________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૮ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
અર્થે કમંડલ રાખે છે. એ જ પ્રમાણે પીંછી આદિ ઉપકરણ તો સંભવે છે પરંતુ વસ્ત્રાદિ ઉપકરણસંજ્ઞા સંભવતી નથી.
કામ-અતિ આદિ મોહના ઉદયથી વિકાર બાહ્ય પ્રગટ થાય, તથા શીતાદિ સહ્યાં જાય નહિ, તેથી વિકારને ઢાંકવા માટે, વા શીતાદિક મટાડવા માટે, વસ્ત્રાદિક રાખી માનના ઉદયથી પોતાની મહંતતા ઇચ્છે છે, તેથી કલ્પિતયુક્તિદ્વારા તેને ઉપકરણ ઠરાવવામાં આવે છે.
વળી ઘર-ઘર યાચના કરી આહાર લાવવો તેઓ ઠરાવે છે, પણ પ્રથમ તો એ પૂછીએ છીએ કે“ યાચના ધર્મનું અંગ કે પાપનું અંગ છે?” જો ધર્મનું અંગ છે, તો માગવાવાળા બધાય ધર્માત્મા થયા. તથા જો પાપનું અંગ છે, તો મુનિને એ કેમ સંભવે ?
તું કહીશ કે–“લોભ વડે કાંઈ ધનાદિક યાચે તો પાપ થાય, પણ અહીં તો ધર્મસાધન અર્થે શરીરની સ્થિરતા કરવા ઇચ્છે છે.”
સમાધાનઃ- આહારાદિક વડે તો ધર્મ થતો નથી, પણ શી૨ના સુખને અર્થે અતિલોભ થતાં યાચના કરવામાં આવે છે. જો અતિલોભ ન હોય તો પોતે શા માટે માગે તે આપે, તો આપે, ન આપે તો ન આપે, અતિલોભ થયો ત્યાં જ પાપ થયું, અને મુનિધર્મ નષ્ટ થયો, તો બીજો ધર્મ શો સાધશે ?
ત્યારે તે કહે છે કે-“મનમાં તો આહારની ઇચ્છા હોય, અને યાચે નહિ તો તે માયાકષાય થયો; તથા યાચનામાં હીનતા થાય છે, તેથી ગર્વવર્ડ યાચે નહિ, તો તે માનકષાય થયો; તેથી આહાર લેવો હતો તે માગી લીધો. એમાં વળી અતિલોભ શો થયો, તથા એમાં મુનિધર્મ કેવી રીતે નષ્ટ થયો ? તે કહો.” તેને કહીએ છીએ કે
જેમ કોઈ વ્યાપારીને કમાવાની ઇચ્છા મંદ છે, તે દુકાન ઉપર તો બેસે છે, મનમાં વેપાર કરવાની ઇચ્છા પણ છે, પરંતુ તે વસ્તુ લેવાદેવા રૂપ વ્યાપાર માટે કોઈને પ્રાર્થના કરતો નથી, સ્વયં કોઈ આવે અને પોતાની વિધિ મળી જાય, તો વ્યાપાર કરે, તો ત્યાં તેને લોભની મંદતા છે પણ માયા-માન નથી, માયા-માન કષાય તો ત્યારે થાય જ્યારે છલ કરવા અર્થે વા પોતાની મહંતતા અર્થે એવો સ્વાંગ તે કરે. પણ સારા વ્યાપારીને એવું પ્રયોજન હોતું નથી, તેથી તેને માયા-માન કહેતા નથી; તેમ મુનિને આહારાદિકની ઇચ્છા મંદ છે. હવે તેઓ આહાર લેવા આવે તથા મનમાં આહાર લેવાની ઇચ્છા પણ છે, પરંતુ આહારના અર્થે પ્રાર્થના કરતા નથી. સ્વયં કોઈ આપે અને પોતાની વિધિ મળે તો આહાર લે; ત્યાં તેમને લોભની મંદતા છે પણ માયા વા માન નથી. માયા-માન તો ત્યારે હોય, કે જ્યારે છલ કરવા માટે વા મહંતતા માટે એવો સ્વાંગ કરે,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com