________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
પાંચમો અધિકાર
| [ ૧૫૯
પણ મુનિને એવાં પ્રયોજન તો નથી, તેથી તેમને માયા-માન નથી. જો એમ જ માયા-માન થઈ જાય, તો જે મન વડે જ પાપ કરે પણ વચન-કાયથી ન કરે, તે સર્વને માયા ઠરે તથા કોઈ ઉચ્ચપદના ધારક નીચવૃત્તિ અંગીકાર કરતા નથી, તે બધાને માન ઠરે એવો અનર્થ થાય.
તેં કહ્યું કે “આહાર માગવામાં અતિ લોભ શો થયો?” પણ અતિ કપાય હોય, ત્યારે જ લોકનિંઘ કાર્ય અંગીકાર કરીને પણ, પોતાનો મનોરથ પૂર્ણ કરવા ઇચ્છે, હવે માગવું એ લોકનિંઘ છે, તેને અંગીકાર કરીને પણ આહારની વાંછા પૂર્ણ કરવાની ઇચ્છા થઈ, તેથી ત્યાં અતિલોભ થયો.
વળી તમે કહ્યું કે-“એમાં મુનિધર્મ કેવી રીતે નષ્ટ થયો?” પણ મુનિધર્મમાં એવો તીવ્રકષાય સંભવે નહિ, વળી કોઈને આહાર આપવાનો પરિણામ નહોતો, આણે તેના ઘરમાં જઈ યાચના કરી, ત્યાં તેને સંકોચ થયો, વા ન આપવાથી લોકનિંધ થવાનો ભય થયો, તેથી તેણે આને આહાર આપ્યો, પણ તેના અંતરંગ પ્રાણ પડવાથી હિંસાનો જ સદ્ભાવ આવ્યો. જો પોતે તેના ઘરમાં ન ગયો હોત, અને તેને જ દેવાનો ઉપાય હોત, તો તે આપત, અને તેથી તેને હર્ષ જ થાત. પણ તેના મકાનમાં જઈ ભોજન માંગવું, એ તો તેને દબાણ કરી કાર્ય કરાવવા જેવું થયું, વળી પોતાના કાર્ય માટે યાચનારૂપ વચન છે તે તો પાપરૂપ છે, તેથી ત્યાં અસત્ય વચન પણ થયું. તેને આપવાની ઇચ્છા નહોતી, છતાં આણે યાચના કરી, ત્યારે તેણે પોતાની ઇચ્છાથી તો આપ્યો નહિ પણ સંકોચ કરી આપ્યો, તેથી તે અદત્ત ગ્રહણ પણ થયું. ગ્રહસ્થના ઘરમાં સ્ત્રી જેમ તેમ બેઠી હતી અને આ ચાલ્યો ગયો, તેથી ત્યાં બ્રહ્મચર્યની વાડનો ભંગ થયો. આહાર લાવી કેટલોક વખત રાખ્યો, આહારાદિક રાખવા પાત્રાદિક રાખ્યાં, એટલે તે પરિગ્રહું પણ થયો. એ પ્રમાણે પાંચ મહાવ્રતનો ભંગ થવાથી ત્યાં મુનિધર્મ નષ્ટ થાય છે, તેથી યાચનાપૂર્વક આહાર લેવો મુનિને યુક્ત નથી.
ત્યારે તે કહે છે કે “મુનિને બાવીસ પરિષહોમાં યાચના પરિષહ કહ્યો છે; હવે માગ્યા વિના એ પરિષહનું સહવું કેવી રીતે થાય?”
સમાધાન:- યાચના કરવાનું નામ યાચનાપરિષહ નથી, પણ યાચના ન કરવી તેનું નામ યાચનાપરિષહ છે, જેમ અરતિ કરવાનું નામ અરતિપરિષહ નથી, પણ અરતિ ન કરવાનું નામ અરતિપરિષહ્યું છે, તેમ અહીં જાણવું. જો યાચના કરવી એ પરિષહ ઠરે, તો રંક આદિ ઘણી યાચના કરે છે, તો તેમને ઘણો ધર્મ હોય. જો કહેશો કે “માન ઘટાડવાથી તેને પરિષહ કહીએ છીએ.” પણ કોઈ કષાયી કાર્યના અર્થે કોઈ કષાય છોડે, તો પણ તે પાપી જ છે. જેમ કોઈ લોભ અર્થે પોતાના અપમાનને પણ ન ગણે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com