________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
છઠ્ઠો અધિકાર
[ ૧૭૭
અહીં કોઈ કહે કે “આપવું, પૂજનાદિ કરવું એ તો પુણ્ય છે, તેથી તે ભલું જ છે.”
તેનો ઉત્તર-ધર્મના અર્થે આપવું, પૂજનાદિ કરવું એ પુણ્ય છે, પણ અહીં તો દુઃખના ભયથી અને સુખના લોભથી આપે છે, પૂજે છે, તેથી તે પાપ જ છે.
ઇત્યાદિ અનેક પ્રકારથી જ્યોતિષીદેવોને પૂજે છે, તે મિથ્યા છે.
વળી દેવી-દહાડી આદિ છે, તેમાં કોઈ તો વ્યંતરી વા જ્યોતિષિણી છે, તેનું અન્યથા સ્વરૂપ માની કોઈ પૂજનાદિક કરે છે, તથા કોઈ કલ્પિત છે, તેનું પણ કલ્પના વડે જ પૂજનાદિક કરે છે.
એ પ્રમાણે વ્યંતરાદિકના પૂજનનો નિષેધ કર્યો.
પ્રશ્ન:- ક્ષેત્રપાલ, દાડી અને પદ્માવતી આદિ દેવી, તથા યક્ષ-યક્ષિણી આદિ કે જે જૈનમતને અનુસરે છે, તેમનું પૂજનાદિ કરવામાં તો દોષ નથી?
ઉત્તર:- જૈનમતમાં તો સંયમ ધારવાથી પૂજ્યપણું હોય છે. હવે દેવોને સંયમ હોતો જ નથી. વળી તેમને સમ્યત્વી માની પૂજીએ છીએ; તો ભવનત્રિક દેવોમાં સમ્યકત્વની પણ મુખ્યતા નથી. તથા જો સમ્યકત્વ વડે જ પૂજીએ, તો સર્વાર્થસિદ્ધિ અને લૌકાંતિક દેવોને જ કેમ ન પૂજીએ? તમે કહેશો તે “આમને જિનભક્તિ વિશેષ છે,” પણ ભક્તિની વિશેષતા તો સૌધર્મ ઇન્દ્રને પણ છે તથા તે સમ્યગ્દષ્ટિ પણ છે, તો તેને છોડી આમને શા માટે પૂછો છો? તમે કહેશો કે “જેમ રાજાને પ્રતિહારાદિક છે, તેમ તીર્થંકરને આ ક્ષેત્રપાલાદિક છે, પણ સમવસરણાદિમાં તો તેમનો અધિકાર જ નથી. માટે એ જૂઠી માન્યતા છે. વળી જેમ પ્રતિહારાદિક દ્વારા રાજાને મળી શકાય છે. તેમ એ તીર્થકરનો મેળાપ કરાવતા નથી. ત્યાં તો જેને ભક્તિ હોય, તે તીર્થંકરનાં દર્શનાદિક કરે છે, અને એ પણ કાંઈ કોઈને આધીન નથી.
જુઓ તો ખરા આ અજ્ઞાનતા! આયુધાદિસહિત, અને રૌદ્ર છે સ્વરૂપ જેનું, તેની ગાઈ ગાઈને ભક્તિ કરે છે. હવે જૈનમતમાં પણ જો રૌદ્ર રૂપ પૂજ્ય થયું તો એ પણ અન્યમતના સમાન જ થયો. તીવ્ર મિથ્યાત્વભાવથી જૈનમતમાં પણ એવી વિપરીત પ્રવૃત્તિરૂપ માન્યતા હોય
એ પ્રમાણે ક્ષેત્રપાલાદિકને પણ પૂજવા યોગ્ય નથી.
વળી ગાય-સર્પાદિક તિર્યંચ, કે જે પોતાનાથી પ્રત્યક્ષ હીન ભાસે છે, તેમનો તિરસ્કારાદિક પણ કરી શકીએ છીએ, તથા તેમની નિંદદશા પ્રત્યક્ષ જોઈએ છીએ. વૃક્ષ, અગ્નિ, જલાદિક સ્થાવર છે, તે તો તિર્યચોથી પણ અત્યંત હીન અવસ્થાને પ્રાપ્ત જોઈએ છીએ. તથા શસ્ત્ર, ખડિયો વગેરે તો અચેતન છે, સર્વશક્તિથી હીન પ્રત્યક્ષ જોઇએ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com