________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૬ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
તેમનામાં સૂર્યાભદેવનું વ્યાખ્યાન છે, ત્યાં પ્રતિમાજીને પૂજવાનું વિશેષ વર્ણન કર્યું છે; તેને લોપવા માટે તેઓ કહે છે કે-“દેવનું એવું જ કર્તવ્ય છે.” એ સાચું, પરંતુ કર્તવ્યનું ફળ તો અવશ્ય હોય જ. હવે ત્યાં ધર્મ થાય છે કે પાપ થાય છે? જો ધર્મ થાય છે બીજે ઠેકાણે પાપ થતું હતું અને અહીં ધર્મ થયો, તો તેને અન્યની સદશ કેમ કહેવાય? કારણ કે-એ તો યોગ્યકાર્ય થયું. તથા પાપ થાય છે, તો ત્યાં “નમોહ્યુળ”નો પાઠ ભણ્યો, હવે પાપના ઠેકાણે એવો પાઠ શા માટે ભણ્યો ?
66
વળી એક વિચાર અહીં એ થાય છે કે-“ ળમોત્થળ”ના પાઠમાં તો અદ્વૈતની ભક્તિ છે. પ્રતિમાજીની આગળ જઈ એ પાઠ ભણ્યો, માટે જે અ૨હંતભક્તિની ક્રિયા છે તે પ્રતિમાજીની આગળ કરવી યોગ્ય થઈ.
વળી જો તે એમ કહે કે“દેવોને એવાં કાર્ય હોય છે, પણ મનુષ્યોને નહિ, કારણ કે પ્રતિમાદિ બનાવતાં મનુષ્યોને હિંસા થાય છે.” તો તેમનાં જ શાસ્ત્રોમાં એવું કથન છે કે-“ દ્રૌપદીરાણી સૂર્યાભદેવની માફક પ્રતિમાજીનું પૂજનાદિક કરવા લાગી, માટે મનુષ્યોને પણ એ કાર્ય કર્તવ્ય છે.
અહીં એક એ વિચાર થાય છે કે-જો ચૈત્યાલય-પ્રતિમા બનાવવાની પ્રવૃત્તિ નહોતી, તો દ્રૌપદીએ પ્રતિમાનું પૂજન કેવી રીતે કર્યું? તથા એ પ્રવૃત્તિ જો હતી, તો બનાવવાવાળા ધર્માત્મા હતા કે પાપી ? જો તેઓ ધર્માત્મા હતા, તો ગૃહસ્થોને પણ એવું કાર્ય કરવું યોગ્ય થયું. તથા પાપી હતા, તો ત્યાં ભોગાદિકનું પ્રયોજન તો હતું નહિ, પછી શા માટે બનાવ્યું? વળી દ્રૌપદીએ ત્યાં “ગનોત્સુખં ”નો પાઠ કર્યો, વા પૂજનાદિક કર્યું તે કુતૂહલ કર્યું કે ધર્મ કર્યો? જો કુતૂહલ કર્યું તો તે મહાપાપિણી થઈ, કારણ ધર્મથી કુતૂહલ શું? તથા ધર્મ કર્યો, તો બીજાઓએ પણ પ્રતિમાજીની સ્તુતિ-પૂજા કરવી યુક્ત છે.
અહીં તેઓ એવી મિથ્યા યુક્તિ બનાવે છે કે-“ જેમ ઇંદ્રની સ્થાપનાથી ઇંદ્રની કાર્યસિદ્ધિ નથી, તેમ અરહંતપ્રતિમા વડે કાર્યસિદ્ધિ નથી.” પણ અરહંત કોઈને ભક્ત માની ભલું કરતા હોય તો એમ પણ માનીએ, પરંતુ તે તો વીતરાગી છે. આ જીવ ભક્તિરૂપ પોતાના ભાવોથી શુભળ પામે છે. જેમ સ્ત્રીના આકારરૂપ કાષ્ઠ-પાષાણની મૂર્તિ દેખી ત્યાં વિકારરૂપ થઈ અનુરાગ કરે, તો તેને પાપબંધ થાય, તેમ અરહંતના આકારરૂપ ધાતુ-કાષ્ઠ-પાષાણની મૂર્તિ દેખી ધર્મબુદ્ધિથી ત્યાં અનુરાગ કરે તો શુભની પ્રાપ્તિ કેમ ન થાય? ત્યારે તે કહે છે કે-“ પ્રતિમા વિના જ અમે અરહંતમાં અનુરાગ વડે શુભ ઉપજાવીશું.” તેને કહીએ છીએ કે-આકાર દેખવાથી જેવો ભાવ થાય, તેવો પરોક્ષ સ્મરણ કરતાં ન થાય. લોકમાં પણ સ્ત્રીનો અનુરાગી એટલા જ માટે સ્ત્રીનું ચિત્ર બનાવે છે. તેથી પ્રતિમાના અવલંબન વડે વિશેષ ભક્તિ થવાથી વિશેષ શુભની પ્રાપ્તિ થાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com