________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
પાંચમો અધિકાર
[૧૬૭
અહીં કોઈ કહે કે “પ્રતિમાને જુઓ, પણ પૂજનાદિ કરવાનું શું પ્રયોજન છે?”
ઉત્તર:- જેમ કોઈ, કોઈ જીવનો આકાર બનાવી રૌદ્રભાવોથી તેનો ઘાત કરે, તો તેને તે જીવની હિંસા કરવા સરખું પાપ લાગે છે; વા કોઇ, કોઇનો આકાર બતાવી દ્રષબુદ્ધિથી તેની બૂરી અવસ્થા કરે, તો જેનો આકાર બનાવ્યો છે, તેની બૂરી અવસ્થા કરવા સરખું ફળ નીપજે છે, તેમ અરહંતનો આકાર બનાવી ધર્માનુરાગબુદ્ધિથી તેનું પૂજનાદિ કરે તો અરહંતનું પૂજનાદિ કરવા સમાન શુભભાવ ઉત્પન્ન થાય છે. તથા એવું જ ફળ થાય છે. અતિ અનુરાગ થતાં, પ્રત્યક્ષ દર્શન ન હોવાથી તેનો આકાર બનાવી પૂજનાદિ કરીએ છીએ. અને એ ધર્માનુરાગથી મહાપુણ્ય ઊપજે છે.
વળી તેઓ એવો કુતર્ક કરે છે કે જેને જે વસ્તુનો ત્યાગ હોય, તેની આગળ તે વસ્તુ ધરવી, એ હાસ્ય કરવા જેવું છે. માટે ચંદનાદિ વડે અરહંતનું પૂજન યુક્ત નથી.
સમાધાનઃ-મુનિપદ લેતાં જ સર્વ પરિગ્રહનો ત્યાગ કર્યો હતો, હવે પાછળથી કેવળજ્ઞાન થતાં તીર્થકરદેવને ઈદ્ર સમવસરણાદિ બનાવ્યાં, છત્ર-ચામરાદિ કર્યા તે હાસ્ય કર્યું કે ભક્તિ કરી ? જો હાસ્ય કર્યું તો ઇદ્ર મહાપાપી થયો પણ એ તો બને નહિ; તથા ભક્તિ કરી, તો પૂજનાદિમાં પણ ભક્તિ જ કરીએ છીએ. છાસ્થની આગળ ત્યાગ કરેલી વસ્તુ ધરવી એ હાસ્ય છે, કારણ કે તેને વિક્ષિતતા થઈ આવે છે, પણ કેવળી વા પ્રતિમાની આગળ અનુરાગ વડે ઉત્તમ વસ્તુ ધરવામાં દોષ નથી, કારણ કે-તેમને વિક્ષિપ્તતા થતી નથી, અને ધર્માનુરાગથી જીવનું ભલું થાય
ત્યારે તે કહે છે કે પ્રતિમા બનાવવામાં, ચેત્યાલયાદિ કરાવવામાં અને પૂજનાદિ કરાવવામાં હિંસા થાય છે, અને ધર્મ તો અહિંસા છે; માટે હિંસા વડે ધર્મ માનવાથી મહાપાપ થાય છે, તેથી અમે એ કાર્યોને નિષેધીએ છીએ.
ઉત્તર- તેમનાં જ શાસ્ત્રોમાં એવું વચન છે કે
सुच्चा जाणइ कल्लाणं, सुच्चा जाणइ पावगं। उभयं पि जाणये सुच्चा, जं सेयं तं समाचर।।
અહીં “કલ્યાણ, પાપ અને ઉભય એ ત્રણને શાસ્ત્ર સાંભળીને જાણ,” એમ કહ્યું. હવે ઉભય તો પાપ અને કલ્યાણ મળતાં થાય, એવા કાર્યનું હોવું પણ ઠર્યું. ત્યાં
१. श्रुत्वा जानीहि कल्याणं श्रुत्वा जानीहि पापम् ,
उभयपि जानीहि श्रुत्वा यत्सेव्यं तत्समाचर।
અર્થ - કલ્યાણ (પુણ્ય) અને પાપને સાંભળીને જાણ, તથા એ બંનેને સાંભળીને જાણ, અને એમાંથી જે સેવવા યોગ્ય હોય તેનું સેવન કર.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com