________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૦]
મોક્ષમાર્ગ પ્રકાશક
વળી અમે પૂછીએ છીએ કે-કોઈ પ્રતિજ્ઞા કરતો નથી પણ ભાષાપાઠ ભણે છે, અને તેનો અર્થ જાણી તેમાં ઉપયોગ રાખે છે; તથા કોઈ પ્રતિજ્ઞા કરી તેને બરાબર પાળતો નથી. પ્રાકૃતાદિના પાઠ ભણે છે પણ તેના અર્થનું પોતાને જ્ઞાન નથી, અને અર્થ જાણ્યા વિના ત્યાં ઉપયોગ રહે નહીં ત્યારે ઉપયોગ અન્ય ઠેકાણે ભટકે છે, તેથી પ્રતિજ્ઞાભંગ થાય છે; હવે એ બંનેમાં વિશેષ ધર્માત્મા કોણ ? જો પહેલાને કહેશો, તો તમે એવો જ ઉપદેશ કેમ કરતા નથી ? તથા બીજાને કહેશો, તો પ્રતિજ્ઞાભંગમાં પાપ ન થયું, અથવા પરિણામો અનુસાર ધર્માત્માપણું ન ઠર્યું, પણ પાઠાદિક કરવા અનુસાર ઠર્યું.
માટે પોતાનો ઉપયોગ જેમ નિર્મળ થાય તે કાર્ય કરવું, સાધી શકાય તે પ્રતિજ્ઞા કરવી, તથા જેનો અર્થ જાણીએ તે પાઠ ભણવા, પણ પદ્ધતિવડે નામ ધરાવવામાં નફો નથી.
વળી “પડિક્કમણ” નામ પૂર્વદોષ નિરાકરણ કરવાનું છે, હવે “મિચ્છામિ દુas” એટલું કહેવામાત્રથી તો દુષ્કૃત મિથ્યા થાય નહિ, પણ મિથ્યા થવા યોગ્ય પરિણામ થતાં જ દુષ્કૃત મિથ્યા થાય છે. માટે એકલા પાઠ જ કાર્યકારી નથી.
વળી પડિક્કમણના પાઠમાં તો એવો અર્થ છે કે બાર વ્રતાદિકમાં જે દુષ્કત લાગ્યાં હોય તે મિથ્યા થાઓ, પણ વ્રત ધાર્યા વિના જ તેનું પડિક્રમણ કરવું કેમ સંભવે? જેને ઉપવાસ ન હોય, તે ઉપવાસમાં લાગેલા દોષનું નિરાકરણપણું કરે તો તે અસંભવપણું જાણવું.
તેથી એ પાઠ ભણવા કોઈ પ્રકારે બનતા નથી.
વળી પોહમાં પણ સામાયિકવત્ પ્રતિજ્ઞા કરી પાળતા નથી, તેથી ત્યાં પણ પૂર્વોક્ત દોષ જ છે. “પોસહ” નામ તો પર્વનું છે. હવે પર્વના દિવસે પણ કેટલીક વખત પાપક્રિયા કરે છે, અને પાછળથી પોસહધારી થાય છે; હવે જેટલા કાળ બને તેટલા કાળ સાધન કરવામાં તો દોષ નથી, પણ ત્યાં પોસહુનું નામ રાખવું એ યોગ્ય નથી. કારણ કે સંપૂર્ણ પર્વમાં નિરવધ રહે તો જ પોસવું કહેવાય. જો થોડા કાળથી પણ “પોસહ” નામ થાય, તો સામાયિકને પણ પોસહુ કહો ! નહિ તો શાસ્ત્રમાં પ્રમાણ બતાવો કે જઘન્ય પોસહુનો આટલો કાળ છે, અમને તો મોટું નામ ધરાવી લોકોને ભમાવવા, એ પ્રયોજન ભાસે છે.
વળી આખડી લેવાનો પાઠ તો કોઈ અન્ય ભણે, તથા અંગીકાર કોઈ અન્ય કરે. હવે પાઠમાં તો “મારે ત્યાગ છે” એવું વચન છે, માટે જે ત્યાગ કરે તે જ પાઠ ભણે, એમ જોઈએ. જો પાઠ ન આવડતો હોય તો ભાષામાં જ કહે. પરંતુ પદ્ધતિ અર્થે જ એવી રીતિ છે.
બીજું પ્રતિજ્ઞા ગ્રહણ કરવા-કરાવવાની મુખ્યતા છે, પણ તેને યથાવિધિ પાલન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com