________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
પાંચમો અધિકાર
| [ ૧૬૫
તેઓ મુખ્યતા કરે છે, પણ મેલયુક્ત પટ્ટીમાં ઘૂંકના સંબંધથી જીવ ઊપજે, તેનો તો યત્ન નથી, પણ પવનની હિંસાનો યત્ન બતાવે છે, તો નાસિકા દ્વારા ઘણો પવન નીકળે છે, તેનો યત્ન કેમ કરતા નથી ? વળી તેમના શાસ્ત્રાનુસાર જો બોલવાનો જ યત્ન કર્યો તો તેને (મુખપટ્ટીને) સર્વદા શા માટે રાખો છો? જ્યારે બોલો ત્યારે યત્ન કરી લો! કહે છે કે “ભૂલી જઈએ છીએ.” હવે જો એટલું પણ યાદ રહેતું નથી. તો અન્ય ધર્મસાધન કેવી રીતે થશે? શૌચાદિક થોડાં કરો છો, પણ સંભવિત શૌચ તો મુનિ પણ કરે છે. માટે ગૃહસ્થોએ પોતાના યોગ્ય શૌચ તો કરવો. કારણ કે સ્ત્રીસંગમાદિ કરી શૌચ કર્યા વિના સામાયિકાદિ ક્રિયા કરવાથી, અવિનયવિક્ષિતતાદિ વડે પાપ ઊપજે છે. એ પ્રમાણે તેઓ જેની મુખ્યતા કરે છે તેનું પણ ઠેકાણું નથી. તેઓ દયાનાં કેટલાંક અંગ યોગ્ય પાળે છે, હરિતકાય આદિનો ત્યાગ કરે છે, જળ થોડું નાખે છે, તેનો અમે નિષેધ કરતા નથી.
વળી એવી અહિંસાનો એકાંત પકડી તેઓ પ્રતિમા. ચૈત્યાલય અને પૂજનાદિ ક્રિયાનું ઉત્થાપન કરે છે. પણ તેમના જ શાસ્ત્રોમાં પ્રતિમા આદિનું નિરૂપણ છે, તેને આગ્રહથી લોપ કરે છે. ભગવતી સૂત્રમાં ઋદ્ધિધારી મુનિનું નિરૂપણ છે. ત્યાં મેરુગિરિ આદિમાં જઈ “તત્થ યાડું વંફ” એવો પાઠ છે. તેનો અર્થ “ત્યાં ચૈત્યોને વંદું છું.” હવે ચૈત્ય નામ પ્રસિદ્ધ રીતે પ્રતિમાનું છે, છતાં તેઓ હઠ કરી કહે છે કે-“ચૈત્ય શબ્દના જ્ઞાનાદિક અનેક અર્થ થાય છે, ત્યાં બીજા અર્થ છે પણ પ્રતિમા અર્થ નથી.” હવે તેને પૂછીએ છીએ કે-મગિરિ અને નંદીશ્વરદ્વીપમાં જઈ ત્યાં ચૈત્યવંદના કરી. હવે ત્યાં જ્ઞાનાદિકની વંદના કરવાનો અર્થ કેવી રીતે સંભવે? જ્ઞાનાદિકની વંદના તો સર્વત્ર સંભવે છે. પણ જે વંદનાયોગ્ય ચૈત્ય હોય ત્યાં જ સંભવે તથા સર્વત્ર ન સંભવે તેને, ત્યાં વંદના કરવાનો વિશેષ સંભવે. હવે એવો સંભવિત અર્થ પ્રતિમા જ છે, તથા ચૈત્ય શબ્દનો મુખ્ય અર્થ પણ પ્રતિમા જ છે, એ પ્રસિદ્ધ છે. એ જ અર્થ વડે ચેત્યાલય નામ સંભવે છે. તેને હુઠ કરી શા માટે લોપો છે?
વળી દેવાદિક નંદીશ્વરદ્વીપાદિમાં જઈ પૂજનાદિ ક્રિયા કરે છે, તેનું વ્યાખ્યાન તેમનામાં જ્યાં-ત્યાં છે. તથા લોકમાં પણ જ્યાં-ત્યાં અકૃત્રિમપ્રતિમાનું નિરૂપણ છે. હવે એ રચના અનાદિ છે, તે કાંઈ ભોગ કુતૂહલાદિ માટે તો નથી. તથા ઇંદ્રાદિકોનાં સ્થાનોમાં નિપ્રયોજન રચના સંભવે નહિ. હવે ઇંદ્રાદિક તેને જોઈ શું કરે છે? કાં તો પોતાના મંદિરોમાં એ નિપ્રયોજન રચના જોઈ તેનાથી ઉદાસીન થતા હશે અને ત્યાં તેમને દુઃખ થતું હશે. પણ એ સંભવતું નથી, અગર કાં તો સારી રચના જોઈ વિષય પોષતા હશે, પણ સમ્યગ્દષ્ટિ અર્વતમૂર્તિ વડે પોતાનો વિષય પોષે, એમ પણ સંભવતું નથી, પરંતુ ત્યાં તેની ભક્તિ આદિ જ કરે છે, એમ જ સંભવે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com