________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૬ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
તો તેની પ્રમાણતા કેવી રીતે રહી ? તથા જો મતવાળા જ એવું નિરૂપણ કરે છે તો તમે પરસ્પર ઝઘડી, નિર્ણય કરી, એકને વેદના અનુસાર તથા અન્યને વેદથી વિરુદ્ધ ઠરાવો. અમને તો એમ ભાસે છે કે–વેદમાં જ પૂર્વાપર વિરુદ્ધતા સહિત નિરૂપણ છે, તેથી તેનો પોતપોતાની ઇચ્છાનુસાર અર્થ ગ્રહણ કરી જુદાજુદા મતના અધિકારી થયા છે. હવે એવા વેદને પ્રમાણ કેવી રીતે માનીએ? વળી અગ્નિ પૂજાવાથી સ્વર્ગ થાય, પણ અગ્નિને મનુષ્યથી ઉત્તમ કેમ માનીએ? એ તો પ્રત્યક્ષવિરુદ્ધ છે. એ સ્વર્ગદાતા કેવી રીતે હોય? એ જ પ્રમાણે અન્ય વેદવચન પણ પ્રમાણવિરુદ્ધ છે. વળી વેદમાં બ્રહ્મ કહ્યો છે, તો સર્વજ્ઞ કેમ માનતા નથી? ઇત્યાદિ પ્રકારથી જૈમિનીયમત કલ્પિત જાણવો.
બૌદ્ધમત-નિરાકરણ
બૌદ્ધમતમાં ચાર આર્યસત્ય પ્રરૂપણ કરે છે-દુઃખ, આયતન, સમુદાય અને માર્ગ. ત્યાં સંસારીને બંધરૂપ તે દુ:ખ છે. તેના પાંચ પ્રકાર છે-વિજ્ઞાન, વેદના, સંજ્ઞા, સંસ્કાર અને રૂપ.
રૂપાદિકને જાણવું તે વિજ્ઞાન છે, સુખ-દુ:ખને અનુભવવું તે વેદના છે, સૂતેલાનું જાગવું તે સંજ્ઞા છે, ભણેલાને યાદ કરવું તે સંસ્કાર છે, તથા રૂપને ધારણ કરવું તે રૂપ છે. હવે અહીં વિજ્ઞાનાદિકને દુ:ખ કહ્યું તે મિથ્યા છે, કારણ કે-દુ:ખ તો કામ-ક્રોધાદિક છે, જ્ઞાન કાંઈ દુ:ખ નથી. પ્રત્યક્ષ જોઈએ છીએ કે-કોઈ ને જ્ઞાન થોડું છે, પણ ક્રોધ-લોભાદિક ઘણા છે, તો તે દુ:ખી છે, તથા કોઈને જ્ઞાન ઘણું છે પણ ક્રોધ-લોભાદિક અલ્પ છે, વા નથી, તો તે સુખી છે. તેથી વિજ્ઞાનાદિક દુ:ખ નથી.
વળી આયતન બાર કહે છે-પાંચ ઇંદ્રિયો, તેના શબ્દાદિક પાંચ વિયો, એક મન અને એક ધર્માયતન. હવે એ આયતન શા માટે કહે છે? કારણ કે તેઓ સર્વને ક્ષણિક કહે છે. તો તેનું શું પ્રયોજન છે?
વળી જેનાથી રાગાદિકનો સમૂહું નીપજે, એવો આત્મા અને આત્મીય એ છે નામ જેનું, તે સમુદાય છે. ત્યાં અહંરૂપ આત્મા અને મમરૂપ આત્મીય જાણવા. પણ તેને ક્ષણિક માને છે એટલે એને કહેવાનું પણ કાંઈ પ્રયોજન નથી.
તથા સર્વ સંસ્કાર ક્ષણિક છે. એવી જે વાસના તે માર્ગ છે. હવે ઘણા કાળ સુધી સ્થાયી હોય, એવી કેટલીક વસ્તુઓ પ્રત્યક્ષ જોઈએ છીએ. તમે કહેશો કે-એક
१. दुःखमायतनं चैव तत: समुदयो मतः।
मार्गश्चेत्यस्य च व्याख्या क्रमेण श्रूयतामतः।। ३६ ।।
२. दुखं संसारिणः स्कंधास्ते च पंञ्चप्रकीर्तिताः। विज्ञानं वेदना संज्ञा संस्कारो रूपमेव च।। ३७ ।। वि. वि.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com