________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
પાંચમો અધિકાર
[ ૧૩૫
શરીર, દુઃખ અને દ્વેષાદિકનો ત્યાં અભાવ કહે છે, તે સત્ય છે.
વળી શિવમતમાં કર્તા નિર્ગુણઈશ્વર શિવ છે, તેને દેવ માને છે. તેના સ્વરૂપનું અન્યથાપણું પૂર્વોક્ત પ્રકારથી જાણવું. તેમાં ભસ્મ, કોપીન, જટા, જનોઈ ઇત્યાદિ ચિત સહિત વેષ હોય છે, તેના આચારાદિભેદથી ચાર પ્રકાર છે:-શૈવ, પાશુપત, મહાવ્રતી અને કાલમુખ. એ બધા રાગાદિક સહિત છે, માટે તે સુલિંગ નથી. એ પ્રમાણે શિવમતનું નિરૂપણ કર્યુ. હવે મીમાંસકમતનું સ્વરૂપ કહીએ છીએ.
મીમાંસકમત-નિરાકરણ મીમાંસકના બે પ્રકાર છે: બ્રહ્મવાદી અને કર્મવાદી.
તેમાં બ્રહ્મવાદી તો “આ સર્વ બ્રહ્મ છે, બીજું કાંઈ નથી”—એ પ્રમાણે વેદાંતમાં અદ્વૈત બ્રહ્મને નિરૂપણ કરે છે. તેઓ “આત્મામાં લીન થવું તે મુક્તિ” કહે છે. એનું મિથ્યાપણું પૂર્વે દર્શાવ્યું છે તે વિચારવું.
તથા કર્મવાદી-ક્રિયા, આચાર અને યજ્ઞાદિક કાર્યોના કર્તવ્યપણાનું પ્રરૂપણ કરે છે પણ એ ક્રિયાઓમાં રાગાદિકનો સદ્ભાવ હોવાથી એ કાર્યો કોઈ કાર્યકારી નથી.
વળી ત્યાં “ભટ્ટ” અને “પ્રભાકર” વડે કરેલી બે પદ્ધતિ છે. તેમાં ભટ્ટ તો પ્રત્યક્ષ, અનુમાન, વેદ, ઉપમા, અથપત્તિ અને અભાવ એ છ પ્રમાણ માને છે અને પ્રભાકર અભાવ વિના પાંચ જ પ્રમાણ માને છે, પણ તેનું સત્યાસત્યપણું જૈનશાસ્ત્રોથી જાણવું.
વળી ત્યાં પકર્મ સહિત, બ્રહ્મસૂત્રના ધારક અને શૂદ્રઅન્નાદિકના ત્યાગી, ગૃહસ્થાશ્રમ છે નામ જેનું, એવા ભટ્ટ છે, તથા વેદાંતમાં યજ્ઞોપવીત રહિત, વિપ્રઅન્નાદિકના ગ્રાહક અને ભાગવત છે નામ જેમનું, તેમના ચાર પ્રકાર છે-કુટીચર, બહૂદક, હંસ અને પરમહંસ. હવે એ કંઈક ત્યાગ વડે સંતુષ્ટ થયા છે, પરંતુ જ્ઞાન-શ્રદ્ધાનનું મિથ્યાપણું અને રાગાદિકનો સદ્ભાવ તેમને હોય છે, તેથી એ વેષ કાર્યકારી નથી.
જૈમિનીયમત-નિરાકરણ જૈમિનીયમતમાં એમ કહે છે કે “સર્વજ્ઞદેવ કોઈ છે નહિ; વેદવચન નિત્ય છે; તેનાથી યથાર્થ નિર્ણય થાય છે; માટે પહેલાં વેદપાઠ વડે ક્રિયામાં પ્રવર્તવું એવું “નોદના” (પ્રેરણા) છે લક્ષણ જેનું, એવા ધર્મનું સાધન કરવું. જેમ કહે છે કે-“સ્વ:વામોને ય-સ્વર્ગાભિલાષી અગ્નિને પૂજે,” ઇત્યાદિ તેઓ નિરૂપણ કરે છે.
અહીં પૂછીએ છીએ કે-શૈવ, સાંખ્ય, નૈયાયિકાદિક બધા વેદને માને છે, અને તમે પણ માનો છો, તો તમારા અને તેઓ બધાના તત્ત્વાદિક નિરૂપણમાં પરસ્પર વિરુદ્ધતા દેખાય છે, તેનું શું કારણ? વેદમાં જ કોઈ ઠેકાણે કંઈ અને કોઈ ઠેકાણે કંઈ નિરૂપણ કર્યું,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com