________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬ર ]
મોક્ષમાર્ગ પ્રકાશક
કર્યું હતું? ત્યાં આભરણાદિ બનાવ્યાં, એટલે એ પણ અન્યમતની મૂર્તિવત્ થઈ, ઇત્યાદિક અનેક અન્યથા નિરૂપણ તેઓ કરે છે. અહીં કયાં સુધી કહીએ ?
એ પ્રમાણે શ્વેતાંબર મત કલ્પિત જાણવો. કારણ કે ત્યાં સમ્યગ્દર્શનાદિકનું અન્યથા નિરૂપણ હોવાથી મિથ્યાદર્શનાદિક જ પુષ્ટ થાય છે, માટે તેનું શ્રદ્ધાનાદિક ન કરવું.
ટૂંઢકમત-નિરાકરણ
એ શ્વેતાંબરોમાં ટૂંઢિયા પ્રગટ થયા. તેઓ પોતાને સાચા ધર્માત્મા માને છે, પણ તે ભ્રમ છે. શા માટે ? એ અહીં કહીએ છીએ.
કોઈ તો વેષ ધારણ કરી સાધુ કહેવડાવે છે, પણ તેમના ગ્રંથાનુસાર પણ વ્રત-સમિતિગુતિ આદિનું સાધન ભાસતું નથી. મન-વચન-કાય અને કૃત-કારિત-અનુમોદના વડે સર્વસાવધયોગ ત્યાગ કરવાની પ્રતિજ્ઞા કરી, પાછળથી પાળતા નથી. બાળકને, ભોળાને વા કોઈ શૂદ્રાદિકને પણ દીક્ષા આપે છે. એ પ્રમાણે ત્યાગ કરે, તથા ત્યાગ કરતી વેળા કાંઈ વિચાર પણ ન કરે કે હું ત્યાગ કરું છું? પાછળથી પાળે પણ નહિ, છતાં તેને બધા સાધુ માને છે.
વળી તે કહે છે કે “પાછળથી ધર્મબુદ્ધિ થઈ જાય, ત્યારે તો તેનું ભલું થાય ને?” પણ પ્રથમથી જ દીક્ષા આપવાવાળાએ પ્રતિજ્ઞાભંગ થતી જાણીને પણ પ્રતિજ્ઞાભંગ કરાવી, તથા આણે પ્રતિજ્ઞા અંગીકાર કરી ભંગ કરી, એ પાપ કોને લાગ્યું? પાછળથી તે ધર્માત્મા થવાનો નિશ્ચય શો? વળી જે સાધુનો ધર્મ અંગીકાર કરી, યથાર્થ ન પાળે, તેને સાધુ માનવો કે ન માનવો? જો માનવો, તો જે સાધુ-મુનિ નામ ધરાવે છે, પણ ભ્રષ્ટ છે, તે સર્વને સાધુ માનો; તથા ન માનવો, તો તેને સાધુપણું ન રહ્યું. તમે જેવા આચરણથી સાધુ માનો છો, તેનું પાલન પણ કોઈ વિરલાને જ હોય છે, તો પછી સર્વને સાધુ શા માટે માનો છો?
અહીં કોઈ કહે કે “અમે તો જેનામાં યથાર્થ આચરણ દેખીશું, તેને જ સાધુ માનીશું, અન્યને નહિ.” તેને અમે પૂછીએ છીએ કે-“એક સંઘમાં ઘણા વેષધારી છે, ત્યાં જેને યથાર્થ આચરણ માનો છો, તે બીજાઓને સાધુ માને છે કે નહિ? જો માને છે, તો તે તમારાથી પણ અશ્રદ્ધાની થયો, તો પછી તેને પૂજ્ય કેવી રીતે માનો છો ? તથા નથી માનતો, તો તેની સાથે સાધુનો વ્યવહાર શા માટે રાખો છો? વળી પોતે તો તેને સાધુ ન માને, પણ પોતાના સંઘમાં રાખી બીજાઓની પાસે સાધુ મનાવી અન્યને અશ્રદ્ધાની કરે, એવું કપટ શા માટે કરે? વળી તમે જેને સાધુ માનતા નથી, તો અન્ય જીવોને પણ એવો જ ઉપદેશ આપશો કે “આને સાધુ ન માનો.” તો એ પ્રમાણે તો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com