________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૨ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
લોક અને બ્રહ્મને એક માનવું કેમ સંભવે? વળી આકાશનું લક્ષણ તો સર્વત્ર ભાસે છે તેથી તેનો તો સદ્દભાવ સર્વત્ર મનાય છે, પણ બ્રહ્મનું લક્ષણ તો સર્વત્ર ભાસતું નથી તો તેનો સદભાવ સર્વત્ર કેમ મનાય ? એ પ્રમાણે ઉપરોક્ત રીતે સર્વરૂપ બ્રહ્મ કોઈ છે જ નહીં.
એવા અનેક વિચારો કરતાં કોઈ પ્રકારે પણ એક બ્રહ્મ સંભવતો નથી, પણ સર્વ પદાર્થો ભિન્ન જ ભાસે છે.
હવે અહીં પ્રતિવાદી કહે છે કે “સર્વ એક જ છે, પણ તમને ભ્રમ હોવાથી તે એક ભાસતો નથી. વળી તમે યુક્તિઓ કહી પણ બ્રહ્મનું સ્વરૂપ યુક્તિગમ્ય નથી, તે તો વચનઅગોચર છે. એક પણ છે, અનેક પણ છે, જુદો પણ છે તથા મળેલો પણ છે. એનો મહિમા જ કોઈ એવો છે.” તેને ઉત્તર:
ઉત્તર- તને તથા સર્વને જે પ્રત્યક્ષ ભાસે છે તેને તો તું ભ્રમ કહે છે. તથા જો ત્યાં યુક્તિ-અનુમાનાદિ કરીએ તો ત્યાં કહે છે કે “સાચું સ્વરૂપ યુક્તિગમ્ય નથી. સાચું સ્વરૂપ તો વચનઅગોચર છે.” હવે વચન વિના નિર્ણય પણ કેવી રીતે થાય? તું કહે છે કે, એક પણ છેઅનેક પણ છે તથા ભિન્ન પણ છે-મળેલું પણ છે, પરંતુ તેની અપેક્ષા તો કોઈ દર્શાવતો નથી, માત્ર ભ્રમિત મનુષ્યની માફક “આમ પણ છે અને તેમ પણ છે” એમ યુદ્ધાતલ્લા બોલી એનો મહિમા બતાવે (એ શું જાય છે?) પરંતુ જ્યાં ન્યાય ન હોય ત્યાં માત્ર મિથ્યા એવું જ વાચાપણું કરે છે તો કરો પણ ન્યાય તો જેમ સત્ય છે તેમ જ થશે.
- સૃષ્ટિકર્તુત્વવાદનું નિરાકરણ
હવે તે બ્રહ્મને લોકનો કર્તા માને છે તે સંબંધી મિથ્યાપણું દર્શાવીએ છીએ -
પ્રથમ તો એમ માને છે-બ્રહ્મને એવી ઇચ્છા થઈ કે “વોડ૬ વઘુસ્યામ” અર્થાત્ “હું એક છું તો ઘણો થાઉં.”
ત્યાં પૂછીએ છીએ કે-જે પૂર્વ અવસ્થામાં દુઃખી હોય તે જ અન્ય અવસ્થાને ઇચ્છે. બ્રહ્મ એકરૂપ અવસ્થાથી બહુરૂપ થવાની ઇચ્છા કરી પણ તેને એકરૂપ અવસ્થામાં શું દુઃખ હતું? ત્યારે તે કહે છે કે-દુ:ખ તો નહોતું પણ તેને એવું જ કુતૂહલ ઊપસ્યું. ત્યાં અમે કહીએ છીએ કે જે પૂર્વે થોડો સુખી હોય અને કુતૂહલ કરવાથી ઘણો સુખી થાય તે જ એવું કુતૂહલ કરવું વિચારે, પણ અહીં બ્રહ્મ એક અવસ્થાથી ઘણી અવસ્થારૂપ થતા ઘણો સુખી થવો કેમ સંભવે? વળી જે પ્રથમથી જ સંપૂર્ણ સુખી હોય તે અન્ય અવસ્થા શા માટે પલટે? પ્રયોજન વિના તો કોઈ કંઈ પણ કાર્ય કરતું નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com