________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
પાંચમો અધિકાર
[ ૧૩૭
અવસ્થા રહેતી નથી તે તો અમે પણ માનીએ છીએ. સૂક્ષ્મ પર્યાય ક્ષણસ્થાયી છે. વળી એ વસ્તુનો જ નાશ માનો, તો એ નાશ થતો દેખાતો નથી, તો અમે કેવી રીતે માનીએ? કારણ કે-બાળ, વૃદ્ધાદિ અવસ્થામાં એક આત્માનું અસ્તિત્વ જણાય છે. જો તે એક નથી, તો પહેલાં અને પછીના કાર્યનો એક કર્તા કેમ માને છે? તું કહીશ કે-“ સંસ્કારથી એમ છે.” તો એ સંસ્કાર કોને છે? જેને (એ સંસ્કાર) છે તે નિત્ય છે કે ક્ષણિક? જો નિત્ય છે, તો સર્વ ક્ષણિક શાથી કહે છે? તથા જો ક્ષણિક છે. તો જેનો આધાર જ ક્ષણિક છે, તે સંસ્કારોની પરંપરા કેવી રીતે કહે છે? વળી સર્વ ક્ષણિક થયું ત્યારે પોતે પણ ક્ષણિક થયો, તો તું એવી વાસનાને માર્ગ કહે છે, પણ એ માર્ગના ફળને પોતે તો પામતો જ નથી, તો પછી એ માર્ગમાં શા માટે પ્રવર્તે છે? વળી તારા મતમાં નિરર્થક શાસ્ત્ર શા માટે કર્યાં? કારણ કે-ઉપદેશ તો કાંઈ કર્તવ્ય વડે ફળ પામવા માટે આપીએ છીએ. એ પ્રમાણે આ માર્ગ પણ મિથ્યા છે.
વળી રાગાદિક જ્ઞાનસંતાનવાસનાનો ઉચ્છેદ અર્થાત્ નિરોધ, તેને મોક્ષ કહે છે. પણ ક્ષણિક થયો ત્યારે મોક્ષ કોને કહે છે? રાગાદિકનો અભાવ થવો અમે પણ માનીએ છીએ, પણ પોતાના જ્ઞાનાદિક સ્વરૂપનો અભાવ થતાં તો પોતાનો અભાવ થાય, તો તેનો ઉપાય કરવો હિતકારી કેમ હોય ? હિતાતિનો વિચાર કરવાવાળું તો જ્ઞાન જ છે, તો પોતાના અભાવને જ્ઞાની હિત કેમ માને?
બૌદ્ધમતમાં પ્રત્યક્ષ અને અનુમાન એ બે જ પ્રમાણ માને છે. પણ તેના સત્યા-સત્યનું નિરૂપણ જૈનશાસ્ત્રોથી જાણવું. જો એ બે જ પ્રમાણ છે, તો તેમના શાસ્ત્ર અપ્રમાણ થયાં તો તેનું નિરૂપણ શા માટે કર્યું? કારણ કે-પ્રત્યક્ષ અનુમાન તો જીવ પોતે જ કરી લેશે, તમે શાસ્ત્ર શા માટે બનાવ્યાં?
વળી તેઓ સુગતને દેવ માને છે, અને તેનું નગ્ન વા વિક્રિયારૂપ સ્વરૂપ સ્થાપે છે, જે વિટંબણારૂપ છે. કમંડળ અને રક્તાંબરના ધારક, પૂર્વાલકાળમાં ભોજન કરનાર, ઇત્યાદિ લિંગરૂપ બૌદ્ધમતના ભિક્ષુક હોય છે, પણ ક્ષણિકને વેષ ધારવાનું પ્રયોજન શું? પરંતુ મહંતતા માટે કલ્પિત નિરૂપણ કરવું વા વેષ ધારવું થાય છે.
પ્રમાણે બૌદ્ધ છે, તેના ચાર પ્રકાર છે-વૈભાષિક, સૌત્રાંતિક, યોગાચાર અને માધ્યમિક. તેમાં વૈભાષિક-જ્ઞાનસહિત પદાર્થ માને છે, સૌત્રાંતિક-પ્રત્યક્ષ દેખાય છે તે જ છે, એ સિવાય કંઈ નથી, એમ માને છે, યોગાચાર-આચારસહિત બુદ્ધિને માને છે, તથા માધ્યમપદાર્થના આશ્રય વિના જ્ઞાનને જ માને છે. તેઓ માત્ર પોતપોતાની કલ્પના કરે છે, પણ વિચાર કરતાં તેમાં કાંઈ ઠેકાણાની વાત નથી.
એ પ્રમાણે બૌદ્ધમતનું નિરૂપણ કર્યું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com