્યાદિક કહે છે. ત્યાં કોઈ તો કલ્પિત વાતો કહે છે, તથા કોઈ તેમના અનુચર-વ્યંતરાદિક દ્વારા કરેલાં કાર્યોને પરમેશ્વરે કર્યા કહે છે. હવે જો પરમેશ્વરે કર્યા હોય તો પરમેશ્વર તો ત્રિકાલજ્ઞાની છે, સર્વ પ્રકારે સમર્થ છે, તો ભક્તોને દુ:ખ જ શામાટે થવા દે? પરંતુ આજે પણ જોઈએ છીએ કેપ્લેચ્છ આવીને ભક્તોને ઉપદ્રવ કરે છે, ધર્મ વિધ્વંસ કરે છે, ધર્મકાર્યમાં ઉપદ્રવ કરે છે, તથા મૂર્તિને વિન્ન કરે છે. હવે પરમેશ્વરને જ એ કાર્યોનું જ્ઞાન ન હોય, તો તેનામાં સર્વશપણું રહે નહિ. તથા જાણ્યા પછી જો તે સહાય ન કરે તો તેની ભક્તવત્સલતા ગઈ, વા તે સામર્થ્યહીન થયો. વળી જો તે સાક્ષીભૂત રહે છે, તો આગળ ભક્તોને સહાય કરી કહો છો, તે જૂઠ છે; કારણ તેની તો એકસમાન વૃત્તિ છે.
વળી જો કહેશો કે-“એવી ભક્તિ નથી.” પણ મ્લેચ્છોથી તો આ ભલા છે! વા મૂર્તિ આદિ તો તેમની જ સ્થાપતિ હતી, તેને તો વિપ્ન ન થવા દેવું હતું? વળી મ્લેચ્છ–પાપીઓનો ઉદય થાય છે, તે પરમેશ્વરનો કર્યો થાય છે કે નહિ! જો પરમેશ્વરનો ર્યો થાય છે, તો તેઓ નિંદકોને સુખી કરે છે તથા ભક્તોને દુ:ખ દેવાવાળાઓને પેદા કરે છે. તો ત્યાં ભક્તવત્સલપણું કેવી રીતે રહ્યું? તથા જો પરમેશ્વરનો કર્યો નથી થતો, તો એ પરમેશ્વર સામર્થ્યહીન થયો; માટે એ પરમેશ્વરકૃત કાર્ય નથી, પણ કોઈ અનુચર-વ્યંતરાદિક જ એ ચમત્કારો બતાવે છે; એવો જ નિશ્ચય કરવો.
પ્રશ્ન:- “કોઈ વ્યંતર પોતાનું પ્રભુત્વ કહે છે, અપ્રત્યક્ષને બતાવે છે, કોઈ કુસ્થાનનિવાસાદિ બતાવી પોતાની હીનતા કહે છે, પૂછવા છતાં બતાવતા નથી, ભ્રમ-રૂપ વચન કહે છે, અન્યને અન્યથા પરિસમાવે છે, તથા અન્યને દુઃખ આપે છે, ઇત્યાદિ વિચિત્રતા કેવી રીતે છે?”
ઉત્તરઃ- વ્યંતરોમાં પ્રભુત્વની અધિકતા-હીનતા તો છે, પરંતુ કુસ્થાનમાં નિવાસાદિક બતાવી હીનતા દેખાડે છે, તે તો કુતૂહલથી વચન કહે છે. વ્યંતર બાળકની માફક કુતૂહલ કર્યા કરે છે, જેમ બાળક કુતૂહલથી પોતાને હીન દર્શાવે, ચિડાવે, ગાળ સાંભળે, રાડ પાડે, તથા પાછળથી હસવા લાગી જાય, તેમ ભંતર પણ ચેષ્ટા કરે છે. જો તેઓ કુસ્થાનવાસી હોય, તો ઉત્તમસ્થાનમાં આવે છે તે કોના લાવ્યા આવે છે? જો પોતાની મેળે જ આવે છે, તો પોતાની શક્તિ હોવા છતાં તેઓ કુસ્થાનમાં શામાટે રહે છે? માટે તેમનું ઠેકાણું તો તેઓ જ્યાં ઊપજે છે ત્યાં આ પૃથ્વીના નીચે વા ઉપર છે અને તે મનોજ્ઞ છે, પણ કુતૂહલ અર્થે તેઓ ઇચ્છાનુસાર કહે છે. વળી જો તેમને પીડા થતી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com